ધર્મેન્દ્રસિંહ દિલાવરસિંહ ઝાલા

લોકઅભિપ્રાય

લોકઅભિપ્રાય : દેશની મોટાભાગની પ્રજાનો કોઈ એક બાબત પરત્વેનો અભિપ્રાય-મત. લોકશાહીમાં અંતિમ સત્તા લોકો પાસે હોય છે. લોકો જેને ઇચ્છે તેને સત્તાનાં સૂત્રો સોંપી શકે છે. સામાન્ય ચૂંટણીમાં જે રાજકીય પક્ષ સૌથી વધુ પ્રમાણમાં લોકોના મત મેળવે છે તે સત્તાસ્થાને આવે છે. લોકોના મત વધુ ને વધુ પ્રમાણમાં મેળવવા માટે…

વધુ વાંચો >

વિલ્સન, (જેમ્સ) હેરોલ્ડ

વિલ્સન, (જેમ્સ) હેરોલ્ડ (જ. 11 માર્ચ 1916, હુડર્સફિલ્ડ, યૉર્કશાયર, ઇંગ્લૅન્ડ) : 1963થી મજૂર પક્ષના નેતા. 1964-70 અને 1974-76 દરમિયાન બ્રિટનના વડાપ્રધાન. તેમના પિતા ઉદ્યોગક્ષેત્રના રસાયણવિજ્ઞાની હતા. તેમણે ચેશાયર પરગણાની વિરાલ ગ્રામર સ્કૂલમાં અભ્યાસ કરી, શિષ્યવૃત્તિ મેળવી ઑક્સફર્ડની જિસસ કૉલેજમાં પ્રવેશ લીધો. 1937માં પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થઈ સ્નાતક બન્યા અને 1939…

વધુ વાંચો >

સમવાયતંત્ર

સમવાયતંત્ર : કેંદ્ર અને રાજ્ય  એમ બેવડી કક્ષાએ કામ કરતી શાસકીય વ્યવસ્થા, જેમાં સ્વતંત્ર અને સમકક્ષ સરકારોનું અસ્તિત્વ હોય છે. સમવાયતંત્ર માટે અંગ્રેજી ભાષામાં ફેડરેશન (federation) અથવા ફેડરાલિઝમ (federalism) શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. ‘ફેડરેશન’ શબ્દ મૂળ લૅટિન શબ્દ ‘ફોડસ’ (foedus) પરથી તૈયાર થયો છે, જેનો અર્થ સંધિ અથવા કરાર…

વધુ વાંચો >

સર્વસત્તાવાદ

સર્વસત્તાવાદ : રાજ્યને સર્વેસર્વા માનતી અને તેના કાર્યક્ષેત્રમાં અન્ય તમામ બાબતોને સમાવી લેતી વિચારધારા. ચિંતનની દૃષ્ટિએ સર્વસત્તાવાદ આદર્શવાદનો એક ફાંટો છે. ફ્રેંચ ક્રાંતિ પછી યુરોપમાં તાકાતની આરાધનાને મહત્ત્વનું સ્થાન મળ્યું. જર્મની જેવો વેરવિખેર દેશ મજબૂત અને શક્તિશાળી બનવા ઉત્સુક હતો. ત્યારે ઇમૅન્યુઅલ કાંટ જેવા વિચારકોએ સર્વસત્તાવાદને પોષક વિચારો પૂરા પાડ્યા…

વધુ વાંચો >

સામૂહિક સલામતી (collective security)

સામૂહિક સલામતી (collective security) : આંતરરાષ્ટ્રીય સ્થિરતા પ્રાપ્ત કરવા માટે આક્રમણખોર રાજ્ય વિરુદ્ધ સંગઠિત બની સામૂહિક પ્રયાસો દ્વારા યુદ્ધ રોકવાના અન્ય તમામ રાજ્યોના પ્રયાસો. સામૂહિક સલામતી યુદ્ધો અટકાવવાની કે બંધ કરવાની સામૂહિક પ્રયાસોની એક વ્યવસ્થા છે. સામૂહિક સલામતીનો વિચાર પ્રથમ વિશ્વયુદ્ધ(1914-18)ને અંતે આરંભાયેલો વિચાર છે, જે વૈશ્ર્વિક કક્ષાએ જ કરી…

વધુ વાંચો >

સાંપ્રદાયિક રાજ્ય (theocratic state)

સાંપ્રદાયિક રાજ્ય (theocratic state) : કોઈ એક ચોક્કસ, નિશ્ચિત અને માન્ય ધર્મ સ્વીકારીને તેને સર્વોચ્ચ સ્થાને સ્થાપીને કાર્ય કરતું રાજ્ય. સાંપ્રદાયિક રાજ્યમાં કોઈ ચોક્કસ ધર્મનો પ્રભાવ અથવા તો તેનું શાસન હોય છે. આ પ્રકારના રાજ્યમાં ધર્મગુરુઓ, પુરોહિતો, ધાર્મિક વડાઓના હાથમાં શાસન હોય છે અથવા તો તેમનો અસાધારણ પ્રભાવ હોય છે.…

વધુ વાંચો >

સ્પૅનિશ આંતરવિગ્રહ

સ્પૅનિશ આંતરવિગ્રહ : 1936થી 1939 સુધી સ્પેનમાં ચાલેલો વિગ્રહ. પ્રથમ વિશ્વયુદ્ધ(1914–1918)માં સ્પેન કોઈ પણ પક્ષે જોડાયું ન હતું. તે સમયે સ્પેનમાં સંસદીય સરકાર અમલમાં હતી. યુદ્ધ સમયે ત્યાં આલ્ફોન્ઝો 13માનું શાસન હતું. વિશ્વયુદ્ધ પૂરું થયા બાદ સ્પેનની આંતરિક અર્થવ્યવસ્થા તૂટવા લાગી હતી. આર્થિક મંદી, હડતાળો તેમજ સામ્યવાદની અસરો માલૂમ પડવા…

વધુ વાંચો >