બંસીધર શુક્લ
આચાર્ય, શાંતિદેવ
આચાર્ય, શાંતિદેવ (જ. 650 લગભગ, સુરઠ, સૌરાષ્ટ્ર; અ. 763) : ગુજરાતના વિશ્વવિખ્યાત બૌદ્ધ આચાર્ય. તે રાજકુમાર હતા. તેઓ શ્રી હર્ષના પુત્ર શીલના સમકાલીન હોવાના ઉલ્લેખો મળે છે. તેમના પિતાનાં ભિન્ન ભિન્ન નામો મળે છે : શીલ, કલ્યાણવર્મા, મંજુવર્મા આદિ. સમકાલીન રાજા ધરસેન શ્રી હર્ષનો દૌહિત્ર હતો; પણ શ્રી હર્ષ અપુત્ર…
વધુ વાંચો >આપઘાત
આપઘાત : ઇરાદાપૂર્વક પોતાના જીવનનો અંત લાવવાની ક્રિયા અથવા સ્વયં અકુદરતી રીતે વહોરેલું મૃત્યુ. આપઘાત એ વ્યક્તિગત અને સામાજિક ગુનો બને છે. ભારત સંવિધાનનો આ એકમાત્ર એવો ગુનો છે કે જેની અપૂર્ણતા સજાને પાત્ર છે. આપઘાત કરાવવો અથવા કરવા પ્રેરવું તે પણ ફોજદારી ગુનો છે. બળી મરવું, ઝેર પીવું, ડૂબી…
વધુ વાંચો >આંતરરાષ્ટ્રીય ચલચિત્ર મહોત્સવ
આંતરરાષ્ટ્રીય ચલચિત્ર મહોત્સવ (International Film Festival) : વિવિધ દેશોમાં પ્રતિવર્ષ ઉત્તમ ચલચિત્રોની મુલવણીના હેતુથી પ્રયોજાતો ચલચિત્ર મહોત્સવ. ચલચિત્રની શોધ થઈ તે જ વર્ષે, એટલે કે 1896માં તેના મૂળ શોધકો ફ્રાન્સના લુમિયેર બંધુઓએ ભારતમાં મુંબઈમાં તેમનાં ટૂંકાં દૃશ્યો પ્રદર્શિત કર્યાં. થોડાં જ વર્ષોમાં ભારત વિશ્વનો ટોચનો ચલચિત્રનિર્માતા દેશ બન્યો. વિશ્વના પશ્ચિમ…
વધુ વાંચો >ઇન્ડિયન એક્સપ્રેસ
ઇન્ડિયન એક્સપ્રેસ : ભારતનું એક અગ્રણી અંગ્રેજી દૈનિક વર્તમાનપત્ર. 1931માં આયુર્વેદિક ડૉક્ટર પેરુમલ નાયડુએ ચેન્નાઈમાં શરૂ કરેલું, પરંતુ આર્થિક મુશ્કેલીને કારણે ‘ફ્રી પ્રેસ જર્નલ’ના એસ. સદાનંદને વેચી દીધું. કોર્ટમાં કેસ જીતીને રામનાથ ગોયેન્કા નામના ઉદ્યોગપતિએ 1937માં ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ દૈનિકપત્ર હસ્તગત કર્યું. અખિલ ભારતીય સ્વરૂપના વર્તમાનપત્રનું સ્થાન વર્ષોથી મુંબઈના અંગ્રેજી દૈનિક…
વધુ વાંચો >ઇન્ડિયા ટુડે
ઇન્ડિયા ટુડે : ભારતમાં સૌથી વધારે ફેલાવો ધરાવતું અંગ્રેજી સાપ્તાહિક સમાચારપત્ર. તે હિન્દી ભાષામાં પણ પ્રગટ થાય છે. સ્થાપના દિલ્હીમાં 15 ડિસેમ્બર 1975ના દિવસે થઈ. તેનાં કદ તથા દેખાવ અમેરિકાના ‘ટાઇમ’ વૃત્તસાપ્તાહિકને અનુસરતાં રાખવામાં આવેલ છે. કિનારે રાતો પટો, ઉપર મધ્યે મોટા અક્ષરે પત્રનું નામ તથા પ્રમુખ સમાચારનું ચિત્ર અને…
વધુ વાંચો >ઉમેશ કવિ
ઉમેશ કવિ (જ. 31 જાન્યુઆરી 1909, ગોમટા, તા. ગોંડલ, જિ. રાજકોટ) : ગુજરાતી કવિ અને નાટ્યકાર. મૂળ નામ : ઉમેશ ગૌરીશંકર મહેતા. ઉછેર અને પ્રાથમિક શિક્ષણ ગોંડલ રાજ્યના ગોમટા ગામમાં. માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં લીધું. શિક્ષણ પૂરું કરી આજીવિકા માટે ગોંડલ રાજ્યની રેલવેમાં જોડાયા. તે પછી થોડો સમય ભાવનગર બંદર કાર્યાલયમાં…
વધુ વાંચો >એ. પી.
