પ્રમોદ રતિલાલ શાહ

અજીવજનન

અજીવજનન (abiogenesis) : નિર્જીવ પદાર્થમાંથી સજીવની ઉત્પત્તિ સૂચવતી માન્યતા. જીવની ઉત્પત્તિ ક્યારે અને કેવી રીતે થઈ તે જીવવિજ્ઞાનનો રહસ્યમય કોયડો છે. વૈજ્ઞાનિક કે આધ્યાત્મિક માર્ગ પર ચૈતન્યના પ્રારંભિક ઊગમનો સીધો પુરાવો ઉપલબ્ધ નથી. એટલે તેને અંગે વિવિધ અટકળો બધી પ્રજાઓએ કરેલી છે. ઍરિસ્ટોટલે નાઇલ નદીના પટમાં ચિયાની જાત, દેડકાં, માછલીઓ…

વધુ વાંચો >

અનુકૂલન (જીવવિજ્ઞાન)

અનુકૂલન (જીવવિજ્ઞાન) (adaptation) : વનસ્પતિ કે પ્રાણી પોતાના પર્યાવરણમાં વસવા કે ટકી રહેવાની ક્ષમતા પામે એવી પ્રક્રિયા. વારસાગત લક્ષણો નૈસર્ગિક પસંદગીની અસરોનો સમન્વય સાધે તે અનુકૂલન. દેખીતી રીતે સરખાં જણાતાં સજીવો પણ બંધારણ, કાર્યો, વિકરણ, રક્ષણ, ભક્ષણ, પ્રજનનની રીત અને વિકાસની બાબતોમાં વિભિન્ન અનુકૂલનો ધરાવે છે. અનુકૂલનમાં પોતાને અનુકૂળ પર્યાવરણમાં…

વધુ વાંચો >

અનુપૂરક સ્થાપન કસોટી

અનુપૂરક સ્થાપન કસોટી (complement fixation test) : દ્રવ્ય-પ્રતિદ્રવ્ય(antigen-antibody)ના સંયોજનમાં અનુપૂરકના સ્થાપનના સિદ્ધાંત પર આધારિત કસોટી, જે રક્તરસશાસ્ત્ર(serology)માં ઘણી ઉપયોગી છે. દ્રવ્ય કે પ્રતિદ્રવ્ય એકલાં સાથે અનુપૂરકો સ્થાપન કરી શકાતાં નથી. આ કસોટીમાં દ્રવ્ય, દરદીનું રક્તજલ (patient’s serum : પ્રતિદ્રવ્યના સ્રોત તરીકે) અને અનુપૂરકને ભેગાં કરી 370 સે. તાપમાને 30 મિનિટ…

વધુ વાંચો >

અનુરોપસંવર્ધન

અનુરોપસંવર્ધન (seed-culture) : શુદ્ધ, સક્રિય અને લાંબા સમય સુધી સ્થિર રહી શકે તેવા સૂક્ષ્મજીવોની નિયત સંખ્યા ધરાવતું સંવર્ધન. આથવણ-ઉદ્યોગોમાં અંત્ય નીપજનું ઓછા સમયમાં વધુ ઉત્પાદન મેળવવા માટે તેનો ઉપયોગ થાય છે. સંવર્ધનને પ્રથમ 500 મિલી. જેટલા વૃદ્ધિપોષક માધ્યમમાં અને ત્યારબાદ પાંચ લીટર જેટલા વૃદ્ધિપોષક માધ્યમમાં ઉછેરી અનુરોપન ટાંકીમાં લઈ જવામાં…

વધુ વાંચો >

અપચય

અપચય (catabolism) : જીવંત કોષોમાં ચાલતી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓનો એક પ્રકાર. તે દરમ્યાનમાં જટિલ અણુઓનું ઉત્સેચકોની મદદથી સાદા અણુઓમાં વિઘટન કે ઉપચયન થાય છે અને શક્તિ પ્રાપ્ત થાય છે. સામાન્યપણે વિમુક્ત કાર્યશક્તિનો ઉપયોગ સજીવોની જૈવ ક્રિયામાં કરવામાં આવે છે. જોકે બધી અપચયી પ્રક્રિયાઓ માત્ર કાર્યશક્તિના વિનિયોગ સાથે સંકળાયેલી નથી. અપચયી…

