ધર્મ-પુરાણ

અજિતનાથ મંદિર (તારંગા)

અજિતનાથ મંદિર (તારંગા) : મહેસાણા જિલ્લાના તારંગાના ડુંગર પર સોલંકી રાજવી કુમારપાળે બંધાવેલું  તીર્થંકર અજિતનાથનું મંદિર. મંદિર બંધાવ્યા અંગેનો મુખ્ય લેખ મળ્યો નથી. એક લેખમાં વસ્તુપાલે અહીં આદિનાથ અને નેમિનાથનાં બિંબ ઈ. સ. 1228માં સ્થાપ્યાની નોંધ છે. આ મંદિરનો અનેક વાર જીર્ણોદ્ધાર થયો છે. હાલના મંદિરમાં ગર્ભગૃહ, તેને ફરતો પ્રદક્ષિણાપથ,…

વધુ વાંચો >

અજીવ

અજીવ : જૈન મત અનુસાર જેમાં ચેતના ન હોય તે દ્રવ્ય. અજીવને જડ, અચેતન પણ કહે છે. અજીવના ભેદ : જૈન માન્યતા પ્રમાણે અજીવના પાંચ પ્રકાર છે : ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ અને પુદ્ગલાસ્તિકાય (કાળ અસ્તિકાય નથી કહેવાતો). કાયનો અર્થ સમૂહ છે. ધર્મ, અધર્મ, આકાશ અને કાળ અમૂર્ત તથા પુદ્ગલ…

વધુ વાંચો >

અદભુતાનંદજી

અદભુતાનંદજી (જ. 1847, પાડગોલ, તા. પેટલાદ; અ. 1947, મહેલોલ, તા. ગોધરા) : વૈદિક પરંપરાના પ્રસિદ્ધ સંન્યાસી. બ્રાહ્મણ પરિવારમાં જન્મ, પૂર્વાશ્રમનું નામ ભોળાનાથ, પિતા ગૌરીશંકર અને માતા યમુનાગૌરી. અભ્યાસ ચાર ગુજરાતી ચોપડી. ગોવિંદલાલ ગોસાંઈ પાસે શ્રીમદભાગવતનું અધ્યયન, વૈદિક કર્મકાંડનો પણ અભ્યાસ કરેલો. ભાઈઓ સાથેના કુટુંબકલેશથી કંટાળી 50 વર્ષે વાનપ્રસ્થ ગ્રહણ કર્યું…

વધુ વાંચો >

અદ્વૈતસિદ્ધાન્ત

અદ્વૈતસિદ્ધાન્ત : ભારતીય ઉપનિષદસાહિત્ય અને બ્રહ્મસૂત્રમાં રજૂ થયેલો તત્વવિષયક સિદ્ધાન્ત. જગત, આત્મા અને પરમાત્મા એ ત્રણે જુદાં તત્વો નથી; પરંતુ પરમાત્મા અથવા પરબ્રહ્મનું તત્વ એક જ છે. બ્રહ્મ એ એકમાત્ર ચેતન અને કાયમી તત્વ છે. આત્મા પણ બ્રહ્મનો એક અંશ છે. તેથી ચેતન બ્રહ્મમાં ચેતન એવો આત્મા એકરૂપ બની જાય…

વધુ વાંચો >

અનંતનાથ

અનંતનાથ : જૈન પ્રણાલીમાં 24 તીર્થંકરોમાં 14મા તીર્થંકર. વિનીતા નગરીના રાજા સિંહસેન અને તેમની પત્ની સુયશાના પુત્ર અનંતનાથનો જન્મ વૈશાખ વદ દસમના રોજ થયો હતો. તેઓ ચૈત્ર સુદ પાંચમના રોજ નિર્વાણ પામ્યા હતા. તેઓ 30 લાખ વર્ષ જીવ્યા હોવાનું જૈન અનુશ્રુતિ જણાવે છે. 15 લાખ વર્ષ રાજ કર્યા બાદ ત્રણ…

વધુ વાંચો >

અનંતશયન

અનંતશયન : વિષ્ણુનું એક પ્રતિમાસ્વરૂપ. આ સ્વરૂપમાં વિષ્ણુ શેષનાગ (અનંત) ઉપર સૂતેલા છે. નાગફેણથી શિરચ્છત્ર રચાયું છે. લક્ષ્મીજી ભગવાનના પગને ખોળામાં લઈ પાદસેવન કરે છે. વિષ્ણુની નાભિમાં પ્રગટેલા કમળમાં બ્રહ્મા વિરાજમાન છે. મધુ-કૈટભ દૈત્યો કમળદંડને વળગેલા છે. ચક્ર, ગદા, શંખ વિષ્ણુ પાસે પડેલાં છે. વિષ્ણુનો એક હાથ માથા હેઠળ અને…

વધુ વાંચો >

અનિષ્ટ

અનિષ્ટ : ઇષ્ટ નહિ તે. ઇષ્ટનો મુખ્ય અર્થ ‘ધર્મકાર્ય’ થાય છે. તેથી અનિષ્ટ એટલે અધર્મ એવો અર્થ થાય. શ્રીમદ્ભગવદ્ગીતામાં ‘समचितत्वमिष्टानिष्टोपपतिषु’ (‘સારા અને માઠા પ્રસંગે સમચિત્તત્વ’) એમ ઉલ્લેખ છે તે ઉપરથી અનિષ્ટ એટલે વિષાદપ્રેરક એવો અર્થ નીકળે. સુપ્રસિદ્ધ મીમાંસક મંડનમિશ્રે કહ્યું છે કે કોઈ પણ કાર્યમાં પ્રવૃત્તિ ત્યારે જ થાય છે,…

વધુ વાંચો >

અનુગીતા

અનુગીતા : જુઓ, ગીતા.

વધુ વાંચો >

અનેકાન્તવાદ (અથવા સ્યાદ્વાદ)

અનેકાન્તવાદ (અથવા સ્યાદ્વાદ) : પ્રત્યેક વસ્તુને જુદા જુદા દૃષ્ટિકોણથી વિચારવી, જોવી અને કહેવી તે. જૈનદર્શનની આધારશિલા અનેકાન્તવાદ છે. જૈનધર્મમાં જ્યારે પણ કોઈ વાત કહેવાઈ છે ત્યારે તે અનેકાન્તની કસોટી પર સારી રીતે ચકાસીને કહેવાઈ છે. આથી દાર્શનિક સાહિત્યમાં જૈનદર્શનનું બીજું નામ અનેકાન્તદર્શન પડ્યું છે. જૈનદર્શનમાં પ્રયોજાતા ‘અનેકાન્ત’ શબ્દનો અર્થ છે…

વધુ વાંચો >

અપરિગ્રહ

અપરિગ્રહ : વસ્તુ, શરીર કે વિચારના પરિગ્રહનો અભાવ. જીવનની અત્યંત આવશ્યક વસ્તુ તે હવા. એના વિના જીવન ક્ષણભર પણ ટકી ન શકે એટલે કુદરતે જીવમાત્રને માટે હવા વિપુલ પ્રમાણમાં બક્ષી છે. એને માટે જીવને કોઈ પુરુષાર્થ કરવો પડતો નથી. બીજી આવશ્યક વસ્તુ તે પાણી. એનો પણ ઘણો મોટો સંગ્રહ પૃથ્વી…

વધુ વાંચો >