પ્રકાશ ભગવતી

ઇંધન-નિક્ષેપ

ઇંધન-નિક્ષેપ : આંતરદહન એન્જિન (Internal combustion engine)ના સિલિન્ડરમાં બાહ્ય પંપ (External pump) દ્વારા ઇંધન (Fuel) દાખલ કરવાની ખાસ પ્રક્રિયા. ડીઝલ એંજિનમાં સ્ફુલિંગ પ્લગ (Spark plug) હોતો નથી. સિલિંડરમાં દબાયેલી હવાથી ઉત્પન્ન થતી ગરમીની મદદથી ઇંધન પ્રજ્વળી ઊઠે છે. આ ઇંધનનો, સિલિંડરમાંની ગરમ હવામાં છંટકાવ કરવામાં આવે છે. સ્ફુલિંગ-દહન એંજિનમાં કેટલીક…

વધુ વાંચો >

ઑટોમોબાઇલ ઇજનેરી

ઑટોમોબાઇલ ઇજનેરી : આંતર્દહન એન્જિનથી ચાલતાં મોટરગાડી, બસ, રિક્ષા, મોટરસાઇકલ જેવાં વાહનોના નિર્માણ અંગેની ઇજનેરી વિદ્યાની એક વિશિષ્ટ શાખા. દરેક પ્રકારના મોટરવાહનનું, ખાસ કરીને મોટરગાડીની પાછળ વર્ષોનું સંશોધન, આયોજન અને વિકાસકાર્ય રહેલાં હોય છે. એક નવું મૉડેલ ડિઝાઇન, ઇજનેરી, નિર્માણ સમુચ્ચયન (assembly) અને પરીક્ષણના તબક્કામાંથી પસાર થઈને પ્રદર્શનકક્ષ(show room)માં આવે…

વધુ વાંચો >

ઑટોરિક્ષા

ઑટોરિક્ષા : પેટ્રોલથી ચાલતું ત્રણ પૈડાંનું ઝડપી વાહન. શહેરમાં વાહનવ્યવહારની ભારે ભીડમાં ઑટોરિક્ષા નાનું અને અનુરૂપ વાહન હોઈ લોકપ્રિય થયેલું છે. તે ત્રણ પૈડાંવાળું વાહન હોવાથી તે ચલાવવા માટે દ્વિચક્રી વાહન જેવી સસ્તી અને સરળ યોજના હોય છે. તેમાં 150 કે 175 મિલી. લિટર ક્ષમતાવાળું એક સિલિન્ડર, 2 ફટકાવાળું (two…

વધુ વાંચો >

જેડ અને જેડાઇટ

જેડ અને જેડાઇટ : આભૂષણ અને ઝવેરાતમાં વપરાતા – આલંકારિક બે પ્રકારના ખડકો(rocks)ને ‘જેડ’ નામથી ઓળખવામાં આવે છે, જેડની ઓળખ અલગ સિલિકેટ ખનિજ તત્ત્વ પ્રમાણે કરવામાં આવે છે. (1) નેફ્રાઇટ તત્ત્વ સાથેનું ખનિજ ‘જેડ’ તરીકે ઓળખાય છે, (2) જ્યારે પાયરોક્ષિન ગ્રૂપના ખનિજોની ઓળખ સોડિયમ અને ઍલ્યુમિનિયમ સિલિકેટનું રાસાયણિક બંધારણ ધરાવતા …

વધુ વાંચો >

ટાયર અને ટ્યૂબ

ટાયર અને ટ્યૂબ : હવા ભરેલી એક પ્રકારની ઍરબૅગ જેવું સાધન. ટાયર-ટ્યૂબનો એકમ દ્વિચક્રી તથા ચાર પૈડાંવાળાં વાહનને આરામદાયક મુસાફરી તથા સહેલાઈથી વજન વહન કરવા માટે લગાડવામાં આવે છે. આ એકમમાં બે ભાગ હોય છે, જેમાં બહારના જાડા અને ટકાઉ આવરણને ટાયર કહેવામાં આવે છે અને અંદરના હવાથી ફુલાવી શકાય…

