બિપીન શુક્લ

કામનો અધિકાર

કામનો અધિકાર : ગરીબીનિવારણ અને બેકારીનિવારણની આર્થિક સમસ્યાઓનો એક કાયદાકીય ઉકેલ. ભારતમાં આ અધિકારને બંધારણીય અધિકારનું કે કાનૂની અધિકારનું સ્વરૂપ આપવા અંગે ભારે મતભેદ છે. કામનો અધિકાર કોઈ એક અધિકાર નથી. તે એકથી વધુ અધિકારોનો સમુચ્ચય છે. કામના અધિકારના ઘટક અધિકારો વિખ્યાત રાજ્યશાસ્ત્રી હેરલ્ડ લાસ્કી આ પ્રમાણે જણાવે છે :…

વધુ વાંચો >

કાયદો

કાયદો કોઈ પણ દેશ કે રાજ્યમાં જે નિયમો કે સિદ્ધાંતો હસ્તક નાગરિકોને ન્યાય અપાતો હોય છે, જેને અનુસરીને રાજ્યો-રાજ્યો વચ્ચેના, રાજ્ય અને નાગરિકો વચ્ચેના તથા પરસ્પર નાગરિકો વચ્ચેના વિવાદોનો નિકાલ કરવામાં આવતો હોય છે તથા જેને આધારે શાંતિ અને વ્યવસ્થા જળવાતી હોય છે તે નિયમો કે સિદ્ધાંતોનો સંપુટ. 1. સામાન્ય…

વધુ વાંચો >

કેશવાનંદ ભારતી કેસ

કેશવાનંદ ભારતી કેસ (1972) : ભારતીય બંધારણમાં સુધારા કરવાની સંસદની સત્તા અંગેનો જાણીતો કેસ. ભારતની સર્વોચ્ચ અદાલતે આપેલો, અગાઉના જાણીતા ગોલકનાથ કેસના ચુકાદાની અસર નષ્ટ કરતો, ભારતના બંધારણના 24, 25, 26 તથા 29મા સુધારાઓ(amendments)ને વૈધ જાહેર કરતો તથા મૂળભૂત અધિકારો સહિતના બંધારણના કોઈ પણ અનુચ્છેદ(article)માં સુધારા કરવાની સંસદની સત્તાને બહાલી…

વધુ વાંચો >

ખ્રિસ્તીઓનો કાયદો

ખ્રિસ્તીઓનો કાયદો : ખ્રિસ્તીઓના વૈયક્તિક જીવનને સ્પર્શતા કાયદાઓનો સમૂહ. અલબત્ત ભારતના ખ્રિસ્તીઓ ભારતના નાગરિકો તો છે જ; તેથી ભારતના નાગરિકોને લાગુ પડતા મોટા ભાગના કાયદા તેમને પણ લાગુ પડે છે. ભારતના બંધારણ ઉપરાંત ભારતનો કરારનો કાયદો, મિલકત હસ્તાંતરનો કાયદો, શ્રમજીવીઓ અને કરવેરાને લગતા કાયદા, ફોજદારી કાયદા, ચૂંટણીઓને લગતો કાયદો, ગ્રાહક…

વધુ વાંચો >

ગોલકનાથ કેસ

ગોલકનાથ કેસ : ભારતના બંધારણીય કાયદાના ઇતિહાસમાં કેટલાક અત્યંત મહત્વના યુગપ્રવર્તક કેસોમાંનો એક. આ કેસમાં બંધારણીય કાયદાના અર્થઘટનને લગતા કેટલાક પાયાના પ્રશ્નોનો વિચાર કરી તેમનું ન્યાયનિર્ધારણ કરવામાં આવ્યું હતું. 11 ન્યાયમૂર્તિઓની બનેલી ફુલ બેંચ સમક્ષ સુનાવણી થયેલા આ કેસમાં બંધારણના સત્તરમા સુધારાની બંધારણીયતાનો વિચાર કરવામાં આવ્યો હતો. આ કેસમાં બંધારણના…

વધુ વાંચો >

ન્યાય

ન્યાય : કોઈ પણ ખરાખોટાની તપાસ તથા પરીક્ષા કરી વાજબીપણાને આધારે નિર્ણય કરવાની પ્રક્રિયા. કાયદાનું એક કાર્ય સમાજમાં ન્યાયની પ્રસ્થાપના અને જાળવણી કરવાનું છે. સમાજમાં શાસન માટે કાયદારૂપી નિયમો જરૂરી મનાયા છે, પણ તેવા નિયમો હોય તેટલું જ પૂરતું નથી, આવા નિયમો વાજબી, ઉચિત, યોગ્ય અને ન્યાયસંગત હોવા જોઈએ. નિયમના…

વધુ વાંચો >

પરોલ (પેરોલ)

પરોલ (પેરોલ) : ન્યાયાલય દ્વારા કેદની સજા ભોગવતા કેદીને વાજબી કારણસર અપાતી કામચલાઉ શરતી મુક્તિ. કેદીને ફરમાવવામાં આવેલ કુલ સજામાંથી અમુક સજા ભોગવ્યા પછી જ તેને પરોલ પર છોડવામાં આવે છે. આવી રીતે છોડવામાં આવેલ કેદીએ પરોલ દરમિયાન કારાવાસની બહાર સારા વર્તનની બાંયધરી આપવાની હોય છે. તે માટે ઘડવામાં આવેલા…

વધુ વાંચો >

પ્રાઇમોજેનિચરનો નિયમ

પ્રાઇમોજેનિચરનો નિયમ : કાયદો, પ્રથા અથવા પરંપરાગત વ્યવહાર દ્વારા જ્યેષ્ઠ સંતાનને પ્રાપ્ત થતો વારસાનો અન્યવર્જિત અધિકાર. લૅટિનમાં ‘પ્રાઇમોજેનિસ’ એટલે પ્રથમ જન્મેલું એવો અર્થ છે. તે ઉપરથી તેનો ભાવાર્થ થાય જ્યેષ્ઠ સંતાન અગર જ્યેષ્ઠ પુત્ર. એક જ માતાપિતાનાં અનેક સંતાનો પૈકી સૌથી પ્રથમ જન્મેલા સંતાનના પૈતૃક અધિકાર તેના દ્વારા નિર્ધારિત થતા…

વધુ વાંચો >