નિલય રા. ઠાકોર

ગિરિવ્યાધિ

ગિરિવ્યાધિ (mountain sickness) : ઊંચાઈ પર હવાના દબાણમાં તથા ઑક્સિજનના પ્રમાણમાં થતા ઘટાડાને કારણે થતો વિકાર. વ્યક્તિ 2000 મીટર કે વધુ ઊંચાઈ પર ઝડપથી પહોંચી હોય તો તેની દેહધાર્મિક ક્રિયાઓમાં હવાના દબાણ અને ઑક્સિજનના ઘટાડાની સ્થિતિને અનુરૂપ જરૂરી ફેરફાર કરવાનો સમય ઉપલબ્ધ હોતો નથી. આવા સંજોગોમાં વધુ કામ કરવાથી કે…

વધુ વાંચો >

પરિફેફસીકલા અને તેના વિકારો (pleura and its disorders)

પરિફેફસીકલા અને તેના વિકારો (pleura and its disorders) ફેફસાંની આસપાસનું આવરણ અને તેના વિકારો થવા તે. ફેફસાંની આસપાસ પરિફેફસીકલાનું આવરણ આવેલું છે. તેનાં બે પડ હોય છે : અવયવી (viscual) અને પરિઘીય (parietal). ફેફસાંને અડીને બનતું આવરણ અવયવી પરિફેફસીકલા કહેવાય છે જ્યારે છાતીના હાડ-સ્નાયુના પિંજરને સ્પર્શતું પડ પરિઘીય પરિફેફસીકલા કહેવાય…

વધુ વાંચો >

પ્રતિજૈવ ઔષધો (antibiotic drugs)

પ્રતિજૈવ ઔષધો (antibiotic drugs) : વિવિધ સૂક્ષ્મજીવો દ્વારા ઉત્પન્ન કરાતાં રસાયણો. તે બીજા સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવે છે અને અંતે તેમને મારે છે. તેમને  પ્રતિજૈવકો (anitibotics) પણ કહે છે. જીવાણુઓ (bacteria), ફૂગ (fungus) અને ઍક્ટિનોમાયસિટીસ (actinomycetes) વગેરે સૂક્ષ્મજીવો દ્વારા આ રસાયણો ઉત્પન્ન થાય છે. હાલ વપરાશમાં તેની વ્યાખ્યામાં સલ્ફોનેમાઇડ્ઝ અને ક્વિનોલોન્સ…

વધુ વાંચો >

પ્રતિરક્ષી ચિકિત્સા (immunotherapy)

પ્રતિરક્ષી ચિકિત્સા (immunotherapy) : પ્રતિરક્ષાલક્ષી ઘટકો કે તેમની અસરમાં ફેરફાર લાવનાર પરિબળો કે રસાયણો વડે સારવાર. બહારના પ્રોટીન(નત્રલ)ને ઓળખીને તેની સાથે રક્ષણના હેતુસર પ્રતિક્રિયા કરનારા ગ્લૉબ્યુલિન (ગોલનત્રલો) નામના પ્રોટીનના અણુઓને પ્રતિદ્રવ્યો (antibodies) કહે છે. તે પ્રતિરક્ષી ગ્લૉબ્યુલિન કે પ્રતિરક્ષી ગોલનત્રલો(immunoglobulins)નાં બનેલાં હોય છે. તેમના ઉપયોગથી થતી બાહ્ય પ્રોટીનની સામેના ચોક્કસ…

વધુ વાંચો >

બીટારોધકો

બીટારોધકો (betablockers) : લોહીનું દબાણ, હૃદયના વિવિધ રોગો ઉપરાંત અન્ય વિકારોમાં વપરાતાં ઔષધો. કેન્દ્રીય ચેતાતંત્રથી સ્વાયત્ત હોય એવા ચેતાતંત્રને સ્વાયત્ત ચેતાતંત્ર અથવા અનૈચ્છિક ચેતાતંત્ર (involuntary nervous system) કહે છે. તેના 2 વિભાગ છે : અનુકંપી ચેતાતંત્ર (sympathetic nervous system) અને પરાનુકંપી ચેતાતંત્ર (para sympathetic nervous system). બંને ચેતાતંત્રોની વિવિધ અવયવોના…

