મંગુભાઈ રા. પટેલ

અસુર બાનીપાલ

અસુર બાનીપાલ (જ. ઈ. પૂ. 685, એશિરિયા; અ. ઈ. પૂ. 631, ઇરાક) : એસિરિયાના સામ્રાજ્યનો અંતિમ સમ્રાટ. તે મહાન વિજેતા બન્યો હતો. એલમ અને ઇજિપ્ત પર તેણે વિજય મેળવ્યો હતો. પશ્ચિમ એશિયાના સમગ્ર વિસ્તાર પર તેની ધાક પ્રવર્તતી હતી. તે વિદ્યાપ્રેમી અને સાહિત્ય તથા કલાનો ભારે શોખીન હતો. તેણે પાટનગર…

વધુ વાંચો >

આધમખાન (આઝમખાન)

આધમખાન (આઝમખાન) (અ. 1562) : અકબરની ધાત્રી માહમ આંગાનો નાનો પુત્ર. એ રીતે એ અકબરનો દૂધભાઈ થતો. આધમખાન સ્વભાવે ઘણો સ્વાર્થી હતો. બૈરમખાનની વધતી જતી સત્તાને નાબૂદ કરવા તે અકબરની સતત કાનભંભેરણી કર્યા કરતો. એટલે અકબરે બૈરમખાનને દૂર હઠાવ્યો. એ સમયે આગ્રાથી અગ્નિખૂણે આશરે 80 કિમી. દૂર આવેલું હતકન્ત ક્ષેત્ર…

વધુ વાંચો >

ઍમૉસ

ઍમૉસ (ઈ. પૂ. 750) : બાઇબલના જૂના કરાર અંતર્ગત લેખક અને પેગંબર. જેરૂસલેમની દક્ષિણે બાર માઈલના અંતરે આવેલ પ્રાચીન નગર ટિકોઆના વતની. સામાન્ય ભરવાડ કુટુંબમાં જન્મ. જુડાહના રાજા ઉજ્જિહના શાસન દરમિયાન એ નગરની પ્રગતિ થઈ હતી. ઍમૉસે પડોશના ધનાઢ્ય અને શક્તિશાળી ઇઝરાયલ રાજ્યની સફર કરી હતી. ઈ. પૂ. 750માં ત્યાંના…

વધુ વાંચો >

કૃષિ

`કૃષિ’ આમુખ; કૃષિ-અર્થશાસ્ત્ર; કૃષિ-અંકશાસ્ત્ર; કૃષિ-રસાયણ; કૃષિ-હવામાનશાસ્ત્ર; કૃષિ-પંચ, રાષ્ટ્રીય; કૃષિપ્રથાનાં વિવિધ સ્વરૂપો; ખેત-યાંત્રિકીકરણ; સૂકા સંભાવ્ય વિસ્તાર કાર્યક્રમ; બિયારણ; સિંચાઈ; રાસાયણિક ખાતર; જંતુનાશક દવાઓ; કૃષિ-વીમા યોજના; નાના ખેડૂતોના વિકાસ માટેની યોજના; કાર્યરત શ્રમનો પુરવઠો; કૃષિ પુન:ધિરાણ નિગમ; કૃષિવિસ્તરણ અને કૃષિશિક્ષણ; કૃષિનગર; કૃષિ યુનિવર્સિટીઓ; કૃષિ-વિસ્તરણ કાર્યક્રમો; કૃષિ-સંશોધન, ભારતમાં; કૃષિ-સંશોધન, ગુજરાતમાં; કૃષિવેરો; કૃષિભૂગોળ આમુખ…

વધુ વાંચો >

કૅનેડા

કૅનેડા ઉત્તર અમેરિકા ખંડના ઉત્તર છેડે આવેલો દેશ. તે દશ પ્રાંતો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોનો બનેલો છે. રશિયા પછી ક્ષેત્રફળની ર્દષ્ટિએ તે વિશ્વમાં બીજા સ્થાને આવે છે. ભૌગોલિક સ્થાન : ઉત્તર અમેરિકા ખંડમાં 41° 41′ ઉત્તર અક્ષાંશથી છેક 83° 6′ ઉત્તર અક્ષાંશ સુધી અને 11° 5′ પશ્ચિમ રેખાંશથી 52° 37′…

વધુ વાંચો >

દેસાઈ, ગોપાળદાસ અંબાઈદાસ; દરબાર

દેસાઈ, ગોપાળદાસ અંબાઈદાસ; દરબાર (જ. 19 ડિસેમ્બર 1887, વસો, તા. નડિયાદ; અ. 5 ડિસેમ્બર 1951, રાજકોટ) : ગુજરાતના અગ્રણી સ્વાતંત્ર્ય-સૈનિક તથા પ્રગતિશીલ રાજવી. મોસાળ વસોમાં દત્તક લેવાયા. નાનાના અવસાન પછી તેઓ ઢસા, રાયસાંકળી તથા વસોની જાગીરના માલિક બન્યા. તેમનાં પ્રથમ પત્ની ચંચળબાના અવસાન બાદ લીંબડીના દીવાન ઝવેરભાઈ નાથાભાઈ દેસાઈની પુત્રી…

વધુ વાંચો >

પટેલ, નરસિંહભાઈ ઈશ્વરભાઈ

પટેલ, નરસિંહભાઈ ઈશ્વરભાઈ (જ. 13 ઑક્ટોબર 1874, નાર, જિ. ખેડા; અ. 17 ઑક્ટોબર 1945, સોજિત્રા, જિ. ખેડા) : ગુજરાતના ક્રાંતિકારી, સ્વાતંત્ર્ય-સૈનિક, સમાજસુધારક, પત્રકાર. જન્મ ગરીબ પાટીદાર કુટુંબમાં. સોજિત્રામાં પ્રાથમિક અને વડોદરામાં માધ્યમિક શિક્ષણ લીધું હતું. 1895માં વડોદરાથી મૅટ્રિકની પરીક્ષા પાસ કરી અને માસિક રૂ. 20/-ના પગારથી શિક્ષક તરીકે વડોદરા રાજ્યની…

વધુ વાંચો >