ઇન્ટરનૅશનલ બોર્ડ ફૉર પ્લાન્ટ જિનેટિક રિસર્ચ (IBPGR) : કન્સલ્ટેટિવ ગ્રૂપ ઑવ્ ઇન્ટરનૅશનલ ઍગ્રિકલ્ચરલ રિસર્ચ (CGIAR) દ્વારા 1974માં રોમ(ઇટાલી)માં છોડની જનીન સંપત્તિના સંશોધન માટે સ્થાપવામાં આવેલું આંતરરાષ્ટ્રીય મંડળ. તેનું મુખ્ય ધ્યેય છોડની જનીન સંપત્તિ એકત્રિત કરી, સાચવી, આંતરરાષ્ટ્રીય સ્તરે તેનો મુક્ત વિનિયોગ કરીને આ પ્રકારનું કાર્ય કરતાં અન્ય મંડળોને સહકાર, સહયોગ અને માર્ગદર્શન આપવાનું છે. દા.ત., ચોખાની જનીન સંપત્તિ (genetic wealth) માટે તે મનીલાના આંતરરાષ્ટ્રીય ચોખા સંશોધન કેન્દ્ર(IRRI)ને મદદ કરે છે.

નટવરલાલ પુ. મહેતા

મગનભાઈ ઉ. કુકડિયા