નટવરલાલ પુ. મહેતા

અંબાડી

અંબાડી : દ્વિદળી વર્ગના માલ્વેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Hibiscus cannabinus Linn. (હિં. अंबोकी, अंबोष्ठि; મ. અંબાડી, અંબાડા; ગુ. અંબાડી; અં. Deccan hemp, Ambari hemp, Kenaf, Bimli Jute) છે. ગુજરાતમાં તેની 15 જેટલી જાતો થાય છે. કપાસ, ખપાટ અને ભીંડી તેનાં સહસભ્યો છે. તે એકવર્ષાયુ ઝીણા કાંટાવાળી 2.5થી…

વધુ વાંચો >

આકડો

આકડો : દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્કલેપિયેડેસી કુળની એક વનસ્પતિ. તેની ક્ષુપ કે નાનું સ્વરૂપ ધરાવતી લગભગ 6 જેટલી જાતિઓ થાય છે અને ઉષ્ણ અને ઉપોષ્ણકટિબંધીય આફ્રિકા અને એશિયામાં તેનું વિતરણ થયેલું છે. ભારતમાં તેની ત્રણ જાતિઓ થાય છે; તે પૈકી Calotropis gigentea (Linn.) R. Br. (સં. , अर्क, मंदार, रवि,…

વધુ વાંચો >

ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટ્રૉપિકલ ઍગ્રિકલ્ચર

ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટ્રૉપિકલ ઍગ્રિકલ્ચર (IITA) : ફૉર્ડ અને રૉકફેલર ફાઉન્ડેશન દ્વારા કઠોળ, મૂળ, કંદ અને ખાદ્ય શિંબી વર્ગના પાકોની સુધારણાના મુખ્ય હેતુથી ઇબાડાન- (નાઇજિરિયા)માં 1968માં સ્થપાયેલું કેન્દ્ર. અહીં મકાઈ અને ચોખાની સુધારણા માટે પણ CIMMYT અને ઇન્ટરનેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી સંશોધન કરવામાં આવે છે. આ કેન્દ્રની પ્રવૃત્તિ પાકપદ્ધતિના…

વધુ વાંચો >

ઇન્ટરનેશનલ ક્રૉપ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફૉર ધ સેમિઍરિડ ટ્રૉપિક્સ

ઇન્ટરનેશનલ ક્રૉપ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફૉર ધ સેમિઍરિડ ટ્રૉપિક્સ (ICRISAT) : ભારતના આંધ્રપ્રદેશમાં હૈદરાબાદ શહેરના પાટણચેરુમાં આવેલું વિષુવવૃત્તીય અર્ધ-સૂકા પ્રદેશોના પાકના ઉત્પાદન અને સુધારણા માટેનું 1972માં સ્થપાયેલ આંતરરાષ્ટ્રીય સંશોધનકેન્દ્ર. આ સંસ્થા જુવાર, બાજરી, મગફળી, તુવેર અને ચણાના પાકની જાતો તથા સૂકી ખેતીની પદ્ધતિઓ પર સંશોધન કરે છે. તેનાં કાર્યો નીચે પ્રમાણે…

વધુ વાંચો >

ઇન્ટરનેશનલ પોટેટો સેન્ટર

ઇન્ટરનેશનલ પોટેટો સેન્ટર : કન્સલ્ટેટિવ ગ્રૂપ ઑન ઇન્ટરનેશનલ એગ્રિકલ્ચરલ રિસર્ચ (CGIAR) દ્વારા ઉષ્ણ કટિબંધના દેશોની બટાટાની જાતોની સુધારણા માટે 1971માં લિમા(પેરુ)માં સ્થાપવામાં આવેલ કેન્દ્ર. તેની ખાસ જવાબદારી જનનરસ (germ plasm) એકત્રિત કરી તેને જાળવી રાખવાની છે. આજ સુધીમાં તેણે બટાટાની 11,000થી વધુ જાતોની નોંધણી કરી છે. બટાટાની જાતોની સુધારણાનું કાર્ય કરતાં…

