પોલિશ સાહિત્ય

ઇવાઝ કૈવિઝ જારોસ્લાવ

ઇવાઝ કૈવિઝ જારોસ્લાવ (જ. 20 ફેબ્રુઆરી 1894, કાલ્નિક; અ. 2 માર્ચ 1980, સ્ટાવિસ્કો) : પોલૅન્ડના પ્રતિભાવંત બહુમુખી સાહિત્યકાર. 1912માં કીવ વિશ્વ-વિદ્યાલયમાં કાયદાશાસ્ત્રનો અભ્યાસ આરંભ્યો. સાથોસાથ સંગીતશાળામાં પણ તાલીમ લેવાનું ચાલુ રાખ્યું. 1918થી તેમણે પોલૅન્ડની રાજધાની વૉર્સોમાં વસવાટ સ્વીકાર્યો. અહીં તે ઊર્મિકવિઓના ‘સ્કમાન્દર’ નામના મંડળના સહસ્થાપક બન્યા. 1923થી 1925નાં બે વર્ષો…

વધુ વાંચો >

કાસિન્યસ્કી, ઝિગ્મૂંટ

કાસિન્યસ્કી, ઝિગ્મૂંટ (જ. 19 ફેબ્રુઆરી 1812, પૅરિસ; અ. 23 ફેબ્રુઆરી 1895, પૅરિસ) : પોલૅન્ડના નામી કવિ તથા નાટ્યકાર. આગેવાન ગર્ભશ્રીમંત કુટુંબમાં જન્મ. પ્રારંભમાં કાયદાનો અભ્યાસ કરવા વૉર્સો યુનિવર્સિટીમાં જોડાયા. ત્યારબાદ 1829માં જિનીવામાં અભ્યાસ શરૂ કર્યો. મોટાભાગની જિંદગી તેમણે વિદેશોમાં ગાળી અને પોતાની કૃતિઓ પોતાના નામોલ્લેખ વગર જ પ્રગટ કરી. રશિયન…

વધુ વાંચો >

પોલિશ ભાષા અને સાહિત્ય

પોલિશ ભાષા અને સાહિત્ય : ઇન્ડો-યુરોપિયન ભાષાજૂથની પશ્ચિમની સ્લાવ ભાષાઓ પૈકીની અને તેથી ચેક, સ્લોવાક અને જર્મનીની સૉર્બિયન સાથે નિકટનો સંબંધ ધરાવતી ભાષા. પોલૅન્ડના મોટાભાગના લોકો તે બોલે છે અને અમેરિકા, રશિયા અને તેમાંથી છૂટા થઈને સંપૂર્ણ રીતે પ્રજાસત્તાક થયેલાં રાજ્યો ચેકોસ્લોવૅકિયા અને કૅનેડામાં વત્તેઓછે અંશે તેનો ઉપયોગ થાય છે.…

વધુ વાંચો >

મિત્સ્ક્યેવિચ, ઍડમ (બર્નાર્ડ)

મિત્સ્ક્યેવિચ, ઍડમ (બર્નાર્ડ) (જ. 24 ડિસેમ્બર 1798, ઝાઓસી, નોવગોરોડ, રશિયા; અ. 26 નવેમ્બર 1855, કૉન્સ્ટંટિનોપલ) : પોલૅન્ડના મહાન કવિ અને જીવનભર રાષ્ટ્રીય મુક્તિના લડવૈયા. 1815થી 1819 સુધીનાં 4 વર્ષ વિલ્નિયસ યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણ દરમિયાન 1817માં એક ગુપ્ત દેશપ્રેમી વિદ્યાર્થી-સંગઠનમાં જોડાયા, જે પાછળથી ‘ઍરેટૉફિલિસ’ સાથે ભળી ગયેલું. 1822માં ‘પોએટ્ર–1’ નામનો બૅલડ,…

વધુ વાંચો >

મીલૉઝ, ચેસ્લૉ

મીલૉઝ, ચેસ્લૉ (જ. 30 જૂન 1911; ઝેતેઝની, વિલનિયસ લિથ્યુએનિયા; અ. 14 ઑગષ્ટ 2004, Krakow, પોલૅન્ડ) : પોલિશ કવિ, નવલકથાકાર, નિબંધકાર, અનુવાદક તથા ભાષાશાસ્ત્રી. 1980ના સાહિત્ય માટેના નોબેલ પુરસ્કારવિજેતા. પોલિશ ઉપરાંત અંગ્રેજી, રશિયન, ફ્રેન્ચ, ગ્રીક અને હિબ્રૂ ભાષાઓના પણ જાણકાર. ટી. એસ. એલિયટ, વૉલ્ટ વ્હિટમન અને કાર્લ સૅન્ડબર્ગનાં અંગ્રેજી કાવ્યો અને…

વધુ વાંચો >

રેમોન્ટ, વ્લાડિસ્લો સ્ટૅનિસ્લો

રેમોન્ટ, વ્લાડિસ્લો સ્ટૅનિસ્લો (જ. 7 મે 1867, કૉબીલો વીલ્કી, પોલૅન્ડ, અ. 7 ડિસેમ્બર 1925, વૉર્સો) : 1924ના વર્ષના સાહિત્યના નોબેલ પુરસ્કારના પોલૅન્ડના વિજેતા. તેમનો જન્મ પવનચક્કીના માલિકના એક મોટા કુટુંબમાં થયો હતો. બાળક તરીકે શાળામાં તેમણે રશિયન ભાષાનો અભ્યાસ ફરજિયાત કરવો પડતો હતો; પરંતુ તેઓ પોલિશ ભાષા પ્રત્યેનો પ્રેમ વિકસાવતા…

વધુ વાંચો >

સિમ્બોર્સ્કા, વિસ્લાવા (Szymborska, Wislawa)

સિમ્બોર્સ્કા, વિસ્લાવા (Szymborska, Wislawa) (જ. 2 જુલાઈ 1923, પ્રોવેન્ટ, પોઝનાન, ક્યોર્નિક, પોલૅન્ડ; અ. 1 ફેબ્રુઆરી 2012, ક્રેકયોવ, પોલૅન્ડ) : આખું નામ મારિયા વિસ્લાવા અન્ના સિમ્બૉર્સ્કા. 1996નો નોબેલ પુરસ્કાર મેળવનાર પોલિશ ભાષાનાં કવયિત્રી, નિબંધકાર અને અનુવાદક. તેમના પિતા વિન્સેન્ટી ઉમરાવ બ્લાદિસ્લાવને ત્યાં કારભારી હતા. ઉમરાવના અવસાન પછી 1924માં તેઓ તોરુન આવ્યા.…

વધુ વાંચો >