વધુ વાંચો >

આર્થસ પ્રતિક્રિયા

આર્થસ પ્રતિક્રિયા (Arthus Reaction) : મૉરિસ આર્થસ નામના ફ્રેંચ શરીર-ક્રિયાવિજ્ઞાની(physiologist)ના નામથી જાણીતી ત્વરિત અતિસંવેદનશીલતા (hypersensitivity)નો એક પ્રકાર. જ્યારે પ્રાણીશરીરમાં ચામડીની નીચે પ્રતિક્ષેપન (injection) દ્વારા દ્રાવ્ય પ્રતિજન (antigen) દાખલ કરવામાં આવે છે ત્યારે તે પ્રાણીશરીરમાં આવેલ પ્રતિદ્રવ્ય (antibody) સાથે પ્રક્રિયા કરતાં પ્રતિજન-પ્રતિદ્રવ્ય પ્રકારનો સંકીર્ણ પદાર્થ બને છે, જે રક્તવાહિનીઓમાં અવક્ષિપ્ત થાય…

વધુ વાંચો >

ઇન્ટરફેરૉન

ઇન્ટરફેરૉન (interferon) : વિષાણુઓ સામે રક્ષણ આપવા માટે માનવી અને સસ્તન પ્રાણીઓના શરીરમાં તાત્કાલિક ઉત્પન્ન થતાં પ્રોટીનો. પ્રતિવિષાણુ(antiviral) પરિસ્થિતિના નિર્માણ માટે ઇન્ટરફેરૉન ત્રણ ઉત્સેચકોની ઑલિગોન્યુક્લિયોટાઇડ સિન્થેટેઝ (oligonucleotide synthetase), એન્ડોન્યૂક્લિયોઝ (endonuclease), અને કિનેઝ(Kinase)ની મદદ લે છે. જ્યાં સુધી સંવેદનશીલ કોષને વિષાણુનો ચેપ ન લાગે ત્યાં સુધી આ ઉત્સેચકો સુષુપ્ત રહે છે.…

વધુ વાંચો >

ઈ. કોલિ (Escherichea coli)

ઈ. કોલિ (Escherichea coli) : ઑક્સિજનની ગેરહાજરીમાં અવાયુજીવન પસાર કરનાર ગ્રામ-ઋણી (gramnegative) ઍન્ટેરોબૅક્ટેરિયેસી કુળના દંડાકાર બૅક્ટેરિયાની એક જાત. સૂક્ષ્મજીવવિજ્ઞાની ઇશેરિકે આ સૂક્ષ્મજંતુઓને સૌપ્રથમ ઈ. સ. 1885માં બાળકોના મળમાં જોયા. તંદુરસ્ત મનુષ્યનાં આંતરડાંમાં તે હજારોની સંખ્યામાં જોવા મળે છે. સામાન્યપણે તે અરોગકારક (non-pathogenic) હોય છે. અજારક શ્વસનથી તે ગ્લુકોઝ જેવાં કાર્બોદિતોનું…

વધુ વાંચો >

ઍક્ટિનોમાયસીટ

ઍક્ટિનોમાયસીટ : લાંબા તંતુમય કોષો અથવા કવકતંતુવાળા (hyphae), સ્કિઝોમાયસીટ વર્ગના બૅક્ટેરિયા. ફૂગના જેવા દેખાતા આ બૅક્ટેરિયા સામાન્યપણે શાખાપ્રબંધિત હોય છે. કુદરતમાં તે સારી રીતે પ્રસરેલા હોય છે. મુખ્યત્વે તે વાયુજીવી (aerobic) હોય છે. જોકે કેટલાક અવાયુજીવી પણ છે. કવકતંતુઓ 1.5 m કદ કરતાં વધારે લાંબા હોતા નથી. તે કૉનિડિયા કે…

વધુ વાંચો >

એડેનોવિષાણુ

એડેનોવિષાણુ (adenovirus) : તાવ સાથેની શરદી, તેમજ અન્ય શ્વસનતંત્રીય રોગો માટે જવાબદાર વિષાણુઓનો એક સમૂહ. તે મુખ્યત્વે કાકડા અને એડેનાઇડ ગ્રંથિઓ સાથે સંકળાયેલા જોવા મળે છે. કેટલાક માનવીય એડેનોવિષાણુઓનું પ્રતિક્ષેપન (injection) હૅમ્સ્ટર પ્રકારના નવજાત ઉંદરોમાં કરવામાં આવતાં શરીરમાં દુર્દમ્ય અર્બુદ (malignant tumour) ઉત્પન્ન કરે છે. તેના પ્રભાવક (infective) કણો 70…

વધુ વાંચો >