એ. પી. (1956) : એસોસિયેટેડ પ્રેસ નામની સમાચાર-સંસ્થાનું ટૂંકું નામ. સ્થાપના અમેરિકામાં ન્યૂયૉર્કમાં થઈ. ઓગણીસમી સદીના આરંભથી અમેરિકી પ્રજાને યુરોપનાં પોતાનાં મૂળ વતન એવા દેશોની નવાજૂની વિશે આતુરતા રહેતી. સાચું કહીએ તો તેમના માટે એ જ સમાચાર હતા. વાચકોની માગ સંતોષવા ન્યૂયૉર્કનાં વર્તમાનપત્રોએ ત્રીજા દાયકામાં સમાચાર એકત્ર કરવા સવારનાં પત્રોનું…
વધુ વાંચો >ઍલેક્ઝાંડ્રિયાનું ગ્રંથાલય
ઍલેક્ઝાંડ્રિયાનું ગ્રંથાલય, ઇજિપ્ત : પ્રાચીન વિશ્વનાં ગ્રંથાલયોમાં સૌથી જાણીતું થયેલું ઇજિપ્તના ઍલેક્ઝાંડ્રિયા બંદરનું ગ્રંથાલય. ઈ. પૂ. ત્રીજી સદીમાં તેની ભવ્ય પરંપરાનો આરંભ થયો. ઇજિપ્તના ગ્રીક રાજાઓના ટૉલેમી વંશે તેની સ્થાપના કરી અને દીર્ઘ કાળ સુધી તેની જાળવણી કરી. પ્રારંભિક આયોજન ડિમિટ્રિયસ ફેલેરિયસે કર્યું. તેનો ઍથેન્સના ગ્રંથાલયનો અનુભવ તેને કામ આવ્યો.…
વધુ વાંચો >કાલાણી, હેમુ
કાલાણી, હેમુ (જ. 23 જાન્યુઆરી 1923, જૂન સખર, પાકિસ્તાન; અ. 21 જાન્યુઆરી 1943, જૂન સખર, પાકિસ્તાન) : ‘હિંદ છોડો’ ચળવળ દરમિયાન શહીદ થયેલ સિંધી યુવાન. તેમનાંમાં બચપણથી જ રાષ્ટ્રીય ભાવના હતી. કસરતબાજ હેમુ સખરના લેન્સડાઉન પુલ ઉપરથી સિંધુ નદીમાં કૂદી પડતો અને તરીને સામે કિનારે નીકળી જતો. શરીર ખડતલ, તે…
વધુ વાંચો >ગુજરાત (ધર્મ અને સંસ્કૃતિથી ગુજરાતી ભાષા અને સાહિત્ય)
ગુજરાત ધર્મ અને સંસ્કૃતિ ધર્મ–સંપ્રદાય ગુજરાતમાં આનર્ત, સુરાષ્ટ્ર, લાટ અને તેની દક્ષિણે અપરાન્ત સુધીના પ્રદેશનો સમાવેશ થતો હતો. ભારતની પશ્ચિમેથી આથર્વણો અને પશ્ચિમોત્તર દિશામાંથી શર્યાતો અહીં આવ્યા ત્યારે સંભવત: વૈદિક ધર્મનાં છૂટાંછવાયાં કેન્દ્રો ઉત્તર ગુજરાત, લાટ અને નર્મદાતટ તથા કચ્છ-સુરાષ્ટ્રમાં હતાં. શર્યાતિએ તેના પુત્ર આનર્તને આ પ્રદેશનું રાજ્ય સોંપ્યું ત્યારથી…
વધુ વાંચો >