મનોજ દરુ

‘જટિલ’ દવે જીવણરામ લક્ષ્મીરામ

‘જટિલ’ દવે જીવણરામ લક્ષ્મીરામ : (જ. –; અ. 1901) : ગુજરાતી કવિ, વિવેચક. બ. ક. ઠાકોર પ્રમાણે તેમનું નામ જીવરામ, પછીથી જીવણરામ લખતા થયા. દવેને બદલે સહીમાં દ્વિવેદી પણ કોઈ વાર લખતા. વતન : મહુવા (સૌરાષ્ટ્ર). મુખ્યત્વે તેઓ ભાવનગર અને મહુવાની શાળાઓમાં શિક્ષક અને મુખ્યશિક્ષક હતા. કલાપી(1874-1900)ના પરિચય પછી કલાપીના…

વધુ વાંચો >

જાની, જ્યોતિષ જગન્નાથ

જાની, જ્યોતિષ જગન્નાથ (9 નવેમ્બર 1928, પીજ, તા. પેટલાદ, વતન ભાલેજ; અ. 2005) : ગુજરાતી કવિ, વાર્તાકાર, નવલકથાકાર, પત્રકાર. 1945માં મૅટ્રિક્યુલેશન, 1951માં બી.એસસી., 1963માં પત્રકારત્વનો ડિપ્લોમા, 1962 થી 1966 ગુજરાતી દૈનિક ‘સંદેશ’ના ઉપતંત્રી, 1966 થી 1967 દરમિયાન જ્યોતિ લિ. વડોદરામાં આસિસ્ટંટ પબ્લિસિટી ઑફિસર. 1971થી ત્રણેક વર્ષ પ્રગટ થયેલા સાહિત્યિક ત્રૈમાસિક…

વધુ વાંચો >

જિગર અને અમી [પૂર્વાર્ધ (1943), ઉત્તરાર્ધ

જિગર અને અમી [પૂર્વાર્ધ (1943), ઉત્તરાર્ધ : દ્વિતીય તથા તૃતીય દર્શન (1944)] : ચુનીલાલ વર્ધમાન શાહ(1887–1966)ની ગુજરાતી નવલકથા. લેખકના કહેવા પ્રમાણે અમદાવાદમાં પંડિત વિશ્વંભર મોક્ષાકરને નામે જાણીતા થયેલા કથાનાયક વિશ્વંભરની નોંધ પરથી, તેમની અનુમતિથી આત્મકથન સ્વરૂપમાં લખાયેલી આ સત્યઘટનાત્મક નવલકથા છે. પ્રથમ તે ગુજરાતી પાક્ષિક ‘પ્રજાબંધુ’માં પ્રગટ થઈ હતી. પૂર્વાર્ધની…

વધુ વાંચો >

જીવનવ્યવસ્થા

જીવનવ્યવસ્થા (1963) : કાકાસાહેબ કાલેલકરનાં નવજીવન દ્વારા પ્રકાશિત ધર્મવિષયક ગુજરાતી વ્યાખ્યાનો અને લેખોનો સંગ્રહ. સંગ્રહ (1) વિવિધ ધર્મો, (2) ધાર્મિક સુધારણા, (3) ધર્મગ્રંથોવિષયક, (4) રહસ્યનું ઉદઘાટન, (5) મંદિરો, (6) પ્રાસંગિક અને પ્રકીર્ણ – એમ છ ખંડોમાં વિભક્ત છે. ખંડોમાં અનુક્રમે 18, 14, 2, 33, 8 અને 19 – એમ કુલ…

વધુ વાંચો >

જીવરામ ભટ્ટ

જીવરામ ભટ્ટ : સુધારક યુગના ગુજરાતી કવિ દલપતરામ ડાહ્યાભાઈ ત્રવાડી (1820–1898) રચિત ‘મિથ્યાભિમાન નાટક’ (લખાયું : 1869 પ્રકાશન : 1871)નો દંભી રતાંધળો નાયક. કચ્છ માંડવીના ઠક્કર ગોવિંદજી ધરમશીની ઇનામી જાહેરાતના સંદર્ભમાં, દંભ કરનાર મિથ્યાભિમાની બ્રાહ્મણ તરીકે આ પાત્રની રચના થઈ. અડતાળીસની વયે સોળેક વર્ષની યુવતીને પરણેલા જીવરામ ભટ્ટ પંચાવનની ઉંમરે…

