નલિની કિશોર ત્રિવેદી

સગપણ-સંબંધ

સગપણ–સંબંધ (Kinship) : વ્યક્તિઓ વચ્ચેના કૌટુંબિક સંબંધ કે સંબંધોને ઘનિષ્ઠ બનાવતી મજબૂત ગાંઠ. આવા સંબંધો બે રીતે પ્રસ્થાપિત થાય છે. એક તો લોહીના જોડાણથી અને બીજું લગ્ન કે અન્ય જોડાણથી. બંને સ્વરૂપના સંબંધો ધરાવનારા સભ્યોમાં સ્પષ્ટ તફાવત હોય છે. અર્થાત્ લોહીના સંબંધોનું માધ્યમ જૈવકીય (biological) છે; દા.ત., પિતા-પુત્ર. તેઓ વચ્ચે…

વધુ વાંચો >

સમાજ (society)

સમાજ (society) : સામાજિક સંબંધોનું ગુંફન. સામાજિક સંબંધોની અટપટી વ્યવસ્થા કે જેમાં માનવ સમાજ-જીવન જીવે છે, તે સમાજ છે; પરંતુ એક વાત સ્પષ્ટ છે કે કેટલાક માનવેતર જીવો પણ સમાજ-જીવન જીવે છે. આમ તો જીવસૃદૃષ્ટિના ઉદ્ભવની સાથે સમાજ અને સમાજ-જીવન ઉત્ક્રાન્ત થયાં છે. માનવનું સમાજ-જીવન એ જીવસૃદૃષ્ટિના વિકાસનો એક તબક્કો…

વધુ વાંચો >

સંસ્કૃતીકરણ (culturalisation)

સંસ્કૃતીકરણ (culturalisation) : ભારતમાં સામાજિક પરિવર્તનના વિશ્લેષણ માટેની એક વિભાવના. આ વિભાવનાનો સૌપ્રથમ ઉપયોગ ભારતના સમાજશાસ્ત્રી ડૉ. એમ. એન. શ્રીનિવાસે ‘દક્ષિણ ભારતના કૂર્ગ લોકોમાં ધર્મ અને સમાજ’ નામના અભ્યાસમાં કર્યો હતો. જ્ઞાતિ ઉપર આધારિત સ્તર-રચના એ અખિલ ભારતીય ઘટના છે. આ બંધ સ્વરૂપની સ્તર-રચનામાં પરિવર્તનને ખાસ અવકાશ નહિ હોવાનું મનાતું…

વધુ વાંચો >