મન્વિતા બારાડી

કારકાસોંનો કિલ્લો (1240-1285) (ફ્રાન્સ)

કારકાસોંનો કિલ્લો (1240-1285) (ફ્રાન્સ) : સ્થાપત્યની ર્દષ્ટિએ મહત્વનો ફ્રેન્ચ કિલ્લો. ફ્રાન્સના નગર કારકાસોંમાં લશ્કરની ટુકડીઓના રક્ષણાર્થે બાંધવામાં આવેલો ગૉથિક શૈલીનો આ નોંધપાત્ર કિલ્લો છે. એના ખંડો ચતુષ્કોણી હતા અને એના ખૂણા પર મિનારા હતા. દુશ્મનો સામે ટકવા માટે આ કિલ્લાનાં દ્વાર મજબૂત રખાયાં હતાં, પરંતુ એથી અવરજવરમાં બાધા ઉત્પન્ન થતી…

વધુ વાંચો >

કારા મુસ્તફા-કોષકુ

કારા મુસ્તફા-કોષકુ (ટોપકાપી સરાઈ, ઇસ્તમ્બૂલ) : ઇસ્તમ્બૂલની ટોપકાપી સરાઈમાં બાંધેલો તુર્કીઓનો એક-ખંડી ઉદ્યાનમંડપ. આવા મંડપો સુલતાનોના નિવાસોના ભાગ તરીકે જ બંધાતા. એની બારીઓ બારણાં જેટલી જ ઊંડી અને દીવાલો કાચની છે. આ અઢારમી સદીનું કોષકુ (ઉદ્યાનમંડપ) સ્થાપત્યનું વિશિષ્ટ ઉદાહરણ છે. 1752માં આ મંડપનું પુન: બાંધકામ થયું હતું. મન્વિતા બારાડી

વધુ વાંચો >

કિંગપોસ્ટ

કિંગપોસ્ટ : બે બાજુ ઢળતાં છાપરાં માટે જે ત્રિકોણાકાર આધાર ઊભા કરવા પડે છે તે આખા ત્રિકોણને સ્થાપત્યની પરિભાષામાં કિંગપોસ્ટ ટ્રસ કહેવામાં આવે છે. ત્રિકોણના ઉપરના ભાગથી એટલે કે મોભટોચથી, એને ટેકો આપવા ત્રિકોણના નીચેના કેન્દ્રના આધાર સુધીનો લાકડાનો સ્તંભ તે કિંગપોસ્ટ.   મન્વિતા બારાડી

વધુ વાંચો >

કુસાયર અમ્રામહેલ

કુસાયર અમ્રામહેલ (ઈ. સ. 712-715) : સિરિયાના ઉમાયદ કાળની સારી હાલતમાં ટકી રહેલી મહત્વની ઇમારતોમાંની એક. વિચરતા ખલીફાઓ એમાં પડાવ નાખતા. સિરિયાઈ શૈલીમાં બાંધવામાં આવેલા આ મહેલની વિશાળ ખંડની છત કમાનવાળી છે. એની છત પર પશુદોડ, નર્તિકાઓ અને વિવિધ નક્ષત્રો વગેરેનાં ચિત્રો છે. આ ભીંતચિત્રોનો અભ્યાસ કરતાં ઉમાયદકળા પર ગ્રીકકળાનો…

વધુ વાંચો >

કુંભ

કુંભ : કળશ, સ્તંભશીર્ષ (capitals) અને છાપરાની ટોચ (finial) પરનો અલંકૃત ઘડો. ક્યારેક આ કુંભ પર શિવનું ત્રિશૂળ પણ હોય છે. દા.ત., લિંગરાજ મંદિર, ભુવનેશ્વર, ઓરિસા. ભારતીય સ્થાપત્યની આ વિશિષ્ટતા જણાય છે. મન્વિતા બારાડી

વધુ વાંચો >

કૅનોપી

કૅનોપી : ચંદરવા કે છત્રી આકારનું ઉપરથી લટકતું અથવા નીચેના આધારે ઊભું કરેલું છત્ર. તેને લીધે એની નીચેની વસ્તુને આવરણ અને રક્ષણ મળી રહે છે. હાલના સ્થાપત્યમાં તડકા અને વરસાદ સામે રક્ષણ આપવા કે ક્યારેક માત્ર શોભા માટે આવાં છત્રોનો ઉપયોગ થાય છે. અગાઉ દૈવી કે સ્વર્ગીય રક્ષણ-પ્રતીક તરીકે એ…

વધુ વાંચો >

કૅમ્બર

કૅમ્બર : સ્થાપત્યની પરિભાષામાં મોભ જેવા સમાંતર ઘટકોમાં અપાતો ઊર્ધ્વગોળ વળાંક. સમાંતર ઘટક પર જ્યારે ભાર આવે છે ત્યારે તે ભારની વિરુદ્ધ દિશામાં વળે છે. આ વણજોઈતા વળાંકની અસર ટાળવા માટે આ ઊર્ધ્વગોળ વળાંક પહેલેથી જ અપાય છે. આ પદ્ધતિનો ઉપયોગ રસ્તાની સપાટી બનાવવામાં પણ થાય છે. રસ્તાને આવો ઊર્ધ્વ…

વધુ વાંચો >

કૅરેવાનસરાઈ

કૅરેવાનસરાઈ : મધ્ય પૂર્વના દેશોમાં વણજારાઓના વિસામા માટે બાંધવામાં આવતી સાર્વજનિક ઇમારત. એને ધર્મશાળા કે મુસાફરખાનું પણ કહી શકાય, જ્યાં પોઠો પડાવ નાખીને રહી શકે. આ ઇમારત મોટાભાગે ગામ અથવા કોઈ મોટી વસાહતની આસપાસ બાંધવામાં આવતી. ગામની અંદર બાંધવામાં આવતી કૅરેવાનસરાઈને ખાન કહે છે. લંબચોરસ આકારની આ ઇમારતની દીવાલો પર…

વધુ વાંચો >

કોન્યાનું ઘર

કોન્યાનું ઘર : ઘરબાંધણીની એક શૈલી. તે તુર્કસ્તાનના પ્રદેશમાં તાપમાનમાં ઓચિંતા થતા તીવ્ર ફેરફાર સામે ટકી રહેવાની પ્રયુક્તિ સૂચવે છે. ઈંટોથી બનેલા એક માળના મકાનના છાપરા પર માટીનો જાડો થર પાથરવામાં આવતો, પરિણામે બાહ્ય ગરમી અને ઠંડી સામે રક્ષણ મળતું. એના ખંડોના મધ્યમાં બગીચો રાખવામાં આવતો. મન્વિતા બારાડી

વધુ વાંચો >

કોપ્રુલુ-યાલીસી

કોપ્રુલુ-યાલીસી : એનાડોલીહીસારીમાં સત્તરમી સદીના અંતમાં બોસપોરસ નદીના એશિયન કાંઠા પર બંધાયેલી ઇમારત. અત્યારે તેનો બેઠકખંડ જ બાકી રહ્યો છે. આ ખંડ અડધો પાણી પર બાંધવામાં આવેલો હતો, જેથી બેઉ કાંઠા જોઈ શકાતા. બારીઓ ખોલી નાખવાથી જાણે ખંડ પાણી પર તરતો હોય એવો ભાસ થતો. આ ઇમારતનો સ્થપતિ કોપ્રુલા ખાનદાનનો…

વધુ વાંચો >