મકરન્દ બ્રહ્મા
આરતી
આરતી : षोडशोपचारपूजा-સોળ ઉપચારોવાળી પૂજાનો એક ભાગ. ઉપચાર એટલે સેવાપ્રકાર. ‘આરતી’ શબ્દ સંસ્કૃત ‘आरात्रिक’, ‘आर्तिक्य’ કે ‘आर्तिक’ શબ્દ પરથી બન્યો છે. હિન્દુ ધર્મના ભક્તિ-સંપ્રદાયમાં પૂજાવિધિના અંતભાગમાં એક ખાસ પાત્રમાં પાંચ અથવા એકી સંખ્યામાં ઘીના દીવા પ્રકટાવી ઇષ્ટની પ્રતિમા સમક્ષ તે પાત્રને ઘડિયાળના કાંટાની દિશામાં, વચ્ચે વચ્ચે અટકીને, ગોળ ગોળ ફેરવવામાં…
વધુ વાંચો >ખંડકથા
ખંડકથા : સંસ્કૃત ગદ્યકાવ્યનો એક પેટાપ્રકાર. સંસ્કૃતના બે પ્રસિદ્ધ પ્રકારો કથા અને આખ્યાયિકામાંથી કથાનો પેટાપ્રકાર તે ખંડકથા. અગ્નિપુરાણમાં તેનું લક્ષણ આ પ્રમાણે છે – सा कथा नाम तद्गर्भे निबध्नीयात् चतुष्पदीम् । भवेत् खण्डकथा ।। ‘કથાની અંદર ચતુષ્પદીની રચના કરવામાં આવે ત્યારે તે ખંડકથા બને છે.’ અગ્નિપુરાણે કોઈ ઉદાહરણ ન આપ્યું…
વધુ વાંચો >ખંડકાવ્ય
ખંડકાવ્ય : સંસ્કૃત સાહિત્યની કાવ્યસંજ્ઞા. વિશ્વનાથે ‘સાહિત્યદર્પણ’માં खण्डकाव्यं भवेत्काव्यस्यैकदेशानुसारि च એવી એની વ્યાખ્યા આપી છે અને એના ર્દષ્ટાન્ત તરીકે ‘મેઘદૂત’નું નામ આપવામાં આવ્યું છે. એમાં વિરહી યક્ષના જીવનખંડને કાવ્યાત્મક વર્ણનસમૃદ્ધિ અને રમણીય ભાવનિરૂપણથી ઉઠાવ આપવામાં આવ્યો છે. એટલે ‘એકદેશ’ દ્વારા સમગ્ર જીવન નહિ, પરંતુ જીવનનો એક ખંડ, એક અંશ એમાં…
વધુ વાંચો >ચક્રવર્તી, પરમાનંદ
ચક્રવર્તી, પરમાનંદ (ઈ.સ. ચૌદમીથી સોળમી સદીની વચ્ચે) : સંસ્કૃત કાવ્યશાસ્ત્રના પ્રસિદ્ધ ગ્રંથ કાવ્યપ્રકાશ ઉપર विस्तारिका નામની ટીકાના લેખક. તે સંભવત: બંગાળના નૈયાયિક હતા. ઈશાન ન્યાયાચાર્યનો તે પોતાના ગુરુ તરીકે ઉલ્લેખ કરે છે. ગદાધરે આપેલાં 14 લક્ષણોમાં સમાવિષ્ટ चक्रवर्तिलक्षणम् તેમનું રચેલું હોવાનું મનાય છે. ઉપરાંત તેમણે ‘નૈષધચરિત’ મહાકાવ્ય ઉપર એક ટીકા…
વધુ વાંચો >ઠક્કુર, ગોવિંદ
ઠક્કુર, ગોવિંદ (આશરે સોળમી સદીનો મધ્યભાગ) : ‘કાવ્યપ્રદીપ’ નામના કાવ્યશાસ્ત્રના પ્રસિદ્ધ સંસ્કૃત ગ્રંથના લેખક. મિથિલાના વતની રવિકર ઠક્કુરના વંશમાં જન્મેલા. માતાનું નામ સોનોદેવી. તેમના નાના ભાઈનું નામ હર્ષ ઠક્કુર હતું. પોતાના ઓરમાન ભાઈ રુચિકર ઠક્કુર પાસેથી કાવ્યસાહિત્યનું શિક્ષણ તેમણે મેળવેલું એમ તેઓ પોતે નોંધે છે. તેમની જેમ નાના ભાઈ હર્ષ…
વધુ વાંચો >માતાજી (શ્રી)
માતાજી (શ્રી) (જ. 21 ફેબ્રુઆરી 1878, પૅરિસ; અ. 17 નવેમ્બર 1973, પૉંડિચેરી) : મહર્ષિ અરવિન્દનાં અંતેવાસી અને તેમના દર્શનનાં સર્વોત્તમ સાધક ને સમર્થક વિદેશી સન્નારી. શ્રી અરવિન્દનાં અનુયાયીઓમાં ‘શ્રી માતાજી’ તરીકે ઓળખાતાં મીરા આલ્ફાસા. શાળાનો અભ્યાસ પૂરો થતાં ઉજ્જ્વળ કારકિર્દીને કારણે તેમને પ્રી-દ’-ઑનર(prix d’ honneur)થી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. દસેક…
વધુ વાંચો >સાવિત્રી
સાવિત્રી : આધુનિક કાળના મહાન ભારતીય દાર્શનિક-યોગી-કવિ શ્રી અરવિન્દે (ઈ. સ. 1872-1950) બ્લૅન્ક વર્સમાં રચેલું અંગ્રેજી મહાકાવ્ય (epic). આ મહાકાવ્યનું ઉપશીર્ષક છે ‘a Legend and a Symbol’ (એક દંતકથા અને એક પ્રતીક). 23,813 પંક્તિઓમાં લખાયેલું આ મહાકાવ્ય અંગ્રેજી ભાષાનું સૌથી લાંબું મહાકાવ્ય છે. સાવિત્રી ત્રણ ખંડોમાં વહેંચાયેલું છે. દરેક ખંડ…
વધુ વાંચો >