મણિલાલ હ. પટેલ

અરાલવાળા રમણીક બલદેવદાસ

અરાલવાળા, રમણીક બલદેવદાસ (જ. 6 સપ્ટેમ્બર 1910, ખેડાલ, જિ. ખેડા; અ. 24 એપ્રિલ 1981, અમદાવાદ) : કવિ. વતન વાત્રક-કાંઠાનું ગામ અરાલ. કુટુંબની આર્થિક સ્થિતિ નબળી હોવાથી પિતાના ધીરધાર ને ખેતીના વ્યવસાયમાં જોડાયા. તે પછી અમદાવાદમાં કાપડમિલમાં જૉબરની કામગીરી. દરમિયાન કાવ્યસર્જન. માતાનું અવસાન અને પછીથી ‘કુમાર’ની બુધસભા તેમાં પ્રેરકબળ. 7 ધોરણ…

વધુ વાંચો >

આંગળિયાત

આંગળિયાત : 1988ની સાલનું કેન્દ્રીય સાહિત્ય અકાદમીનું પારિતોષિક મેળવનારી જૉસેફ મૅકવાનકૃત નવલકથા. ગાંધીયુગની આસપાસના ગાળામાં કેટલાક લેખકોએ ગ્રામજીવનને તથા ગ્રામસમાજને કેન્દ્રમાં રાખીને જાનપદી નવલકથાઓ આપેલી. એમાં બહુધા સવર્ણ લેખકોને હાથે ગ્રામપ્રજાના વિવિધ જ્ઞાતિસમૂહોનું કે વૈયક્તિક જીવનનું બહુસ્તરીય આલેખન થયેલું. પન્નાલાલ પટેલ, ચુનીલાલ મડિયા, ઝવેરચંદ મેઘાણી તથા ઈશ્વર પેટલીકરની નવલકથાઓ ઉક્ત…

વધુ વાંચો >

ઉપરવાસ (કથાત્રયી)

ઉપરવાસ (કથાત્રયી) (1975) : સાહિત્ય અકાદમી, દિલ્હીના પારિતોષિકની વિજેતા કૃતિ. ગુજરાતી નવલકથાકાર રઘુવીર ચૌધરી(જન્મ 1938)ની આ નવલત્રયીના ત્રણ ભાગનાં નામ છે ‘ઉપરવાસ’, ‘સહવાસ’ અને ‘અંતરવાસ’. આ બૃહત્ નવલ છે. તેમાં ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના ગ્રામજીવનની અઢી-ત્રણ દાયકાની વિકાસગાથાનું આલેખન છે. સાબરમતીના ઉપરવાસથી નજીકના પોતાના વતનપ્રદેશને લેખકે આ કથાત્રયીની જીવંત પશ્ચાદભૂ…

વધુ વાંચો >

કરણઘેલો

કરણઘેલો (1866) : લેખક નંદશંકર તુળજાશંકર મહેતાની ગુજરાતની પહેલી ગણનાપાત્ર નવલકથા. કથાવસ્તુ ઐતિહાસિક હોવા છતાં એમાં સમકાલીન રંગો પણ સારી પેઠે પૂરેલા છે. લેખકે વૉલ્ટર સ્કૉટ જેવાની કૃતિથી પ્રેરાઈ આ કથા લખી છે. ઘટનાનિરૂપણ, એની ગૂંથણીની રીતિ, વર્ણનો તથા પાત્રનિરૂપણ પાશ્ચાત્ય નવલકથાની પરંપરા અનુસાર છે. પાટણનો રાજા કરણ વાઘેલો એના…

વધુ વાંચો >

કલાપી

કલાપી (જ. 26 જાન્યુઆરી 1874, લાઠી; અ. 9 જૂન 1900) : મૂળ નામ ગોહિલ સુરસિંહજી તખ્તસિંહજી. પિતા તથા મોટાભાઈના અવસાનથી સગીર વયે જ ગાદીવારસ ઠરેલા. 1885માં એમને રાજ્ય સંભાળવું પડેલું. માતાનું નામ રાજબા. 1882થી 1890 સુધી રાજકોટની કૉલેજમાં અધ્યયન. આંખોની તકલીફ અને લગ્ન વગેરેને કારણે કલાપીએ અંગ્રેજી પાંચમા ધોરણ સુધીનું…

