નસીરમિયાં મહેમૂદમિયાં કાઝી

ખાકાની, શીરવાની

ખાકાની, શીરવાની (જ. ઈ. સ. 1126, શીરવાન, ઈરાન; અ. ઈ. સ. 1196, તબરેઝ, ઈરાન) : ફારસી કવિ. મૂળ નામ ઇબ્રાહીમ અને લકબ અફઝલુદ્દીન અને કુન્નિયત ‘અબૂ બદીલ’ હતું. પિતા અબુલ હસન અલી સુથારીકામ કરતા. તેમના દાદા વણકર હતા. માતા મૂળ ઈસાઈ હતાં અને કેદી તરીકે ઈરાનમાં આવ્યાં હતાં જ્યાં તેમણે…

વધુ વાંચો >

ખાનેખાનાન બહેરામખાન

ખાનેખાનાન બહેરામખાન (અ. 1560, પાટણ, ગુજરાત) : હુમાયૂંના દરબારનો એક મહત્વનો કવિ અને હુમાયૂંનો વફાદાર સેનાની. બદખ્શાંમાં કરાકૂમલૂ કબીલામાં તે જન્મેલ. તેમની માતા જમાલખાન મેવાતીનાં પુત્રી હતાં. તેમણે બલ્ખમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. સોળ વર્ષની નાની વયે તે હુમાયૂંની સાથે જોડાયા અને તેના એક અતિ વફાદાર મિત્ર બની ગયા. કનોજમાં…

વધુ વાંચો >

ખ્વાજા હાફિઝ શિરાઝી

ખ્વાજા હાફિઝ શિરાઝી (જ : હિ. સ. 726, શિરાઝ, ઈરાન; અ. હિ. સ. 791, શિરાઝ, ઈરાન) : પ્રસિદ્ધ ઈરાની કવિ. નામ શમ્સુદ્દીન. પિતાનું નામ બહાઉદ્દીન અથવા કમાલુદ્દીન. ઈરાનના અતાબિકોના સમયમાં હાફિઝના પિતા અસ્ફહાનથી શિરાઝ આવીને વસ્યા હતા અને વેપાર કરતા હતા. બાળપણમાં જ તેમના પિતાનું અવસાન થતાં હાફિઝને આજીવિકા માટે…

વધુ વાંચો >

ગઝાલી મશ્હદી

ગઝાલી મશ્હદી [જ. હિ. સ. 933, મશ્હદ (ઈરાન); અ. હિ. સ. 980, સરખેજ, અમદાવાદ] : ઈ. સ.ની સોળમી સદીના ફારસી કવિ. તેમના જીવન વિશે ઘણી ઓછી માહિતી પ્રાપ્ત થાય છે. કવિના પોતાના કાવ્યસંગ્રહની પ્રસ્તાવનામાંથી કંઈક માહિતી ઉપલબ્ધ થાય છે. ગઝાલીના જીવનકાળનાં લગભગ 156 વર્ષ પછી લખાયેલા તઝકેરા ‘હમેશા બહાર’ના કર્તા…

વધુ વાંચો >

બરામિકા

બરામિકા : એક ઈરાની ખાનદાન (વંશ). ‘બરમક’ શબ્દનું અરબી બહુવચન. જોકે બરમક મૂળ ફારસી શબ્દ છે. તેનું મૂળ સ્વરૂપ ‘બરમુગ’ યા ‘પીરમુગ’ છે. તેનો અર્થ ‘અગિયારીનો મોટો પૂજારી’ એવો થાય છે. ‘નવબહાર’ના પૂજારીઓને ‘બરમક’ કહેવામાં આવતા. આમ ‘બરમક’ કોઈ એક વ્યક્તિનું નામ નહોતું, પરંતુ તે ‘નૌ બહાર’ના વંશ-પરંપરાગત મુખ્ય પૂજારીનો…

વધુ વાંચો >

મીર ઝમીર

મીર ઝમીર [જ. –; અ. 18 જૂન 1865 (હિ. 23 મોહર્રમ 1282)] : ઉર્દૂના કવિ. તેમનું નામ મુઝફ્ફરહુસેન અને તેમનું કવિનામ ‘ઝમીર’ હતું. ઉર્દૂ સાહિત્ય-જગતમાં તે ‘મીર ઝમીર’ના નામે પ્રસિદ્ધ છે. તેમના પિતાનું નામ મીર કાદરહુસેન હતું. તેમની જન્મતારીખ વિશે ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી. 10 વર્ષની નાની વયથી જ મીર…

વધુ વાંચો >

મોહમ્મદ ઇસ્હાક

મોહમ્મદ ઇસ્હાક (જ. 1 નવેમ્બર 1898, કૉલકાતા; અ. 12 સપ્ટેમ્બર 1969, કૉલકાતા) : અરબી-ફારસીના વિદ્વાન. તેમના પિતાનું નામ મૌલવી અબ્દુર્રહીમ હતું. પ્રારંભિક શિક્ષણ કૉલકાતાના એક સ્થાનિક ‘મકતબ’માં મેળવી પછી તેઓ અરબીના વધુ અભ્યાસ અર્થે ‘કૉલકાતા મદ્રસહ’માં દાખલ થયા. તેમની રુચિ વિજ્ઞાન પ્રત્યે હોઈ સ્કૂલ તથા કૉલેજમાં અભ્યાસ કરવાની તેમને તક…

વધુ વાંચો >