પ્રીતિ શાહ

અકિલા

અકિલા : ગુજરાતનાં સાંજનાં દૈનિકોમાં સૌથી વધુ (63,000 નકલ) ફેલાવો ધરાવતું અને રાજકોટથી પ્રસિદ્ધ થતું દૈનિક. 15 ઑગસ્ટ 1978થી પ્રારંભ. તે અગાઉ ‘અકિલા’ બે વર્ષ પખવાડિક રૂપે શિક્ષણજગતના સમાચારો પ્રગટ કરતું હતું. મોરબી હોનારત બાદ તરત જ દૈનિકના કદનાં બે પાનાંથી શરૂઆત થયેલી. હાલ રોજનાં 12 પૃષ્ઠ અને શનિવારે 20…

વધુ વાંચો >

કોઠારી – કકલભાઈ

કોઠારી, કકલભાઈ (જ. 1892; અ. 1966) : ગુજરાતના એક નીડર પત્રકાર, ઉદ્દામવાદી વિચારક અને લેખક. 1923માં અમૃતલાલ શેઠના ‘સૌરાષ્ટ્ર’માં જોડાઈને કકલભાઈએ દેશસેવાના સાધન તરીકે પત્રકારત્વને અપનાવ્યું. 1932માં છ મહિનાના કારાવાસ બાદ, બંધ પડેલા ‘સૌરાષ્ટ્ર’ને ‘ફૂલછાબ’ રૂપે પ્રગટ કર્યું અને ર્દષ્ટિપૂર્ણ સંપાદન તેમજ નિર્ભીક લખાણોથી જાણીતા બન્યા. 1936માં ‘નવસૌરાષ્ટ્ર’ સાપ્તાહિક અને…

વધુ વાંચો >

ક્રિશ્ચિયન સાયન્સ મૉનિટર

ક્રિશ્ચિયન સાયન્સ મૉનિટર : અમેરિકાનું પ્રતિષ્ઠિત અખબાર. 1908માં મેરી બેકર એડીએ લોકપ્રિય વર્તમાનપત્રોમાં આવતા સનસનાટીભર્યા સમાચારો અને રજૂઆતના વિરોધ રૂપે અમેરિકાના બૉસ્ટન શહેરમાંથી આ દૈનિક પ્રગટ કર્યું. સમાચારોની વિચારપૂર્ણ રજૂઆત અને રાજકીય, સામાજિક અને આર્થિક વિકાસના દીર્ઘર્દષ્ટિભર્યા વિશ્લેષણને કારણે આ અખબાર અમેરિકાનું અત્યંત પ્રતિષ્ઠિત વર્તમાનપત્ર બન્યું. પ્રથમ દાયકામાં રાષ્ટ્રીય વાચકવર્ગને…

વધુ વાંચો >

ક્રૉસવર્ડ પઝલ

ક્રૉસવર્ડ પઝલ : બૌદ્ધિક આનંદ આપતી શબ્દગોઠવણીની રમત. વિશ્વના મોટા ભાગના લોકો ક્રૉસવર્ડ પઝલ ઉકેલવાનો આનંદ માણે છે. તેમાં ચોરસની નીચે આપવામાં આવેલી ચાવીઓ પરથી યોગ્ય શબ્દ શોધીને ઊભા-આડા ચોરસમાં મૂકવાનો હોય છે. 1913માં નાતાલની રજાઓમાં ‘ન્યૂયૉર્ક વર્લ્ડ’ વર્તમાનપત્રના સંપાદક આર્થર વેન રવિવારની પૂર્તિના મનોરંજન વિભાગ માટે કંઈક નવું શોધતા…

વધુ વાંચો >

ખેડા વર્તમાન

ખેડા વર્તમાન (સ્થાપના : 1 જાન્યુઆરી 1861) : ગુજરાતનું સૌથી જૂનું સાપ્તાહિક. કહાનદાસ શેઠ અને પાનાચંદ શેઠે ખેડા જેવા નાના ગામમાંથી જિલ્લાના વિકાસના સમાચાર પૂરા પાડવા માટે ‘ખેડા વર્તમાન’ શરૂ કરવાનું સાહસ કર્યું ત્યારે માત્ર બે-ત્રણ શહેરોમાં જ છાપાં વંચાતાં હતાં. પ્રારંભમાં ચાર પાનાંનું આ સાપ્તાહિક 20 વર્ષ પછી ‘ગુજરાતી’…

