નવીનચંદ્ર જાદવભાઈ ચનિયારા

બાસ્કેટ બૉલ

બાસ્કેટ બૉલ : એક વિદેશી રમત. આ રમતની શોધ અમેરિકાના મૅસેચૂસેટ્સ રાજ્યની સ્પ્રિંગફિલ્ડ શારીરિક શિક્ષણ તાલીમ કૉલેજના અધ્યાપક ડૉ. જેમ્સ નેયસ્મિથે ઈ.સ. 1891માં કરી હતી. ઓગણીસમી સદીના છેલ્લા દાયકાના મધ્ય ભાગમાં યુવાન વર્ગને ફાજલ સમયનો સદુપયોગ કરવા માટે ઇન્ડોર અને આઉટડોર રમી શકાય તેવી રમતની જરૂરિયાત હોવાથી ડૉ. નેયસ્મિથે આ…

વધુ વાંચો >

બેઝબૉલ

બેઝબૉલ : અમેરિકાની રાષ્ટ્રીય રમત. સ્થિર મગજ, ત્વરિત નિર્ણય-શક્તિ, ચપળ નજર અને ત્વરિત સ્નાયુકાર્ય માગી લેતી અમેરિકન પ્રજાની આ અત્યંત લોકપ્રિય મેદાની રમત છે. બેઝબૉલની ઉત્પત્તિ મૂળ અંગ્રેજી ‘રાઉન્ડર્સ’ નામની રમતમાંથી થઈ. લોકોક્તિ મુજબ આ રમતની શોધ ઈ. સ. 1839માં ‘એબનર ડાઉબ્લૅન્ડે’ નામના અમેરિકન લશ્કરી યુવાને કુપર સ્ટાઉન ન્યૂયૉર્કમાં કરી…

વધુ વાંચો >

બૅડમિન્ટન

બૅડમિન્ટન : એક વિદેશી રમત. તેની શરૂઆત લગભગ એક સદી પહેલાં ભારતમાં થઈ. તે ‘પૂના’ રમત તરીકે પ્રચલિત હતી. આ રમત ઓગણીસમી સદીની મધ્યમાં અંગ્રેજ સૈનિકોના અધિકારીઓ દ્વારા ઇંગ્લૅન્ડમાં લઈ જવાઈ. ઇંગ્લૅન્ડમાં આ રમત પ્રથમ વખત 1873માં ડ્યૂક બ્યૂફોર્ટ દ્વારા ગ્લુસેસ્ટરશાયરમાં બૅડમિન્ટન પ્રદેશમાં રમાડવામાં આવી, તેથી તેનું નામ બૅડમિન્ટન પડ્યું.…

વધુ વાંચો >

બૉક્સિંગ

બૉક્સિંગ : એક પ્રકારની મુષ્ટિયુદ્ધની રમત. કદાચ તે સૌથી જૂની રમત છે. ઇતિહાસ બતાવે છે કે માનવ દુનિયામાં આવ્યો ત્યારથી આ રમત રમાય છે. મુષ્ટિયુદ્ધ દ્વારા પશુઓ અને દુશ્મનો સામે માનવ રક્ષણ મેળવતો હતો. 4,000 વર્ષ પહેલાં મિસરના સૈનિકો તેમાં નિપુણ હતા તે બાબત પ્રાચીન ચિત્રો પરથી જાણવા મળે છે.…

વધુ વાંચો >

ભાલાફેંક

ભાલાફેંક : એક રમત. શિકાર કરવા માટે અને યુદ્ધ લડવા માટે ભાલાનો ઉપયોગ પ્રાચીન સમયથી થતો રહ્યો છે. જ્યારે પ્રાચીન ઓલિમ્પિકની શરૂઆત થઈ હતી ત્યારે પાંચ રમતોના સમૂહ(પેન્ટૅથ્લૉન)માં ભાલાફેંકનો સમાવેશ કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં ફીરકી લઈને ભાલા ફેંકવાની છૂટ હતી, પણ આ રીતે ફેંકવાની રીત જોખમી જણાતાં આંતરરાષ્ટ્રીય ખેલકૂદ ફેડરેશને…

વધુ વાંચો >