મોહિયુદ્દીન બોમ્બેવાલા
અબૂ મૂસા અશઅરી
અબૂ મૂસા અશઅરી (ઈ.સ. છઠ્ઠી સદી) : પેગંબર મુહંમદસાહેબના સહાબી (જેમણે પેગંબરસાહેબને જોયા હતા તે) હતા. હઝરત અલી અને અમીર મુઆવિયા બંને પોતાની જાતને ખિલાફતના ખરા હકદાર ગણતા હતા. બંને વચ્ચે યુદ્ધ થયું જે ‘જંગે સિફ્ફીન’ના નામે જાણીતું છે. મુસલમાનોમાં આ યુદ્ધનો અંત લાવવા ખાતર લવાદ તરીકે અબૂ મૂસા અશ્અરી…
વધુ વાંચો >અબ્બાસ ખ્વાજા અહમદ
અબ્બાસ, ખ્વાજા અહમદ (જ. 7 જૂન 1914, પાનીપત, હરિયાણા; અ. 1 જૂન 1987, મુંબઈ, મહારાષ્ટ્ર) : પત્રકાર અને ચિત્રપટકથાલેખક. પ્રાથમિક શિક્ષણ પાણીપતમાં, ઉચ્ચ શિક્ષણ અલીગઢ વિશ્વવિદ્યાલયમાં. વિદ્યાર્થીકાળ દરમ્યાન ‘અલીગઢ ઓપિન્યન’ નામનું તે સંસ્થાનું મુખપત્ર શરૂ કરેલું. કારકિર્દીના આરંભમાં કેટલોક સમય ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’માં કામ કર્યું. 1935માં તેઓ ‘બૉમ્બે ક્રૉનિકલ’માં જોડાયા. તેમાં…
વધુ વાંચો >અમાનત લખનવી
અમાનત લખનવી (જ. 1 જાન્યુઆરી 1815, લખનૌ, ઉત્તરપ્રદેશ; અ. 1 જાન્યુઆરી 1858, લખનૌ, ઉત્તરપ્રદેશ) : ઉર્દૂ સાહિત્યકાર. મૂળ નામ આગા હસન અમાનત. પિતા મીર આગા રિઝવી. બાળપણથી કાવ્ય રચવાનો શોખ હતો. ‘અમાનત’ તખલ્લુસ રાખેલું. લખનૌના નવાબી વાતાવરણમાં તેમણે મરસિયા કહેવાનું શરૂ કર્યું. ઝુન્નુલાલ ‘મિયાંદિલગીર’ની પાસેથી કવિતાની બાબતમાં માર્ગદર્શન મેળવ્યું. મરસિયા…
વધુ વાંચો >અલ્લાહ (અલ-ઇલાહ)
અલ્લાહ (અલ-ઇલાહ) : મક્કાવાસીઓના સર્વશ્રેષ્ઠ પૂજનીય દેવ. આ નામ ઘણું જૂનું છે. દક્ષિણ અરબસ્તાનના બે શિલાલેખોમાં એ નામ આવે છે. હિજરી સનનાં પાંચ સો વર્ષ પૂર્વે સર્ફા નામની જગ્યાના શિલાલેખમાં એ નામ ‘હલ્લાહ’ લખાયેલું છે; એવી જ રીતે ઉમ્મુલ જમીલ(સીરિયા)ના લેખમાં હિજરી સનનાં 500 વર્ષ પૂર્વે આ શબ્દનો ઉપયોગ થયો…
વધુ વાંચો >આબિદી, સૈયદ અમીર હસન
