પ્રદ્યુમ્ન ભ. ખાચર

યુઅન શ્વાંગ

યુઅન શ્વાંગ (જ. 605, હોનાન ફુ, ચીન; અ. 13 ઑક્ટોબર 664) : સાતમી સદીમાં ભારતમાં આવેલ ચીની પ્રવાસી. તે ભારતમાં આવેલ વિશ્વપ્રસિદ્ધ બૌદ્ધ પ્રવાસી હતો. તેના દાદા ચીનના જાણીતા વિદ્વાન અને બેજિંગ મહાવિદ્યાલયના આચાર્ય હતા. તે બાળપણમાં એકાંતમાં બેસી ધર્મગ્રંથો વાંચતો હતો. પોતાના ભિક્ષુક ભાઈ સાથે મઠમાં પણ જતો. મોટા…

વધુ વાંચો >

રાજરાજ

રાજરાજ (શાસનકાળ 985-1014) : દક્ષિણ ભારતનો ચોલવંશનો મહાન રાજા. તે રાજરાજ સુંદર ચોલનો પુત્ર હતો અને ઈ. સ. 985માં ગાદીએ આવ્યો હતો. તે વિજેતા, સામ્રાજ્યનો સ્થાપક અને ઉચ્ચ કક્ષાનો વહીવટકાર હતો. ગાદી ઉપર બેઠો તે પહેલાં રાજકીય અને જાહેર કામકાજનું જ્ઞાન અને અનુભવ તેણે મેળવ્યાં હતાં. તેણે સામ્રાજ્ય સ્થાપવા ઉપરાંત…

વધુ વાંચો >

રાણકદેવીનું મંદિર

રાણકદેવીનું મંદિર : સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ નગરમાં આવેલું સતી રાણકદેવીનું મંદિર. સિદ્ધરાજ જયસિંહે જૂનાગઢ ઉપર ચડાઈ કરી અને લડાઈ થઈ તેમાં રા’ખેંગાર મરાયો. સિદ્ધરાજે બળજબરીથી તેની રાણી રાણકદેવીને પોતાની સાથે લીધી અને પોતાની રાણી બનાવવા તેને પાટણ લઈ જતો હતો; પરંતુ રસ્તામાં વઢવાણ નજીક ભોગાવા નદીને કાંઠે તે સતી થઈ,…

વધુ વાંચો >

રા’મેલિંગ

રા’મેલિંગ (શાસનકાળ ઈ. સ. 1400-1416) : સૌરાષ્ટ્રમાં વંથલીનો ચૂડાસમા વંશનો રાજા. રા’માંડલિક બીજાને પુત્ર હતો નહિ, તેથી તેનો ભાઈ મેલિગ સોરઠનો ગાદીવારસ બન્યો હતો. તેનું બીજું નામ મેલિંગદેવ પણ હતું. રા’મેલિંગદેવ બુદ્ધિશાળી અને સાહસિક હતો. તેના દીવાન હીરાસિંહની મદદથી તેણે નાનાં રાજ્યોને જીતી, સમૃદ્ધ સૈન્ય ઊભું કરી મુસ્લિમ સત્તા સાથે…

વધુ વાંચો >

વત્સરાજ

વત્સરાજ (શાસનકાળ : લગભગ ઈ. સ. 778805) : પ્રતીહાર વંશનો શક્તિશાળી અને મહત્ત્વાકાંક્ષી રાજા. તે રાજા દેવરાજનો પુત્ર હતો. તેના રાજ્યમાં માલવા અને પૂર્વ રજપૂતાનાનો સમાવેશ થતો હતો. મધ્ય રજપૂતાના ઉપર પણ તેનું શાસન ફેલાયું હતું. વત્સરાજ ઉત્તર ભારતમાં તેનું રાજ્ય વિસ્તારવા ઉત્સુક હતો અને તેમાં ઘણુંખરું સફળ થયો હતો.…

વધુ વાંચો >

વનરાજ

વનરાજ (શાસનકાળ ઈ. સ. 720-780) : અણહિલપુરના ચાવડા વંશનો સ્થાપક. તેનાં કુળ, જન્મ અને બાળપણ વિશે જુદી જુદી દંતકથાઓ પ્રવર્તે છે. એ જ રીતે તેના રાજ્યારોહણના વર્ષ, માસ, તિથિ વિશે પણ દંતકથાઓનો જ આધાર લેવો પડે છે. તેમાં વિગતભેદ પણ જોવા મળે છે. વનરાજનો ઇતિહાસ જાણવા માટે ત્રણ સાધનો અગત્યનાં…

વધુ વાંચો >

શર્મા, શ્રીમન્નથુરામ

શર્મા, શ્રીમન્નથુરામ (જ. 10 ઑક્ટોબર 1858, મોજીદડ, લીંબડી, સૌરાષ્ટ્ર; અ. 16 ઑક્ટોબર 1941, બીલખા) : સૌરાષ્ટ્રના મહાન સંત. તેમનો જન્મ ઔદીચ્ય બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમના પિતાશ્રીનું નામ પીતાંબર રાવળ અને માતાનું નામ નંદુબા હતું. તેમણે મોજીદડ અને ચુડાની પ્રાથમિક શાળામાં શિક્ષણ મેળવ્યું હતું. તેમણે ચોટીલા પાસેના મેવાસા ગામે જ્યોતિષનો…

વધુ વાંચો >

શાહજી

શાહજી (જ. 15 માર્ચ 1594; અ. 23 જાન્યુઆરી 1664) : છત્રપતિ શિવાજીના પિતા અને પુણેના જાગીરદાર. તેમનાં લગ્ન દેવગિરિના લુખજી જાધવની હોશિયાર પુત્રી જિજાબાઈ સાથે 1605માં થયાં હતાં. શિવાજીનો જન્મ 1627માં, જુન્નર પાસે આવેલા શિવનેરના કિલ્લામાં થયો હતો. શાહજીએ જિજાબાઈને છોડીને, સુપાના મોહિતે કુટુંબની તુકાબાઈ સાથે બીજાં લગ્ન કર્યાં હતાં.…

વધુ વાંચો >

સૈન્ધવ રાજ્ય

સૈન્ધવ રાજ્ય : સૌરાષ્ટ્રમાં 8મી સદીમાં અહિવર્મા 1લાના પુત્ર પુષ્યેણે આશરે ઈ. સ. 711માં સ્થાપેલ રાજવંશ. સૌરાષ્ટ્રના આ સૈન્ધવ વંશમાં કુલ 14 શાસકો થયા હતા, જેનો છેલ્લો શાસક જાઈક 2જો આશરે ઈ. સ. 900થી 920 દરમિયાન સત્તા ઉપર હતો. આ વંશના મૂળપુરુષને સિંધદેશનો માનવામાં આવે છે. આ વંશનો મૂળપુરુષ આરબ…

વધુ વાંચો >

હરિષેણ

હરિષેણ (શાસનકાળ : ઈ. સ. 490–520) : વાકાટક વંશનો પ્રખ્યાત રાજવી. સમુદ્રગુપ્તના વિજયોની એકસો વર્ષ પહેલાં વાકાટક રાજવંશ સ્થપાયો હતો. આ રાજવંશનો સ્થાપક પહેલો રાજા વિંધ્યશક્તિ નામે એક બ્રાહ્મણ હતો. વાકાટક વંશના મોટા ભાગના રાજાઓના નામને અંતે સેન શબ્દ જોડાતો હતો. આ વાકાટક શાસનનો પ્રારંભ વિંધ્યશક્તિ (ઈ. સ. 248–284) રાજાથી…

વધુ વાંચો >