બટુક દલીચા

જય સોમનાથ

જય સોમનાથ : ગુજરાતી સાહિત્યકાર કનૈયાલાલ માણેકલાલ મુનશી(1887–1971)ની ઐતિહાસિક નવલકથા. મહમદ ગઝની 1026માં સોમનાથ ઉપર આક્રમણ કરે છે. આંતરિક કલહમાં સબડતા ગુજરાતના રાજપૂત રાજાઓ તેને ખાળી શકતા નથી. અણહિલવાડ પાટણનો સોલંકી રાજા ભીમદેવ અને સૌરાષ્ટ્ર-કચ્છના ગણ્યાગાંઠ્યા રાજાઓ મળીને સોમનાથમાં જ મહમદ ગઝનીને ખાળવાનો પ્રયત્ન કરે છે. બાણાવળી ભીમદેવનો પ્રથમ વિજય…

વધુ વાંચો >

ઢુંઢિરાજ

ઢુંઢિરાજ (ઈ. સ. 1500ની આસપાસ) : મધ્યકાળનો મહાન ભારતીય જ્યોતિષાચાર્ય. પિતા નૃસિંહ; ગુરુ જ્ઞાનરાજ. મૂળ વતન : દેવગિરિ (દોલતાબાદ), ગોદાવરીની ઉત્તરે ગામ પાર્થપુર (પાથરી). મૌલિક ગ્રંથસર્જન : ‘જાતકાભરણ’, ‘ગ્રહલાઘવોદાહરણ’, ‘ગ્રહફ્લોપપત્તિ’; ‘પંચાંગફલ’; ‘કુંડકલ્પલતા’; ‘સુધારસ’ ગ્રંથ ઉપરની ટીકા ‘સુધારસકરણચષક’. મધ્યકાલીન ભારતીય જ્યોતિષ પરંપરામાં ઢુંઢિરાજનું સ્થાન ધ્રુવતારક સમાન છે. તેમના પુરોગામી જ્યોતિષાચાર્યોમાં ગણેશ…

વધુ વાંચો >

દફતરી, કેશવ લક્ષ્મણ

દફતરી, કેશવ લક્ષ્મણ (જ. 22 નવેમ્બર 1880; અ. 19 ફેબ્રુઆરી 1956) : પૂર્વ અને પશ્ચિમના જ્યોતિષશાસ્ત્રના ભારતીય વિદ્વાન. મુખ્યત્વે ખગોળગણિત, પ્રાચીન ભારતીય ઇતિહાસ, હિન્દુ ધર્મના પ્રાચીન ગ્રંથો અને તે અંગે તેમણે કરેલું ઉત્તમ અન્વેષણ તેમના ધર્મ વિશેના જ્ઞાનનું દ્યોતક છે. આ ઉપરાંત હિન્દુ ધર્મશાસ્ત્રોનાં રહસ્યો, ઉપનિષદનું તત્વજ્ઞાન વગેરે ભારતીય પરંપરાગત…

વધુ વાંચો >

દવે, બાલમુકુંદ મણિશંકર

દવે, બાલમુકુંદ મણિશંકર (જ. 7 માર્ચ 1916, મસ્તપુરા, જિ. વડોદરા; અ. 28 ફેબ્રુઆરી 1993, અમદાવાદ) : ગુજરાતી કવિ. વડોદરાની શ્રી સયાજી હાઈસ્કૂલમાં મૅટ્રિક્યુલેશનનો અભ્યાસ પૂરો કરી અમદાવાદના સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયમાં જોડાયા (1938). તે પછી નવજીવન કાર્યાલયમાં 30 વર્ષ સુધી સેવા આપી. ‘લોકજીવન’નું સંપાદન કર્યું. કવિતા માટે તેમને ‘કુમાર’ ચંદ્રક (1949)…

વધુ વાંચો >

દશાપદ્ધતિ

દશાપદ્ધતિ : જ્યોતિષશાસ્ત્ર અનુસાર જાતક એટલે જન્મેલા માણસને જીવનનાં ચોક્કસ વર્ષોમાં ચોક્કસ ગ્રહની અસરોથી સારું કે ખરાબ ફળ મળે તેની ગણતરી માટેની રીત. હજારો વર્ષો પૂર્વેથી ભારતમાં ખગોળવિજ્ઞાનનો વિકાસ અને અધ્યયન થતાં આવ્યાં છે. તેના પાયાના સિદ્ધાંતોને જ્યોતિષશાસ્ત્ર અનુસરે છે. તે મુજબ ગ્રહો, નક્ષત્રો અને એની કક્ષા, પરિભ્રમણના અંશો વગેરેની…

