દિલીપ શુક્લ
અનુકૂલન (જીવવિજ્ઞાન)
અનુકૂલન (જીવવિજ્ઞાન) (adaptation) : વનસ્પતિ કે પ્રાણી પોતાના પર્યાવરણમાં વસવા કે ટકી રહેવાની ક્ષમતા પામે એવી પ્રક્રિયા. વારસાગત લક્ષણો નૈસર્ગિક પસંદગીની અસરોનો સમન્વય સાધે તે અનુકૂલન. દેખીતી રીતે સરખાં જણાતાં સજીવો પણ બંધારણ, કાર્યો, વિકરણ, રક્ષણ, ભક્ષણ, પ્રજનનની રીત અને વિકાસની બાબતોમાં વિભિન્ન અનુકૂલનો ધરાવે છે. અનુકૂલનમાં પોતાને અનુકૂળ પર્યાવરણમાં…
વધુ વાંચો >કાગડો
કાગડો (common crow) : માનવવસવાટ અને માનવસહવાસ પસંદ કરતા સમૂહચારી પ્રકારનું પક્ષી. સમુદાય : મેરુદંડી (Chordala), ઉપસમુદાય : પૃષ્ઠવંશી (Vertebrata), વર્ગ : વિહગ (Aves), ઉપવર્ગ : નિઑર્નિથિસ, શ્રેણી : પેસેરિફૉર્મિસ, કુળ : કૉર્વિડે, પ્રજાતિ અને જાતિ : કૉર્વસ સ્પ્લેંડેન્સ. લંબાઈ આશરે 25 સેમી.. ગરદન અને પેટ ઉપર રાખોડી જ્યારે બાકીના…
વધુ વાંચો >કાચબો
કાચબો : શૃંગી શલ્ક (horny scale) વડે ઢંકાયેલું અને હાડકાંની તકતીઓના વિલયનથી બનેલું કવચ ધારણ કરનાર કેલોનિયા અથવા ટેસ્ટુડિના શ્રેણીનું સરીસૃપ. આ શ્રેણીનાં પ્રાણીઓ સંપૂર્ણ રીતે કે આંશિક રીતે જળમાં કે સ્થળ પર રહેનારાં હોય છે. જે કાચબા ફક્ત જમીન પર રહેતા હોય તે કૂર્મ (tortoises) તરીકે ઓળખાય છે, જ્યારે…
વધુ વાંચો >કાબર
કાબર (Indian-Myna) : વર્ગ : વિહગ; ઉપવર્ગ : નિઑર્નિથિસ (Neornithes); શ્રેણી : પૅસેરિફૉર્મિસ(Passeriformes)ના સ્ટર્નિડે (sturnedae) કુળનું Acridotherus tristis નામે ઓળખાતું પક્ષી. માનવવસવાટ સાથે ઓતપ્રોત થઈ ગયેલું આ પક્ષી કદમાં મધ્યમ બરનું હોય છે. તેની ચાંચ પીળા રંગની અને તે જ રંગનો પટ્ટો આંખ સુધી લંબાયેલો હોય છે. આંખો રતાશ પડતા…
વધુ વાંચો >કીવી
કીવી : ન્યૂઝીલૅન્ડનું પાંખ વગરનું, મરઘીના કદનું, નિશાચર રાષ્ટ્રીય પક્ષી. સમુદાય : મેરુદંડી (chordata); ઉપસમુદાય : પૃષ્ઠવંશી (vertebrata); વર્ગ : વિહગ (aves); ઉપવર્ગ : નિયૉર્નિથિસ; શ્રેણી : એપ્ટેરિજિફૉર્મિસ; કુળ : એપ્ટેરિજિડે; પ્રજાતિ અને જાતિ : એપ્ટેરિક્સ ઑસ્ટ્રેલિયસ; અન્ય કીવીની જાતિઓ : એ. હાસ્તિ (A. haasti); એ. ઑવેની (A. owani). તેની…
વધુ વાંચો >કોયલ
કોયલ : વસંત ઋતુમાં કર્ણપ્રિય મધુર સ્વરમાં સંગીત રેલાવતું સૌનું માનીતું પક્ષી. માર્ચ-એપ્રિલથી જુલાઈ-ઑગસ્ટ દરમિયાન આમ્રકુંજની ઝાડીમાં કુહુઉઉ કુહુઉઉનો અત્યંત મધુર ટહુકાર કરનાર પક્ષી તે નર કોયલ હોય છે. માદા કોયલ એક વૃક્ષથી બીજા વૃક્ષ ઉપર ઊડતાં પિક, પિક-પિક એવા સૂર કાઢે છે. કોયલ કદમાં કાગડા કરતાં સહેજ નાનું, પાતળા…
વધુ વાંચો >ખચ્ચર (mule)
ખચ્ચર (mule) : ગધેડો અને ઘોડીના સંકરણ(cross breeding)ની સંતતિ. ઘોડા અને ગધેડીના સંકરણથી પેદા થતા ખચ્ચરને હિની કહે છે. ગધેડાની જેમ ખચ્ચરના કાન લાંબા, પૂંછડી ગુચ્છાદાર, પગ કિંચિત્ પાતળા અને ખરીવાળા હોય છે; જ્યારે ઊંચાઈ ને વજનમાં તે ઘોડાને મળતું હોય છે. અવાજ ગધેડા જેવો અને સ્વભાવ સહેજ હઠીલો હોય…
વધુ વાંચો >ગધેડું
ગધેડું : માનવને ભારવાહક તરીકે અત્યંત ઉપયોગી એવું સસ્તન પ્રાણી. ઘોડો અને ગધેડું બંને Perriso-dectyla શ્રેણી અને Equas પ્રજાતિનાં પ્રાણીઓ છે. ગધેડાનું શાસ્ત્રીય નામ : Equas asinus. તેના પૂર્વજો આફ્રિકાના જંગલમાં વાસ કરતા હતા. તેના કાન લાંબા હોય છે. તેની પીઠની બંને બાજુએ લાંબા વાળ, ડોક પર ઊંચી કેશવાળી અને…
વધુ વાંચો >ગેંડો
ગેંડો : ઢાલ જેવી જાડી ચામડી ધરાવતું, નાસિકાની ઉપરના ભાગમાં એક કે બે શૃંગ ધરાવતું, ટૂંકા માંસલ પગવાળું, જમીન ઉપરનું એક વિશાળકાય સસ્તન પ્રાણી. ગેંડાની પાંચ જાતિઓ (kinds) જોવા મળે છે. તે પૈકી ત્રણ જાત એશિયામાં અને બે જાત આફ્રિકામાં મળે છે. ભારતીય ગેંડો : એશિયા ખંડની ત્રણ જાતિઓ પૈકી…
વધુ વાંચો >ગોકળગાય (slug)
ગોકળગાય (slug) : સમુદાય મૃદુકાય (mollusca); વર્ગ ઉદરપદી (gastropoda) અને શ્રેણી Pulmonataનું સ્થળચર પ્રાણી. ગોકળગાયને બાહ્યકવચ હોતું નથી. સામાન્યપણે પ્રાવર(બાહ્યકવચ)ના રક્ષણાત્મક ભાગની અંદર અંતસ્થ અંગો ઢંકાયેલાં હોય છે. પ્રાવરગુહા (mantle cavity) શરીરની જમણી બાજુએ આવેલ એક મોટા શ્વસનછિદ્ર દ્વારા બહારની બાજુએ ખૂલે છે. ગોકળગાયના શીર્ષ પર બે આકુંચનશીલ (retractible) સ્પર્શાંગો…
વધુ વાંચો >