નલિની ત્રિવેદી
ગુજરાત (ઇતિહાસ)
ગુજરાત ઇતિહાસ પ્રાગ્–ઇતિહાસ અને આદ્ય–ઇતિહાસ સંસ્કૃતિના ઉગમકાળથી માનવ લેખનકલા જાણતો નહોતો ને પ્રયોજાતો નહોતો. સંસ્કૃતિનાં હજારો વર્ષોનો વૃત્તાંત અ-લિખિત રહ્યો છે. એ કાલની સંસ્કૃતિને જાણવા માટે અન્ય સમકાલીન સાધનોનો આધાર લેવો પડે છે. આથી સંસ્કૃતિના આ પ્રાગ-અક્ષરજ્ઞાન કે નિર્-અક્ષરજ્ઞાન કાલને ‘પ્રાગ-ઐતિહાસિક કાલ’ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાગ-ઐતિહાસિક સંસ્કૃતિનો સમય પટ…
વધુ વાંચો >પ્રીતિ-ભોજન
પ્રીતિ-ભોજન : વર્ણ કે જ્ઞાતિના ભેદ વિનાનું સદભાવથી અપાયેલું સામૂહિક ભોજન. ભારતમાં સ્તર-રચનાનો મુખ્ય આધાર જ્ઞાતિ છે. જ્ઞાતિ-વ્યવસ્થાના છૂતાછૂતના અત્યંત કડક અને જડ નિયમોને કારણે વિભિન્ન જ્ઞાતિઓના લોકો એકબીજાની સાથે બેસીને ભોજન લઈ શકતા ન હતા. તેથી ઉપરના અર્થમાં પ્રીતિ-ભોજન થયાં હોય તેવાં ઉદાહરણો બહુ ઓછાં મળે છે. ભારતમાં કેટલાક…
વધુ વાંચો >સગપણ-સંબંધ
સગપણ–સંબંધ (Kinship) : વ્યક્તિઓ વચ્ચેના કૌટુંબિક સંબંધ કે સંબંધોને ઘનિષ્ઠ બનાવતી મજબૂત ગાંઠ. આવા સંબંધો બે રીતે પ્રસ્થાપિત થાય છે. એક તો લોહીના જોડાણથી અને બીજું લગ્ન કે અન્ય જોડાણથી. બંને સ્વરૂપના સંબંધો ધરાવનારા સભ્યોમાં સ્પષ્ટ તફાવત હોય છે. અર્થાત્ લોહીના સંબંધોનું માધ્યમ જૈવકીય (biological) છે; દા.ત., પિતા-પુત્ર. તેઓ વચ્ચે…
વધુ વાંચો >સતી
સતી : મૃત પતિની પાછળ તેની જ ચિતામાં બળી મરનાર સ્ત્રી. અગાઉ લોકોમાં માન્યતા હતી કે જે સ્ત્રી સતી થાય તે તેત્રીસ કરોડ વર્ષ સુધી પોતાના પતિ સાથે સ્વર્ગનું સુખ ભોગવે છે અને આ મુદત પૂરી થયે ઉત્તમ કુળમાં જન્મીને એ જ પતિ પ્રિયતમને પરણે છે. સતી થનારી સ્ત્રી કપાળમાં…
વધુ વાંચો >સમાજ (society)
સમાજ (society) : સામાજિક સંબંધોનું ગુંફન. સામાજિક સંબંધોની અટપટી વ્યવસ્થા કે જેમાં માનવ સમાજ-જીવન જીવે છે, તે સમાજ છે; પરંતુ એક વાત સ્પષ્ટ છે કે કેટલાક માનવેતર જીવો પણ સમાજ-જીવન જીવે છે. આમ તો જીવસૃદૃષ્ટિના ઉદ્ભવની સાથે સમાજ અને સમાજ-જીવન ઉત્ક્રાન્ત થયાં છે. માનવનું સમાજ-જીવન એ જીવસૃદૃષ્ટિના વિકાસનો એક તબક્કો…
વધુ વાંચો >સંસ્કૃતીકરણ (culturalisation)
સંસ્કૃતીકરણ (culturalisation) : ભારતમાં સામાજિક પરિવર્તનના વિશ્લેષણ માટેની એક વિભાવના. આ વિભાવનાનો સૌપ્રથમ ઉપયોગ ભારતના સમાજશાસ્ત્રી ડૉ. એમ. એન. શ્રીનિવાસે ‘દક્ષિણ ભારતના કૂર્ગ લોકોમાં ધર્મ અને સમાજ’ નામના અભ્યાસમાં કર્યો હતો. જ્ઞાતિ ઉપર આધારિત સ્તર-રચના એ અખિલ ભારતીય ઘટના છે. આ બંધ સ્વરૂપની સ્તર-રચનામાં પરિવર્તનને ખાસ અવકાશ નહિ હોવાનું મનાતું…
વધુ વાંચો >સામાજિક માળખું (સામાજિક રચના) (social structure)
સામાજિક માળખું (સામાજિક રચના) (social structure) : સામાજિક વ્યવસ્થાના જુદા જુદા સામાજિક એકમો કે ભાગોની વ્યવસ્થિત ગોઠવણી. આ ગોઠવણને સામાજિક રચના પણ કહેવામાં આવે છે. આ રચના જુદા જુદા સામાજિક એકમોની વ્યવસ્થિત ક્રમબદ્ધતા સૂચવે છે અને મહદ્અંશે એ સ્થિર અને કાર્યલક્ષી ગોઠવણી હોય છે. દરેક જૈવકીય કે ભૌતિક વસ્તુને પણ…
વધુ વાંચો >