વધુ વાંચો >

ગનેઆન પરસારક (જ્ઞાનપ્રસારક)

ગનેઆન પરસારક (જ્ઞાનપ્રસારક) : ગુજરાતી પત્રકારત્વના આરંભકાળના સમયનું, પારસીઓ દ્વારા પ્રગટ થતું શિક્ષિતો માટેનું ચોપાનિયું. દાદાભાઈ નવરોજીએ પોતાના મિત્રો સાથે મળીને જ્ઞાન પ્રચારક મંડળીની સ્થાપના કરી. 1849ની પહેલી જુલાઈએ ‘ગનેઆન પરસારક’ નામનું એક ચોપાનિયું પ્રગટ કર્યું એના પર આ જ નામ લખાતું, છપાતું અને બોલાતું એમાંય અક્ષરનો ઉપયોગ કરવામાં આવતો…

વધુ વાંચો >

ગુજરાત (લલિતકલાઓથી સમૂહમાધ્યમો)

ગુજરાત લલિતકલાઓ સ્થાપત્યકલા ગુજરાતમાં સ્થાપત્યકલાના અવશેષો આદ્ય-ઐતિહાસિક કાલ જેટલા પુરાણા છે. લોથલ, રંગપુર, રોઝડી, આમરા, લાખાબાવળ, પ્રભાસ સોમનાથ, નખત્રાણા, પાબુમઠ, સુરકોટડા, ધોળાવીરા વગેરે ગુજરાતની આદ્ય-ઐતિહાસિક સંસ્કૃતિનાં કેન્દ્રો છે. સ્થાપત્યકીય સ્મારકોની દૃષ્ટિએ લોથલ અને ધોળાવીરા નોંધપાત્ર છે. લોથલનું ખોદકામ ડૉ. એસ. આર. રાવના માર્ગદર્શન નીચે થયું હતું. લોથલનું નગર સારી રીતે…

વધુ વાંચો >

ગુજરાત શાળાપત્ર

ગુજરાત શાળાપત્ર : શિક્ષણને લગતું સરકારી ગુજરાતી સામયિક. ઈ. સ. 1862ના જુલાઈમાં શિક્ષણ અને કેળવણીના પ્રશ્નોની ચર્ચા કરવા, શિક્ષક-વિદ્યાર્થીના સંબંધો વિકસાવવા અને શિક્ષણક્ષેત્રે થતાં સંશોધનો તથા નવા પ્રયોગોની શિક્ષકોને જાણકારી આપવા માટે મુંબઈ સરકારના શિક્ષણખાતા તરફથી મહીપતરામ રૂપરામ નીલકંઠના તંત્રીપદે ‘ગુજરાત શાળાપત્ર’ સામયિકનો પ્રારંભ થયો. શાળાપત્રમાં મહીપતરામે એમના પરદેશગમન અંગે…

વધુ વાંચો >

ગુજરાતી (સામયિક)

ગુજરાતી (સામયિક) : ઓગણીસમી સદીનું મુંબઈનું પહેલું હિન્દુ ગુજરાતી સાપ્તાહિક. તે તત્કાલીન સમયમાં અને પછી પણ ગુજરાતી ભાષાનાં સાપ્તાહિકો માટે નમૂનારૂપ બની રહ્યું હતું. મુંબઈનાં અખબારો પારસીઓ દ્વારા પ્રગટ થતાં હોવાથી હિંદી પ્રજાના વિચારો પ્રગટ કરવાનું અને તેને માર્ગદર્શન આપવાનું ધ્યેય રાખીને મુંબઈથી આ સાપ્તાહિક પ્રકાશિત થયું. કવિ નર્મદે આ…

વધુ વાંચો >

ચક્રવર્તી, નિખિલ

ચક્રવર્તી, નિખિલ (જ. 3 નવેમ્બર 1913, સિલ્ચર, અસમ; અ. 27 જૂન 1998) : ભારતના અગ્રણી પત્રકાર. 1962માં ‘મેનસ્ટ્રીમ’ના સહ-સ્થાપક તંત્રી અને 1967થી તેના સંપાદક. ઘણાં અખબારોના કૉલમલેખક. ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં વ્યાખ્યાતા તરીકે કામગીરી બજાવી. 1944થી 1946 દરમિયાન ચીનની ‘પીપલ્સ વૉર’ સમયે ખાસ ખબરપત્રી તરીકે સેવા આપેલી. 1957થી 1962 સુધી ઇન્ડિયન પ્રેસ…

વધુ વાંચો >