વધુ વાંચો >

ટ્રક

ટ્રક : ભૂમિ પર માલસામાનના ઝડપી પરિવહન માટે વપરાતું ભારે યાંત્રિક વાહન. સને 1895માં Carl Beng દ્વારા ડિઝાઇન અને ત્યારબાદ આંતરદહન એન્જિનનું નિર્માણ કરવામાં આવ્યું. આ એન્જિન ભારે માલસામાનના પરિવહન માટે ઉપયોગમાં લેવામાં આવ્યું. ત્યારબાદ 1896માં શ્રી ડેઈમલર તેમના ‘ડેઈમલર મોટર લાસવેગન’ નામના કારખાનામાં આંતરદહન એન્જિનથી ચાલતી ટ્રકનું નિર્માણ કર્યું.…

વધુ વાંચો >

ટ્રેઇલર

ટ્રેઇલર : ટ્રૅક્ટર-ટ્રેઇલર ખેતપેદાશ તેમ જ ખેતીમાં વપરાતી જરૂરી સાધનસામગ્રીની ઝડપી હેરફેર માટે ખૂબ જ ઉપયોગી સાધન. ટ્રેઇલર લાકડાની તેમ જ લોખંડની બૉડીવાળું અને બે અથવા ચાર પૈડાંવાળું હોય છે, જેનું માપ 3.00 મી. × 1 મી. × 0.45 મી. થી 3.60 મી. × 2.18 મી. × 0.60 મી. હોય છે. તેના માપ પ્રમાણે…

વધુ વાંચો >

ટ્રૅક્ટર

ટ્રૅક્ટર : ખેતીનાં વિવિધ ઓજારોને રસ્તા પર કે ખેતરમાં ખેંચવા માટે તેમજ સ્થિર યંત્રો ચલાવવા માટે શક્તિ પહોંચાડનારું ડીઝલથી ચાલતું સાધન. હળ અને પશુ જેવાં કે બળદ અને ઘોડાનો ઉપયોગ અગાઉના સમયમાં, ખેતરને ખેડવામાં થતો. ખેતરની જમીનને નવા પાક માટે ખેડવી જરૂરી છે. હળની મદદથી આ ખેડાણ થતું. ઔદ્યોગિક ક્રાંતિ…

વધુ વાંચો >

ડાયૉપ્સાઇડ

ડાયૉપ્સાઇડ (Diopside) : ડાયૉપ્સાઇડ, મોનોક્લિનિક વર્ગનું ખનિજ છે. તેનું રાસાયણિક બંધારણ અથવા તેની કેમિકલ ઓળખ MgCaSi2O6 છે. ડાયૉપ્સાઇડ, જળકૃત ખડક (જેમાં સિલિકાનું પ્રમાણ જોવા મળે છે) છે. કેટલાક બેઝિક અને અલ્ટ્રાબેઝિક ખડકોમાં મળે છે. ક્યારેક ઉલ્કાઓના બંધારણમાં પણ મળી આવે છે. ડાયૉપ્સાઇડની અન્ય ઓળખ ઝવેરાતના રત્ન (Gem) તરીકેની પણ છે. આ…

વધુ વાંચો >

પાઇરોપ (pyrope)

પાઇરોપ (pyrope) : ગાર્નેટ વર્ગનું ખનિજ. રસાયણિક બંધારણ : Mg3 Al2 (SiO4)z  , સ્ફટિક વર્ગ : ક્યૂ બિક, સ્ફટિક, સ્વ. (રચના) – સ્ફટિકો જૂજ, પરંતુ તે ડોડેકા હેડ્રલ કે ટ્રેપેઝો હેડ્રલ સ્વરૂપના હોય છે. ક્યારેક ગોળાકારમાં પણ મળે કે ખડકોમાં જડાયેલા દાણા રૂપે મળે. પારદર્શકથી માંડી પારભાસક સ્વરૂપે, સંભેદ : નથી.…

વધુ વાંચો >