વધુ વાંચો >

ઇન્ટરનૅશનલ બોર્ડ ફૉર પ્લાન્ટ જિનેટિક રિસર્ચ

ઇન્ટરનૅશનલ બોર્ડ ફૉર પ્લાન્ટ જિનેટિક રિસર્ચ (IBPGR) : કન્સલ્ટેટિવ ગ્રૂપ ઑવ્ ઇન્ટરનૅશનલ ઍગ્રિકલ્ચરલ રિસર્ચ (CGIAR) દ્વારા 1974માં રોમ(ઇટાલી)માં છોડની જનીન સંપત્તિના સંશોધન માટે સ્થાપવામાં આવેલું આંતરરાષ્ટ્રીય મંડળ. તેનું મુખ્ય ધ્યેય છોડની જનીન સંપત્તિ એકત્રિત કરી, સાચવી, આંતરરાષ્ટ્રીય સ્તરે તેનો મુક્ત વિનિયોગ કરીને આ પ્રકારનું કાર્ય કરતાં અન્ય મંડળોને સહકાર, સહયોગ…

વધુ વાંચો >

ઇન્ટરનૅશનલ મેઇઝ ઍન્ડ વ્હીટ ઇમ્પ્રૂવમેન્ટ સેન્ટર

ઇન્ટરનૅશનલ મેઇઝ ઍન્ડ વ્હીટ ઇમ્પ્રૂવમેન્ટ સેન્ટર (CIMMYT) : ફૉર્ડ અને રૉકફેલર ફાઉન્ડેશનોના સહયોગથી 1966માં મકાઈ અને ઘઉંની સુધારણા માટેનું બેટોન(મેકિસકો)માં સ્થાપવામાં આવેલું કેન્દ્ર. આ માટેનું પાયાનું કામ મેક્સિકોમાં 1943માં શરૂ થયું હતું. મકાઈની જનીનિક વિવિધતાને આધારે ઉદભવતી 8,000થી વધુ જાતોનું એકત્રીકરણ તથા તેમની જાળવણી અને વહેંચણીનું કાર્ય આ સંસ્થા સંભાળે…

વધુ વાંચો >

ઇન્ટરનેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ

ઇન્ટનેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (IRRI) : ફૉર્ડ અને રૉકફેલર ફાઉન્ડેશનો દ્વારા મનીલા(ફિલિપાઇન્સ)માં 1960માં ચોખાના સંશોધન માટે સ્થપાયેલ આંતરરાષ્ટ્રીય સંસ્થા. આ સંસ્થાનું મુખ્ય ધ્યેય ચોખાના પાકની સુધારણા છે. અત્યાર સુધીમાં ચોખાની લગભગ 42,000 થી વધુ જાતોના જનનરસ(germ plasm)નો સંગ્રહ કરવામાં આવેલો છે. આ જાતોની જાળવણી અને વહેંચણી કરવામાં આવે છે. લાંબા…

વધુ વાંચો >

ઇન્ટરનેશનલ સેન્ટર ફૉર એગ્રિકલ્ચરલ રિસર્ચ ઇન ધ ડ્રાય એરિયાઝ

ઇન્ટરનેશનલ સેન્ટર ફૉર એગ્રિકલ્ચરલ રિસર્ચ ઇન ધ ડ્રાય એરિયાઝ (ICARDA) : સૂકા વિસ્તારના કૃષિસંશોધન અંગે એલેપો(બેરોન)માં CGIAR દ્વારા સ્થપાયેલ કેન્દ્ર. આ સંસ્થા જવ, ઘઉં અને મસૂરની જાતની સુધારણા માટે મુખ્યત્વે જવાબદાર છે. આ ઉપરાંત ખેતી-પદ્ધતિ, ઘેટાંની જાળવણી તથા સુધારણા માટે પણ ત્યાં સંશોધન હાથ ધરવામાં આવે છે. ભૂમધ્ય પ્રદેશ અને…

વધુ વાંચો >

ઇન્ટરનેશનલ સેન્ટર ફૉર ટ્રૉપિકલ એગ્રિકલ્ચર

ઇન્ટરનેશનલ સેન્ટર ફૉર ટ્રૉપિકલ એગ્રિકલ્ચર (CIAT) : ફૉર્ડ અને રૉકફેલર ફાઉન્ડેશનના સહિયારા પ્રયત્નોથી પાલમીરા, કોલંબિયામાં સ્થાપવામાં આવેલ ઉષ્ણકટિબંધની ખેતી માટેનું આંતરરાષ્ટ્રીય કેન્દ્ર. સીઆટે કસાવા (Cassava tropica) અને કઠોળ(beans)ની સુધારણા માટેની પ્રાથમિક જવાબદારી સ્વીકારી છે. કસાવા આફ્રિકા, લૅટિન અમેરિકા, ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સમાં મોટા પ્રમાણમાં વવાય છે. તેના મૂળ ખોરાક તરીકે સાબુદાણા…

વધુ વાંચો >