પ્રવીણ દરજી

અખેપાતર

અખેપાતર (1999) : બિન્દુ ભટ્ટની બીજી નીવડેલી નવલકથા. અગાઉની ‘મીરાં યાજ્ઞિકની ડાયરી’માં વિરૂપતા વચ્ચે સૌંદર્ય શોધતી સ્ત્રીની મનોસૃષ્ટિ શબ્દાકૃત થઈ હતી તો અહીં જીવનના અનેક ઝંઝાવાતોને અતિક્રમી અશ્રદ્ધાઓ વચ્ચે શ્રદ્ધા ઉપર આવી વિરમતી એક સ્ત્રીની વાસ્તવમઢી કથા છે. એ રીતે ‘અખેપાતર’ એક સ્ત્રીની, અક્ષયપાત્ર જેવી એક સ્ત્રીની, સંવેદનસૃષ્ટિને તાકે–તાગે છે.…

વધુ વાંચો >

અપદ્યાગદ્ય

અપદ્યાગદ્ય : કવિ ન્હાનાલાલના નામ સાથે જોડાઈ ગયેલી, ગુજરાતી સાહિત્યની એક મહત્ત્વપૂર્ણ છંદશોધઘટના. ‘અપદ્યાગદ્ય’નો કવિશ્રીનો આ નવતર પ્રયોગ ‘ડોલનશૈલી’ તરીકે વધુ ઓળખાતો આવ્યો છે. ગુજરાતીમાં પ્રવાહી પદ્યની શોધ નર્મદના વીરવૃત્ત, કેશવલાલ ધ્રુવના વનવેલી વગેરેમાં જોઈ શકાય છે. અગેય પૃથ્વીને પ્રવાહી રૂપ આપવાનો પ્રયત્ન પ્રો. બળવંતરાય ઠાકોરે પણ કર્યો છે. પણ…

વધુ વાંચો >

અમે બધાં

અમે બધાં (1936) : ગુજરાતી હાસ્યરસિક નવલકથા. તેના લેખક ધનસુખલાલ કૃ. મહેતા અને જ્યોતીન્દ્ર દવે છે. આ વિનોદપ્રધાન નવલકથાના સર્જન પાછળ સૂરતનાં અદૃશ્ય થતાં જતાં જીવન અને વાતાવરણને શબ્દમાં ઝીલી લેવાં એવો આશય છે. એ રીતે અહીં સૂરત અને એના સમાજજીવનનું એ કાળનું તાશ ચિત્ર ઊપસ્યું છે. સત્તાવીસ જેટલાં પ્રકરણોમાં…

વધુ વાંચો >

એકાંકી

એકાંકી એક અંકવાળું નાટક. અંગ્રેજી ઉપરાંત અર્વાચીન ભારતીય ભાષાઓમાં જોવા મળતા એકાંકીના સ્વરૂપની રચના પશ્ચિમને આભારી છે. તેના વિકાસનો ઇતિહાસ સોએક વર્ષથી વધુ જૂનો નથી. સંસ્કૃતમાં ચૌદ જેટલા એક-અંકી પ્રકારોની ગણતરી કરવામાં આવી છે. એમાં ભાણ, વીથિ, અંક, વ્યાયોગ, પ્રહસન, ઇહામૃગ, રાસક, વિલાસિકા, ઉલ્લાપ્ય, શ્રીગદિત વગેરેનો સમાવેશ થાય છે. પરંતુ…

વધુ વાંચો >

એસેઝ (બેકન)

એસેઝ (બેકન) : વિખ્યાત અંગ્રેજ લેખક બેકનના નિબંધો. કિંગ જેમ્સના શાસન દરમિયાન ઍટર્ની જનરલ ને લૉર્ડ હાઈ ચાન્સેલરના પદ સુધી પહોંચનાર સર ફ્રાન્સિસ બેક(1561-1626)ના નિબંધોથી અંગ્રેજી ભાષામાં નવું સાહિત્યસ્વરૂપ શરૂ થયેલ. તેના લેખકને 1621માં લાંચ લેવાના આરોપસર 40,000 પાઉન્ડ દંડ ને કેદની સજા થાય છે. તે વિપરીત સંજોગો તેમને લેખન…

વધુ વાંચો >

એસેઝ (મૉન્તેન)

