પ્રકૃતિ કાશ્યપ
છાઉ
છાઉ : ભારતની વિશિષ્ટ નૃત્યશૈલી. ભારતનાં પૂર્વીય રાજ્યો બંગાળ, બિહાર અને ઓરિસામાં થતાં છાઉ નૃત્યો ભારતીય તેમજ દુનિયાની નૃત્યપરંપરાઓમાં આગવું સ્થાન ધરાવે છે. નૃત્યમાં થતો મહોરાંનો ઉપયોગ અને અનોખી દેહક્રિયા આ શૈલીની વિશિષ્ટતા છે. છાઉના મુખ્ય 3 પ્રકાર છે, જે તે વિસ્તારના નામથી ઓળખાય છે : બંગાળના પુરુલિયા જિલ્લાનું પુરુલિયા…
વધુ વાંચો >જોશી, દમયંતી
જોશી, દમયંતી (જ. 5 સપ્ટેમ્બર 1930, મુંબઈ અ. 19 સપ્ટેમ્બર 2004) : કથકલી તથા ભરતનાટ્યમના નૃત્યાંગના. માતા વત્સલા અને પિતા રામચંદ્ર ડી. જોશીનું એકમાત્ર સંતાન. સાધારણ સ્થિતિના મરાઠી કુટુંબમાં જન્મ છતાં બાળપણથી જ નૃત્ય વિશે અભિરુચિ હતી. આથી માત્ર 4 વર્ષની ઉંમરમાં લેડી લીલા સોખીનું ધ્યાન આકર્ષિત કર્યું. તેમણે દમયંતીની…
વધુ વાંચો >દુર્ગાલાલ
દુર્ગાલાલ (જ. 9 સપ્ટેમ્બર 1948, મહેન્દ્રગઢ, રાજસ્થાન; અ. 31 જાન્યુઆરી 1990, લખનૌ) : ભારતના કથકનૃત્યકાર. પિતા ઓમકારલાલ અજમેર દરબારના રાજગાયક અને નર્તક હતા. તેમના બંને પુત્રો દેવીલાલ અને દુર્ગાલાલને ગળથૂથીમાં જ સંગીત અને કથક નૃત્યના સંસ્કાર મળ્યા હતા. દુર્ગાલાલે પ્રથમ પિતા પાસે અને પછી મોટા ભાઈ દેવીલાલ પાસે સંગીત-નૃત્યની તાલીમ…
વધુ વાંચો >નાયર, રાઘવન્
નાયર, રાઘવન્ (જ. 1924, મધ્ય કેરળ; અ. 1985, મુંબઈ) : કથકલિ નૃત્યકાર, નૃત્યસંયોજક અને શિક્ષક. બાળપણથી જ અવારનવાર કથકલિના પ્રયોગો જોઈ તે શૈલીનો નાદ લાગ્યો હતો. આથી સાતમા ધોરણથી અભ્યાસ પડતો મૂકી કોટ્ટક્કલના પી. એસ. વારિયરની નાટ્યમંડળીમાં જોડાયા. મંડળીમાં શરૂઆતમાં નાનાં પાત્રોની ભજવણી કરી અને ધીમે ધીમે નાટ્યકળાની ખૂબીઓથી જાણકાર…
વધુ વાંચો >નાંદી, અમલા
નાંદી, અમલા (જ. 27 જૂન 1919; અ. 24 જુલાઈ 2020, કૉલકાતા) : બંગાળી નૃત્યાંગના. પિતા અક્ષયકુમાર નાન્દી સંનિષ્ઠ સમાજસેવક તેમજ વિદ્યાવ્યાસંગી હતા. સંસ્કારી અને સુખી કુટુંબમાં ઊછરેલ અમલામાં બાળપણથી જ કલા, વિદ્યા તેમજ વિશ્વબંધુત્વની ભાવનાનું સિંચન થયું હતું. અગિયાર વર્ષની કુમળી વયે પિતા સાથે પૅરિસ ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય કૉલોનિયલ પ્રદર્શન…
વધુ વાંચો >પાણિગ્રહી સંયુક્તા