વધુ વાંચો >

મરકી (Plague)

મરકી (Plague) : યેર્સિનિયા પેસ્ટિસ નામના દંડાણુથી થતો, ચાંચડના ડંખથી ફેલાતો અને મહામારી સર્જતો ચેપી રોગ. યેર્સિનિયા પેસ્ટિસ – એ નાના બંને છેડે અભિરંજિત થતા (દ્વિધ્રુવી અભિરંજન, bipolar staining) ગ્રામ-અનભિરંજિત દંડાણુઓ (bacilli) છે. દંડ આકારના જીવાણુઓ(bacteria)ને દંડાણુ કહે છે. તેઓ મુખ્યત્વે ઉંદર અને તેના જૂથનાં પ્રાણીઓ(rodents)માં ચેપ કરે છે. તેનો…

વધુ વાંચો >

મરડો

મરડો (Dysentery) : લોહી સાથેના ચેપજન્ય ઝાડાનો વિકાર. તેને દુરાંત્રતા અથવા દુરતિસાર પણ કહે છે. પાતળા ઝાડા થાય તેવા વિકારને અતિસાર કહે છે. તેના 2 મુખ્ય પ્રકારો છે – શોથજન્ય (inflammatory) અને અશોથજન્ય (non-inflammatory). આંતરડામાં ચેપ કે અન્ય કારણસર સોજો આવે, દુખાવો થાય, ચાંદાં પડે તથા તે ચાંદાંમાંથી લોહી ઝરે…

વધુ વાંચો >

મિથાઈલ ડોપા

મિથાઈલ ડોપા : લોહીનું વધેલું દબાણ ઘટાડતી દવા. તેનું રાસાયણિક નામ છે આલ્ફા-મિથાઈલ–3, 4–ડાયહાઇડ્રૉક્સિ-ફિનાઇલએલેનિન. તે કેન્દ્રીય ચેતાતંત્ર પર અસર કરીને લોહીનું દબાણ ઘટાડે છે. તેથી તેને કેન્દ્રીય પ્રતિ-અતિરુધિરદાબી (central antihypertensive) ઔષધ કહે છે. સન 1963માં તેનો એક ઔષધ તરીકે સ્વીકાર થયો. તે મગજમાં થતા ચયાપચય(metabolism)ને કારણે આલ્ફા-મિથાઈલ નૉરએપિનેફિન-રૂપે ફેરવાય છે.…

વધુ વાંચો >

રેનોડનો રોગ અને રેનોડની ઘટના

રેનોડનો રોગ અને રેનોડની ઘટના : ઠંડી અથવા લાગણીજન્ય કારણોસર આંગળીની ટોચની ફિક્કાશ સાથે કે તેના પછી નીલિમા(cyanosis)ના થતા વારંવારના લઘુ હુમલા (રેનોડની ઘટના) અને તેવું થતું હોય તેવો કોઈ જાણીતા કારણ વગરનો રોગ (રેનોડનો રોગ). આંગળીઓની ટોચ ભૂરી પડી જાય તેને નીલિમા કહે છે. આ વાહિની-સંચલનના વિકારો(vasomotor disorders)ના જૂથનો…

વધુ વાંચો >

લાપોટિયું (mumps)

લાપોટિયું (mumps) : પરાશ્લેષ્મવિષાણુથી થતો અને થૂંક-બિન્દુઓથી ફેલાતો લાળગ્રંથિઓનો ચેપ કે જે ક્યારેક શુક્રપિંડ, મગજના આવરણરૂપ તાનિકાઓ (meninges), સ્વાદુપિંડ અને અંડપિંડને પણ અસર કરે છે. તેને ગાલપચોળું તથા તાપોલિયું પણ કહે છે. તેને શાસ્ત્રીય રીતે લાલાગ્રંથિશોથ (inflammation of salivary glands) કહેવાય છે. તેના રોગકારક વિષાણુને લાલાકશોથ વિષાણુ (mumps virus) કહે…

વધુ વાંચો >