આબિદી, સૈયદ અમીર હસન : ફારસીના મશહૂર ભારતીય વિદ્વાન. લખનૌ, બનારસ અને સેંટ જૉન્સ કૉલેજ, આગ્રામાં શિક્ષણ પ્રાપ્ત કરીને ઈ. સ. 1945માં સેંટ સ્ટીફન્સ કૉલેજ, દિલ્હી યુનિવર્સિટીમાં જોડાયા. 1955માં ફારસીના વધુ અભ્યાસ માટે ઈરાન ગયા. તેહરાન યુનિવર્સિટીથી ડી. લિટ્.(D. Litt.)ની ઉપાધિ પ્રાપ્ત કરી. દિલ્હી યુનિવર્સિટીમાં ઈ. સ. 1959માં ફારસીના રીડર…
વધુ વાંચો >આલે અહમદ ‘સુરૂર’
આલે અહમદ ‘સુરૂર’ (જ. 9 સપ્ટેમ્બર 1911, બદાયૂન; અ. 9 ફેબ્રુઆરી 2002, દિલ્હી) : ઉર્દૂ સાહિત્યના લબ્ધપ્રતિષ્ઠ વિવેચક, પ્રાધ્યાપક અને કવિ. પ્રાથમિક શિક્ષણ બદાયૂનમાં શરૂ થઈને પિતાની નોકરીના કારણે પીલીભીત, બિજનૌર અને સીતાપુરમાં ચાલુ રહ્યું હતું. ઉચ્ચશિક્ષણ સેંટ જૉન્સ કૉલેજ આગ્રામાં. આલે અહમદને કાવ્યરચનાનો નાનપણથી જ શોખ હતો. આગ્રામાં કવિઓની…
વધુ વાંચો >આસિફુદ્દૌલા
આસિફુદ્દૌલા (જ. 23 સપ્ટેમ્બર 1748, ફૈઝાબાદ; અ. 21 સપ્ટેમ્બર 1799, લખનૌ) : લખનૌના ખ્યાતનામ નવાબ અને સાહિત્ય તથા કલાના ઉપાસક નવાબ શુજાઉદ્દૌલાના પુત્ર. આસિફુદ્દૌલા ઈ. સ. 1775માં લખનૌના નવાબ થયા. તેમની નવાબીની સાથે જ લખનૌ એક નવવધૂના સાજસિંગારની જેમ ઝળકવા માંડ્યું. કળા, કૌશલ્ય અને સાહિત્યના દરેકેદરેક ક્ષેત્રમાં એક નવી રોનક,…
વધુ વાંચો >ઇન્શા-ઇન્શાઅલ્લાહખાન
ઇન્શા, ઇન્શાઅલ્લાહખાન (જ. 1752 મુર્શિદાબાદ; અ. 19 મે 1817 લખનૌ) : હિંદી ખડી બોલી – ગદ્યના આદ્ય પુરસ્કર્તા પૈકીના એક. પિતા મીર માશા અલ્લાખાં કાશ્મીરથી દિલ્હી આવીને વસેલા અને શાહી હકીમ રૂપે કામ કરતા હતા. મુઘલ સમ્રાટની આર્થિક સ્થિતિ નબળી થવાથી તેઓ દિલ્હીથી મુર્શિદાબાદના નવાબની નિશ્રામાં ગયા, જ્યાં ઇન્શાનો જન્મ…
વધુ વાંચો >ઇબ્ન નિશાતી
ઇબ્ન નિશાતી : ગોળકોન્ડાના કુત્બશાહી શાસનકાળના અગ્રિમ કવિ. ઉર્દૂ ઉપરાંત ફારસીમાં પણ તેઓ કવિતા કરતા હતા. તેમની પ્રખ્યાત રચના ‘ફૂલબન’ના અભ્યાસ ઉપરથી ઘણી હકીકતો જાણવા મળે છે. ‘ફૂલબન’ એક ઊર્મિસભર પ્રેમકાવ્ય છે. તેની શૈલી સરળ અને હૃદયસ્પર્શી છે. તે સમયના લોકજીવન અને રીતરિવાજનો પણ આ કાવ્ય ઉપરથી સારો એવો ખ્યાલ…
વધુ વાંચો >