પાણિગ્રહી, સંયુક્તા (જ. 24 ઑગસ્ટ 1944, બિશમપુર, ઓરિસા; અ. 24 જૂન 1997, ભુવનેશ્વર) : ઓડિસી નૃત્યશૈલીને ભારતની શાસ્ત્રીય નૃત્યશૈલીઓમાં માનવંતું સ્થાન અપાવનાર નૃત્યાંગના. પિતાનું નામ અભિરામ મિશ્રા અને માતાનું નામ શકુન્તલા. શિક્ષણ સિનિયર કેમ્બ્રિજ સુધી. બાળપણમાં ઓડિસીની પ્રારંભિક તાલીમ લીધા પછી વિખ્યાત નૃત્યકલાગુરુ રુક્મિણીદેવી ઍરુંડેલના ચેન્નઈ ખાતેના કલાક્ષેત્રમાં ભરતનાટ્યમ્ની વિશેષ…
વધુ વાંચો >પાર્વતીકુમાર
પાર્વતીકુમાર (જ. 27 ફેબ્રુઆરી 1921, માલવણ, કોંકણ, મહારાષ્ટ્ર; અ. 29 નવેમ્બર, 2012 મુંબઈ) : જાણીતા નૃત્યગુરુ અને નૃત્યનિયોજક. મરાઠી પાંચ ચોપડી ભણ્યા પછી મુંબઈ આવી સ્થાયી થયા. નૃત્ય વિશેની લગનીએ તેમને શહેરના ખ્યાતનામ નૃત્યગુરુઓ પ્રતિ આકર્ષ્યા. તાંજાવુરના મંદિર સાથે સંકળાયેલ દેવદાસીના પુત્ર ગુરુ ચંદ્રશેખર પિલ્લૈ પાસે તેમણે ભરતનાટ્યમની તાલીમ લીધી.…
વધુ વાંચો >પાવલોવા ઍના
પાવલોવા, ઍના (જ. 31 જાન્યુઆરી 1881, સેન્ટ પીટર્સબર્ગ; અ. 23 જાન્યુઆરી 1931, હેગ) : વિશ્વવિખ્યાત રશિયન નૃત્યાંગના. તેમનો જન્મ એક સાધારણ કુટુંબમાં થયો હતો. 9 વર્ષની ઉંમરે ‘સ્લીપિંગ બ્યૂટી’ નૃત્યનાટિકા જોઈ ત્યારથી તેની નાયિકા અરોરા જેવી નૃત્યાંગના બનવાનો તેમણે નિર્ધાર કર્યો. એપ્રિલ, 1899માં સેંટ પીટર્સબર્ગની બૅલે સ્કૂલમાંથી તેઓ નૃત્યકળાનાં સ્નાતક…
વધુ વાંચો >બાલા સરસ્વતી, તંજાવુર
બાલા સરસ્વતી, તંજાવુર (જ. 13 મે 1918, ચેન્નઈ; અ. 9 ફેબ્રુઆરી 1984) : નૃત્ય-અભિનયમાં પ્રથમ પંક્તિની પ્રતિભા ધરાવતાં નૃત્યાંગના. ભક્તિ કવિ પુરંદરદાસ રચિત કન્નડ પદ ‘કૃષ્ણની બેગને બારો’ ટી. બાલા સરસ્વતી સાથે પર્યાય બની ગયું છે. તેમની રોમાંચક કારકિર્દી દરમિયાન આ પદને ભારતીય ધર્મ-સંસ્કૃતિથી પરિચિત કે અપરિચિત દેશવિદેશના પ્રેક્ષકો સમક્ષ…
વધુ વાંચો >બિરજુ મહારાજ
બિરજુ મહારાજ (જ. 4 ફેબ્રુઆરી 1938, હંડિયા તહસીલ ) : ભારતના અગ્રણી કથક નૃત્યકાર. જાણીતા શાસ્ત્રીય કથક નૃત્યકાર અચ્છન મહારાજના પુત્ર. મૂળ નામ બ્રિજમોહન. બનારસ અને અલાહાબાદની વચ્ચે હંડિયા તહસીલમાં તેમનું પારંપરિક કુટુંબ જ્યાં વસ્યું હતું ત્યાં તેમનો જન્મ થયો હતો. જન્મસમયે મા સ્વસ્થ હતી. પ્રસૂતિ-વૉર્ડમાંની બધી સ્ત્રીઓને પુત્રીઓ જન્મતી…
વધુ વાંચો >