વધુ વાંચો >

ડાંડિયો

ડાંડિયો (1864) : ઓગણીસમી સદીમાં ગુજરાતના સુધારક કવિ નર્મદ અને તેમના પાંચ સાથીઓએ કાઢેલું સામાજિક સુધારણાનું પત્ર. પ્રથમ પખવાડિક, પછી સાપ્તાહિક. નર્મદ અને તેમના સાથીઓ ગિરધરલાલ દયાળદાસ કોઠારી, નગીનદાસ તુલસીદાસ મારફતિયા, કેશવરામ ધીરજરામ, શ્રીધર નારાયણ અને ઠાકોરદાસ આત્મારામે મળીને એડિસનના ‘સ્પેક્ટેટર’ જેવું સામયિક કાઢવાનો વિચાર કરેલો તેના પરિણામે ‘ડાંડિયો’ પાક્ષિક…

વધુ વાંચો >

દૂરકાળ, જયેન્દ્રરાવ ભગવાનલાલ

દૂરકાળ, જયેન્દ્રરાવ ભગવાનલાલ (જ. 1 સપ્ટેમ્બર 1881, ઠાસરા, જિ. ખેડા; અ. 3 ડિસેમ્બર 1960, અમદાવાદ) : ગુજરાતી નિબંધકાર, કવિ, સંપાદક. વડનગરા નાગર ગૃહસ્થ, વતન અમદાવાદ. પ્રાથમિક શિક્ષણ ગોંડલમાં, માધ્યમિક કેળવણી વડોદરા, ઉચ્ચતર અભ્યાસ બહાઉદ્દીન કૉલેજ (જૂનાગઢ) અને ગુજરાત કૉલેજ (અમદાવાદ). બી.એ. 1906, એમ. એ. 1910. એમ.એ. અભ્યાસ દરમિયાન નારાયણ મહાદેવ…

વધુ વાંચો >

ધૂમકેતુ (જોશી, ગૌરીશંકર ગોવર્ધનરામ)

ધૂમકેતુ (જોશી, ગૌરીશંકર ગોવર્ધનરામ) (જ. 12 ડિસેમ્બર 1892, વીરપુર; અ. 11 માર્ચ 1965, અમદાવાદ) : ગુજરાતી સાહિત્યસર્જક. બાલ્યાવસ્થામાં એમનું નામ ભીમદેવ અને લાડનું નામ મણિભાઈ. નાનપણમાં અભ્યાસમાં અરુચિ અને શાળાએ જવામાં નિરુત્સાહી પણ ભાભીને ભણાવતાં વિદ્યાનો નાદ લાગ્યો. ગણિતમાં કંટાળો, પણ ઇતિહાસનો રસ જાગ્યો અને વાંચવાનો શોખ વધ્યો. 1906માં આઠમી…

વધુ વાંચો >

પાઠક જયંત હિંમતલાલ

પાઠક, જયંત હિંમતલાલ (જ. 20 ઑક્ટોબર 1920, ગોઠ–રાજગઢ, દેવગઢબારિયા, જિ. પંચમહાલ; અ. 1 સપ્ટેમ્બર 2003, સૂરત) : ગુજરાતી કવિ, વિવેચક, સંસ્મરણ-લેખક. 1938માં મૅટ્રિક; 1943માં ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે બી.એ.; 1945માં એ જ વિષયો સહિત મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.એ.. 1960માં અધ્યાપન દરમિયાન ગુજરાત યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.. બી.એ. થયા પછી 1943-47 દરમિયાન હાલોલની…

વધુ વાંચો >

પાઠકજી જયમનગૌરી વ્યોમેશચંદ્ર

પાઠકજી, જયમનગૌરી વ્યોમેશચંદ્ર (જ. 15 સપ્ટેમ્બર 1902, સૂરત; અ. 22 ઑક્ટોબર 1984, સૂરત) : ગુજરાતી કવયિત્રી. વતન સૂરત. સાક્ષર શ્રી મોહનલાલ પાર્વતીશંકર દવે(1883-1974)નાં જ્યેષ્ઠ પુત્રી. અભ્યાસ સૂરત, અમદાવાદ, મુંબઈની શાળાઓમાં જૂના અંગ્રેજી છઠ્ઠા ધોરણ સુધીનો. 1918માં સાહિત્યકાર વ્યોમેશચંદ્ર જનાર્દન પાઠકજી (1895-1935) સાથે લગ્ન. સૂરતની યુવતી મંડળમાં થોડાં વર્ષ પ્રમુખ. ગુજરાતી…

વધુ વાંચો >