ધર્મ-પુરાણ

અકલંક

અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…

વધુ વાંચો >

અકાલી

અકાલી : જેને કાળરહિત પરમાત્મા સાથે સંબંધ છે અથવા જે કાળરહિત પરમાત્માનો ઉપાસક છે તે. શીખ ધર્મમાં આ શબ્દ ખાસ કરીને ‘નિહંગ’ શીખો માટે વપરાય છે. ફારસીમાં નિહંગ શબ્દનો અર્થ થાય છે મગરમચ્છ. એનું તાત્પર્ય છે અત્યંત નિર્ભય વ્યક્તિ. સંસ્કૃત નિ:સંગનો અર્થ છે સંગરહિત, આસક્તિરહિત, વિરક્ત. આ ફિરકો મરજીવા શીખ…

વધુ વાંચો >

અક્ષયવટ

અક્ષયવટ : પ્રયાગમાં ગંગા-યમુનાના સંગમ પાસે ઊભેલ વડના ઝાડને પુરાણોમાં ‘અક્ષયવટ’ કહેલો છે. ચીની યાત્રી હ્યુ-એન-ત્સાંગે પોતાની યાત્રાના સંદર્ભમાં આનો ઉલ્લેખ કર્યો છે. આ વૃક્ષની નિકટ દક્ષિણે મૌર્ય સમ્રાટ અશોક અને ગુપ્ત સમ્રાટ સમુદ્રગુપ્તના લેખવાળો સ્તંભ હતો. અકબરના સમયમાં આ વડ પરથી સંગમમાં કૂદીને લોકો આત્મવિલોપન કરતા. પુરાણો અનુસાર આ…

વધુ વાંચો >

અક્ષરધામ

અક્ષરધામ : જુઓ, બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા (1907)

વધુ વાંચો >

અક્ષરધામ

અક્ષરધામ : શ્રીવલ્લભાચાર્યજીના શુદ્ધાદ્વૈત સિદ્ધાંત અનુસાર સચ્ચિદાનંદ બ્રહ્મના ત્રણ મુખ્ય રૂપ હોય છે : (1) પૂર્ણ પુરુષોત્તમ રસરૂપ અથવા અભેદ રૂપ પરબ્રહ્મ શ્રીકૃષ્ણ, (2) અક્ષર બ્રહ્મ, જેઓ ગુણાતિતાનંદ છે અને બે સ્વરૂપ ધરાવે છે તેમજ (3) અંતર્યામી. અક્ષર બ્રહ્મનાં બે સ્વરૂપોમાંનું એક સ્વરૂપ પૂર્ણપુરુષોત્તમનું અક્ષરધામ છે અને બીજું કાલ, કર્મ,…

વધુ વાંચો >

અગિયારી

અગિયારી : જરથુસ્ત્ર ધર્મનું પવિત્ર સ્થળ. અગિયારીના, તેમના પવિત્ર અગ્નિ(આતશ)ના પ્રકારો મુજબ ત્રણ દરજ્જા છે : ‘આતશે દાદગાહ’, ‘આતશ-એ-આદરાન’ અને ‘આતશે બહેરામ’. આતશની સેવા માટે નિયુક્ત થયેલા દસ્તૂર (ધર્મગુરુ) સિવાય કોઈ જઈ શકતા નથી. અગિયારીની અંદર દર્શન કરવા માટે અન્ય ધર્મીઓને છૂટ હોતી નથી. સોની, લુહાર અને કુંભારની ભઠ્ઠીઓનો અગ્નિ…

વધુ વાંચો >

અગ્નિ પર ચલન

અગ્નિ પર ચલન : સાંકડી ખાઈમાં તળિયે પાથરેલા અંગારાઓના પાતળા થર પર ચાલવાની પ્રથા. ભારતીય ઉપખંડ, મલેશિયા, જાપાન, ચીન, ફિજી, તાહિતી, ન્યૂઝીલૅન્ડ, મોરિશિયસ, બલ્ગેરિયા, સ્પેન વગેરેમાં પ્રચલિત ધાર્મિક પ્રણાલી. પ્રાચીન ભારત, ચીન અને ગ્રીસમાં પણ આ પ્રણાલીનું અસ્તિત્વ હતું. પૂજારી, સાધુઓ અથવા ભક્તો કેટલીક વાર અંગારાઓના જાડા થર પર પણ…

વધુ વાંચો >

અગ્નિપુરાણ

અગ્નિપુરાણ : અઢાર પુરાણોમાંનું એક. તેનો ક્રમ આઠમો છે. ડૉ. હઝરા છેલ્લે ઉપલબ્ધ થયેલાં વહ્નિપુરાણોને જ મૌલિક અગ્નિપુરાણ માને છે, કારણ કે અગ્નિના મહિમાનું પ્રતિપાદન અગ્નિપુરાણમાં નથી, પણ વહ્નિપુરાણમાં છે અને નિબંધગ્રન્થોમાં અગ્નિપુરાણને નામે જે અવતરણો આપવામાં આવ્યાં છે તે અગ્નિપુરાણમાં નહિ, પણ વહ્નિપુરાણમાં છે. હાલના અગ્નિપુરાણમાં પાંચરાત્ર વૈષ્ણવ પૂજાઓનું…

વધુ વાંચો >

અઘોરપંથ

અઘોરપંથ : આમ જનસમાજમાં ‘ઔઘડપંથ’ નામે ઓળખાતો આ પંથ ક્યારેક ‘સરભંગ’ કે ‘અવધૂત’ પંથના નામે પણ ઓળખાય છે. આ મતનાં મૂળ અથર્વવેદમાં મનાય છે. શ્વેતાશ્વતર ઉપનિષદમાં ‘याते ऱुद्र शिवातनूरधोरा पापनाशिनी’ જેવા મંત્રોમાં શિવ પરત્વે અઘોર શબ્દનો પ્રયોગ થયો છે. માર્કોપોલો, પ્લીની, એરિસ્ટોટલ વગેર પાશ્ચાત્ય વિદ્વાનોએ પણ અઘોરપંથની બાબતના સંકેત કર્યા…

વધુ વાંચો >

અજિતનાથ

અજિતનાથ : જૈન પ્રણાલીમાં 24 તીર્થંકરોમાં બીજા ક્રમના તીર્થંકર. ઇક્ષ્વાકુ વંશના વિનીતા નગરીના રાજા જિતશત્રુ અને તેની પત્ની વિજયાના પુત્ર અજિતનાથનો જન્મ મહા સુદ આઠમના રોજ થયો હતો. તેઓ ચૈત્ર સુદ પાંચમના રોજ નિર્વાણ પામ્યા હતા. અજિતનાથે ઘણા લાંબા સમય સુધી રાજ કર્યા બાદ ગૃહત્યાગ કરી 12 વર્ષ છૂપા વેશે…

વધુ વાંચો >