વધુ વાંચો >

કૂવો (નવલકથા)

કૂવો (નવલકથા) : કેન્દ્રીય સાહિત્ય અકાદમીનું પારિતોષિક મેળવનારી અશોકપુરી ગોસ્વામી કૃત નવલકથા. આ નવલકથા (1994) 1950 આસપાસના બેત્રણ દાયકાના ચરોતરના ખેડૂત સમાજની જીવનરીતિ તથા સમસ્યાઓને તાગવા તાકે છે. એક વર્ગ બીજા વર્ગનું, – એક ભાઈ બીજા ભાઈનું – કોઈ ને કોઈ રીતે શોષણ કરે જ છે. ‘કૂવો’ પાટીદાર અને બારૈયા…

વધુ વાંચો >

ચૌલા :

ચૌલા : ગુજરાતી નવલકથાકાર કનૈયાલાલ મુનશીની ઐતિહાસિક નવલકથા ‘જય સોમનાથ’(1937)ની નાયિકા. ચૌલાદેવી ભગવાન શિવને સમર્પિત નર્તકી હતી. ‘જય સોમનાથ’ નવલકથામાં સોલંકી વંશના બાણાવળી રાજા ભીમદેવની પ્રેમિકા તરીકે તેનું ચરિત્ર ઊપસી આવેલું છે. ગુજરાતની અસ્મિતાને જાળવવા ઝઝૂમતાં પાત્રોમાં ચૌલાનું સ્થાન પણ સ્મરણીય છે. મુનશીએ આલેખેલી ચૌલા વિલક્ષણ છે. તેની મા પણ…

વધુ વાંચો >

જોશી, અનિલ રમાનાથ

જોશી, અનિલ રમાનાથ (જ. 28 જુલાઈ 1940, ગોંડલ) : ગુજરાતી કવિ, નિબંધકાર, કટારલેખક. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ ગોંડલ અને મોરબીમાં લીધું. અમદાવાદની એચ. કે. આર્ટ્સ કૉલેજમાંથી 1964માં ગુજરાતી તથા સંસ્કૃત વિષયો સાથે બી.એ. થયા. 1962થી 1969 દરમિયાન હિંમતનગર અને અમરેલીમાં શિક્ષક રહેલા. પછી મુંબઈમાં ‘કૉમર્સ’ના તંત્રી વાડીલાલ ડગલીના અંગત સહાયક…

વધુ વાંચો >

જોશી, જગદીશ

જોશી, જગદીશ (જ. 9 ઑક્ટોબર 1932, મુંબઈ; અ. 21 સપ્ટેમ્બર 1978) : મુખ્યત્વે કવિ. અનુવાદો અને સંપાદનો પણ કર્યાં. જન્મ, ઉછેર, ભણતર અને વ્યવસાય બધું મુંબઈમાં. ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે સેન્ટ ઝેવિયર્સ કૉલેજ મુંબઈમાંથી 1953માં બી.એ. થયા. 1955માં શિક્ષણશાસ્ત્રમાં એમ.ડી.ની ઉપાધિ સ્ટૅનફર્ડ યુનિવર્સિટી, અમેરિકામાંથી મેળવી. મુંબઈની બજારગેટ હાઈસ્કૂલમાં 1957થી મરણપર્યંત આચાર્ય…

વધુ વાંચો >

જોષી, સુરેશ હરિપ્રસાદ

જોષી, સુરેશ હરિપ્રસાદ (જ. 30 મે 1921, વાલોડ, તા. બારડોલી; અ. 6 સપ્ટેમ્બર 1986, નડિયાદ) : ગુજરાતી કવિ, વિવેચક, નિબંધકાર, વાર્તાકાર, નવલકથાકાર, અનુવાદક, સંપાદક. સુરેશ જોષીનું શૈશવ સોનગઢમાં વીત્યું. આ વિસ્તારની પ્રકૃતિએ એમના સર્જનને પછીથી ખૂબ પ્રભાવિત કર્યું. મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી 1943માં બી.એ. તથા 1945માં એમ.એ. કર્યું. અધ્યાપન કારકિર્દીનો પ્રારંભ…

વધુ વાંચો >