વધુ વાંચો >

દીક્ષિત, શંકર બાળકૃષ્ણ

દીક્ષિત, શંકર બાળકૃષ્ણ (જ. 21 જુલાઈ 1853, મુરૂડ, તા. દાપોલી, જિ. રત્નાગિરિ, કોંકણ; અ. 20 એપ્ર્રિલ 1898) : ભારતીય જ્યોતિષવિજ્ઞાની. ભારતીય જ્યોતિષશાસ્ત્રની ઉદાત્ત પરંપરાના ગતિરોધને દૂર કરી તેને તેમણે આધુનિક વિજ્ઞાન સ્વરૂપે સંસ્કાર્યું. મૂળ અટક વૈશંપાયન. પરંપરાથી યજ્ઞકાર્ય સાથે સંકળાયેલું હોવાથી કુટુંબ દીક્ષિત કહેવાયું. વંશપરંપરાથી મુરૂડ ગામનું ધર્માધિકારીપદ આ દીક્ષિત…

વધુ વાંચો >

દ્વિરેફની વાતો

દ્વિરેફની વાતો ભાગ 1 (1928), ભાગ 2 (1935), ભાગ 3 (1942) : રામનારાયણ વિશ્વનાથ પાઠકના વાર્તાસંગ્રહો. તખલ્લુસ ‘દ્વિરેફ’. વાર્તાઓ ટૂંકી વાર્તા કે નવલિકા નથી, પણ માત્ર ‘વાતો’ છે એવો એકરાર લેખકે પ્રથમ ભાગની પ્રસ્તાવનામાં કર્યો છે. આ ભાગમાં કુલ 13 વાર્તાઓ છે. તેમાં આજે પણ ટૂંકી વાર્તાના સ્વરૂપની ર્દષ્ટિએ તેમજ…

વધુ વાંચો >

દ્વિવેદી, સુધાકર

દ્વિવેદી, સુધાકર (જ. 1860; અ. 1910) : ભારતીય જ્યોતિષશાસ્ત્રી. કાશીની સંસ્કૃત પાઠશાળાના અધ્યાપકપદે 1881થી તે છેક નિવૃત્તિ સુધી. તેમની આ દીર્ઘકાલીન સેવા બદલ બ્રિટિશ સરકારે તેમને ‘મહામહોપાધ્યાય’ની પદવી આપેલી. કાશીની સંસ્કૃત પાઠશાળાને સમર્પિત થયેલા જ્યોતિષશાસ્ત્રના આ પ્રતિભાશાળી અધ્યાપકે ગણિત, સંસ્કૃત, ખગોળશાસ્ત્ર, સૂર્યસિદ્ધાંત વગેરે ક્ષેત્રે અવિસ્મરણીય સેવા આપી હતી. કાશીની પાઠશાળાના…

વધુ વાંચો >

નક્ષત્રપટ

નક્ષત્રપટ : તારાઓના બધા સમૂહોને બતાવતું ચિત્ર. આકાશમાં આપણે નજર કરીએ તો અસંખ્ય તારાઓથી મઢેલું રમણીય આકાશ જોવા મળે છે. નરી આંખે બહુ જ ઓછા તારાઓ દેખાય છે, પણ વાસ્તવમાં અસંખ્ય તારાઓથી ભરેલું આકાશ જ્યારે પૃથ્વી ઉપર રહેલો માનવી જુએ છે, ત્યારે તેને તેનું પૂર્ણ દર્શન થતું નથી. તેથી અહીં…

વધુ વાંચો >

નરપતિજયચર્યા

નરપતિજયચર્યા (1097) : રાજાની દૈનિક વાર્ષિક ચર્યા, તેનાં કાર્યો અને યુદ્ધમાં મળનાર જય-પરાજય માટેના ભવિષ્યકથનના સિદ્ધાંતોનો ગ્રંથ. શકુનશાસ્ત્રોનો ગ્રંથ. લેખક નરપતિ. પિતા આમ્રદેવ ગુજરાતના ધારાનગરના વિદ્વાન જૈન. જૈનશાસ્ત્રમાં તેમની વિદ્વત્તા અપ્રતિમ હતી. નરપતિએ આ ગ્રંથ ગુજરાત પ્રદેશના તે વખતના પાટનગર અણહિલવાડ પાટણમાં રચ્યો છે. નરપતિ પણ પિતાની માફક જૈનશાસ્ત્ર, દર્શન…

વધુ વાંચો >