એસેઝ (મૉન્તેન) : નિબંધનો સૌપ્રથમ પ્રયોગ કરનાર ફ્રેન્ચ લેખક માઇકેલ-દ-મૉન્તેન(જ. 28 ફેબ્રુઆરી 1533, બારેદા, ફ્રાન્સ; અ. 13 સપ્ટેમ્બર 1592)ના નિબંધો. તેમના ઘડતરમાં જ્યૉર્જ બૂચનાન, માર્ક આન્તવેન મૂર જેવા શિક્ષકોનું માર્ગદર્શન અને બોએટીની મૈત્રી નોંધપાત્ર પરિબળો હતાં. દેશની લગભગ આંતરવિગ્રહ જેવી અરાજકતાથી તથા કૌટુંબિક જીવનમાં ઉપરાઉપરી મૃત્યુની કરુણ ઘટનાઓથી અત્યંત ખિન્ન…

વધુ વાંચો >

એસેઝ ઑવ્ ઇલિયા

એસેઝ ઑવ્ ઇલિયા : લલિત નિબંધના પ્રવર્તક વિખ્યાત નિબંધકાર ચાર્લ્સ લૅમ્બ(જ. 10 ફેબ્રુઆરી 1775, લંડન; અ. 27 ડિસેમ્બર 1834, એડમન્ટન)ના નિબંધો. 17 વર્ષની નાની વયે ઈસ્ટ ઇન્ડિયા હાઉસમાં નોકરી સ્વીકારી અને 1825માં ત્યાંથી નિવૃત્ત થયા. યુવાન વયનો નિષ્ફળ પ્રેમપ્રસંગ તેમના ચિત્તતંત્ર માટે ભૂકંપરૂપ ઘટના બની રહ્યો. માનસિક તણાવના એ દિવસોમાં…

વધુ વાંચો >

કચ્છનું સંસ્કૃતિદર્શન

કચ્છનું સંસ્કૃતિદર્શન (1959) : કચ્છની સંસ્કૃતિનું સર્વગ્રાહી દર્શન કરાવતો ગ્રંથ. લેખક રામસિંહજી કા. રાઠોડ. તેનાં 278 જેટલાં પૃષ્ઠોમાં અને 31 પ્રકરણોમાં કચ્છના ઇતિહાસ અને સંસ્કૃતિનું પ્રમાણમાં શ્રદ્ધેય કહી શકાય તેવું ચિત્ર મળે છે. એ માટે લેખકે પ્રાચીન ગ્રંથો, વિદેશીઓના લેખો, તામ્રપત્રો, સિક્કા, શિલાલેખો, લોકગાથાઓ, પાળિયા, મંદિરો, કળાના નમૂના વગેરેનો અહીં…

વધુ વાંચો >

કવિની શ્રદ્ધા (1972)

કવિની શ્રદ્ધા (1972) : ઉમાશંકર જોશીનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કૃત સત્તર વિવેચનલેખોનો સંગ્રહ. ઉમાશંકરની પક્વ વિવેચનશક્તિના નિદર્શક આ સંગ્રહમાં સિદ્ધાંતનિષ્ઠ અને કૃતિનિષ્ઠ વિવેચનાના કેટલાક મૂલ્યવાન લેખો ઉપરાંત પશ્ચિમના કેટલાક મહત્વપૂર્ણ સર્જકો વિશેના લેખો પણ સંઘરાયેલા છે. ઉમાશંકરમાં બેઠેલો તેજસ્વી અધ્યાપક, એમનું સર્જકત્વ અને અંગ્રેજી-સંસ્કૃત ભાષાનું તેમનું ઊંડું અધ્યયન એ સર્વનો…

વધુ વાંચો >

કાપડિયા, કુન્દનિકા

કાપડિયા, કુન્દનિકા (જ. 11 જાન્યુઆરી 1927, લીંબડી) : અગ્રણી ગુજરાતી વાર્તાકાર. પિતાનું નામ નરોત્તમદાસ, પતિ મકરંદ દવે. ઉપનામ ‘સ્નેહધન’. વાર્તા, નવલકથા અને નિબંધક્ષેત્રે અર્પણ. પ્રારંભનું પ્રાથમિક-માધ્યમિક કક્ષાનું શિક્ષણ પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં. 1948માં ભાવનગરમાંથી બી.એ. થયાં. મુખ્ય વિષયો રાજકારણ અને ઇતિહાસ. ‘યાત્રિક’ અને ‘નવનીત’નાં સંપાદક તરીકેની ઊજળી કામગીરી પણ…

વધુ વાંચો >