ઇન્ટરનેશનલ પોટેટો સેન્ટર : કન્સલ્ટેટિવ ગ્રૂપ ઑન ઇન્ટરનેશનલ એગ્રિકલ્ચરલ રિસર્ચ (CGIAR) દ્વારા ઉષ્ણ કટિબંધના દેશોની બટાટાની જાતોની સુધારણા માટે 1971માં લિમા(પેરુ)માં સ્થાપવામાં આવેલ કેન્દ્ર. તેની ખાસ જવાબદારી જનનરસ (germ plasm) એકત્રિત કરી તેને જાળવી રાખવાની છે. આજ સુધીમાં તેણે બટાટાની 11,000થી વધુ જાતોની નોંધણી કરી છે. બટાટાની જાતોની સુધારણાનું કાર્ય કરતાં અન્ય કેન્દ્રોને આ કેન્દ્ર જનનદ્રવ્ય અને માર્ગદર્શન પૂરું પાડે છે.

નટવરલાલ પુ. મહેતા

મગનભાઈ ઉ. કુકડિયા