પ્રવીણ દરજી

માંકડ, મોહમ્મદભાઈ વલીભાઈ

માંકડ, મોહમ્મદભાઈ વલીભાઈ (જ. 13 ફેબ્રુઆરી 1928, પાળિયાદ, જિ. ભાવનગર) : ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર, અનુવાદક, બાલસાહિત્યકાર અને કટારલેખક. અભ્યાસ ઇન્ટર સાયન્સ સુધીનો. આરંભે બોટાદની હાઈસ્કૂલમાં દસેક વર્ષ શિક્ષક તરીકે કાર્ય. તે પછી માત્ર લેખનકાર્યનો જ વ્યવસાય તરીકે સ્વીકાર. દરમિયાન સુરેન્દ્રનગરમાં નિવાસ. ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના તેઓ પ્રથમ અધ્યક્ષ. તે…

વધુ વાંચો >

મુનશી, લીલાવતી

મુનશી, લીલાવતી (જ. 23 મે 1899, અમદાવાદ; અ. 6 જાન્યુઆરી, 1978, મુંબઈ) : ચરિત્રાત્મક નિબંધનાં ગુજરાતી લેખિકા. શાળાકીય અભ્યાસ માત્ર 4 ધોરણ સુધીનો જ, પણ પછી આપબળે ઘેર રહીને અંગ્રેજી તેમજ સંસ્કૃત જેવી ઇતર ભાષાઓ ઉપર પ્રભુત્વ મેળવ્યું. નવી નારીનાં લગભગ બધાં લક્ષણો – સાહિત્યપ્રીતિ, સ્વાતંત્ર્યપ્રીતિ, સ્ત્રીસ્વાતંત્ર્ય, પ્રણાલિકાભંજન – વગેરે…

વધુ વાંચો >

લઘુનવલ – સ્વરૂપ અને વિકાસ

લઘુનવલ – સ્વરૂપ અને વિકાસ : નવલકથાનું હાડ અને હાર્દ ધરાવતું સંક્ષિપ્ત કથાસ્વરૂપ. ‘લઘુનવલકથા’ Novelette કે Novellaનો ગુજરાતી પર્યાય છે. એમાં શબ્દના ઇટાલિયન મૂળને લક્ષમાં રાખીએ તો ‘કથા’ અથવા ‘સ્ટોરી’નો અંશ વિશેષ રૂપે અભિપ્રેત છે. ગુજરાતીમાં કેટલાક લઘુનવલકથા જેવા અલગ પ્રકારને સ્વીકારવાના મતના નથી. તેઓ તેને નવલકથા-સ્વરૂપના જ એક નવ્ય…

વધુ વાંચો >

લૅમ્બ ચાર્લ્સ

લૅમ્બ, ચાર્લ્સ (જ. 10 ફેબ્રુઆરી 1775, લંડન; અ. 27 ડિસેમ્બર 1834, એડમન્ટન, મિડલસેક્સ) : અંગ્રેજ નિબંધકાર, વિવેચક, નાટ્યકાર અને કવિ. ‘એસેઝ ઑવ્ ઇલિયા’માં સંગૃહીત નિબંધોએ તેમને જગપ્રસિદ્ધ કર્યા. પિતા જૉન લૅમ્બનું રેખાચિત્ર ‘ધી ઓલ્ડ બેન્ચર્સ ઑવ્ ધી ઇનર ટેમ્પલ’ના વકીલ સૅમ્યુઅલ સૉલ્ટના કારકુન તરીકે કરેલું છે. ‘ક્રાઉન ઓફિસ રો’ તરીકે…

વધુ વાંચો >

વિતાન સુદ બીજ (1989)

વિતાન સુદ બીજ (1989) : ગુજરાતી કવિ શ્રી રમેશ પારેખનો સાતમો કાવ્યસંગ્રહ. સાતત્યપૂર્ણ કાવ્યયાત્રાના આ કવિએ તે પછી પણ અન્ય કાવ્યસંગ્રહો આપ્યા છે. પોતાના જ નામમાં નહિ સમાઈ શકતા આ કવિએ સુમાર વિનાના વિષયો ઉપર કવિતા કરી છે. સંવેદનની અનેક લીલાઓને તેમણે શબ્દમાં ઉતારી છે ને એમ ભાષાક્રીડાનાં પણ પાર…

વધુ વાંચો >

શૈલી

શૈલી : સાહિત્યની લેખનરીતિના સંદર્ભમાં વપરાતો શબ્દ. અંગ્રેજી ભાષામાંના ‘style’ના પર્યાય રૂપે ગુજરાતમાં યોજાયેલી સંજ્ઞા. અંગ્રેજી ‘style’ શબ્દ મૂળ લૅટિન ભાષામાંથી ઊતરી આવ્યો છે, ત્યાં તે વિભિન્ન અર્થમાં યોજાતો જોવા મળ્યો છે. ‘પાષાણ, અસ્થિ કે ધાતુ વગેરેમાંથી બનાવેલી કલમ’ એ અર્થમાં લૅટિન ભાષામાં આ સંજ્ઞાનો ઉપયોગ થયો છે. પછી ‘લખવાની…

વધુ વાંચો >

સૌંદર્યવાદ (aestheticism)

સૌંદર્યવાદ (aestheticism) : ‘સૌંદર્ય’, ‘સૌંદર્યશાસ્ત્ર’ અને ‘સૌંદર્યવાદ’ – આ ત્રણેય સંજ્ઞાઓ પરસ્પર સંકળાયેલી છે. બાહ્ય કે આંતર, ઇન્દ્રિયગ્રાહ્ય કે ઇન્દ્રિયાતીત ‘સૌંદર્ય’ (beauty) માનવજાતના રસનો વિષય રહ્યું છે. માનવસર્જિત સૌંદર્ય પણ એમાંથી જ એક યા બીજા રૂપે પ્રેરણા લઈ જન્મ્યું છે. આવા ‘સૌંદર્ય’ વિષયે સમયે સમયે જે વિચારણા થતી રહી તેમાંથી…

વધુ વાંચો >

સૌંદર્યશાસ્ત્ર

સૌંદર્યશાસ્ત્ર ‘સૌંદર્ય’ જેવી સંજ્ઞા પ્રથમ નજરે ઘણી પરિચિત લાગે છે, સરળ પણ; છતાં ‘સૌંદર્ય’નું અર્થઘટન કરવા બેસીએ છીએ ત્યારે તેના વિવિધ અર્થસંકેતો – વિવિધ અર્થચ્છાયાઓ ઊઘડતી આવે છે. તેનાં બહિર્ અને ચેતનાગત રૂપો, સૌંદર્યવિષયક વિવિધ વિભાવો, સૌંદર્યતત્વનું સમયે સમયે થતું રહેલું પરામર્શન – એ સર્વનો વિચાર કરતાં ત્યારે એ સંજ્ઞાની…

વધુ વાંચો >