દિલીપ શુક્લ

વાઘ

વાઘ : પ્રતીકરૂપ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી. તે માંસાહારી વન્ય જીવ છે. (Carnivora) શ્રેણીના ફેલિડે કુળના આ સસ્તન પ્રાણીનું શાસ્ત્રીય નામ છે Panthera tigriss linn. વાઘની ચામડીનો રતાશ પડતો બદામી રંગ અને ચામડી પરના અનિયમિત આકારના પટા (bands) ઘણા આકર્ષક હોય છે. તેના મોઢા પરની રંગરચના, તેનું ગળું અને ઉદરપ્રદેશના નીચલા…

વધુ વાંચો >

વાણિયો (dragon fly)

વાણિયો (dragon fly) : ઝીણી, પારદર્શક અને અત્યંત પાતળી પાંખની બે જોડ ધરાવતો એક સુંદર નિરુપદ્રવી કીટક. લઘુશ્મશ્રુ (Odonata) શ્રેણીના આ કીટકના સ્પર્શકો સાવ નાના અને વાળ જેવા હોય છે. તેનું શરીર પાતળું અને સહેજ લાંબું હોય છે. રંગે તે લાલ, લીલા કે વાદળી હોય છે. મણકા જેવા આકારની તેની…

વધુ વાંચો >

સમુદ્રધેનુ અથવા સાગરસુંદરી (sirenia)

સમુદ્રધેનુ અથવા સાગરસુંદરી (sirenia) : ગ્રીક ભાષામાં sirenનો અર્થ sea nymph એટલે કે સમુદ્રપરી થાય છે. આ પ્રાણી નદી તથા સમુદ્રના કિનારાના પાણીમાં જોવા મળે છે. ઍટલૅન્ટિક મહાસાગરમાંથી મેનેટી (manatee) અને પ્રશાંત તથા હિંદી મહાસાગરમાંથી ડુગોંગ (dugong) નામની સમુદ્રધેનુઓ મળી આવે છે. વાસ્તવમાં આ બંને અલગ શાખાઓનાં પ્રાણીઓ છે અને…

વધુ વાંચો >

સસલું

સસલું : લાંબા કર્ણ, ટૂંકી પૂંછડી, કૂદકા મારી ચાલતું, રુવાંટીવાળું સસ્તન વર્ગનું નાજુક પ્રાણી. સસ્તન વર્ગની લૅગોમોર્ફા (Lagomorpha) શ્રેણીનું આ પ્રાણી વિશ્વના ઘણાખરા દેશોમાં મળી આવે છે. ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડમાં વસાહતી અંગ્રેજોએ ઓગણીસમી સદીમાં પ્રથમ દાખલ કર્યું. હવે ત્યાં સસલાંની વસ્તી ખૂબ વધી ગઈ છે. ભૂખરા રંગની મૂળ જંગલી જાતિમાંની…

વધુ વાંચો >

સાપ (snake)

સાપ (snake) : મેરુદંડી સમુદાય, પૃષ્ઠવંશી અનુસમુદાય, સરીસૃપ વર્ગના ઑફિડિયા શ્રેણીનું પ્રાણી. સાપની 2,900 જેટલી વિવિધ જાતિઓ પૃથ્વી પર વસે છે, જે પૈકી ભારતમાં અંદાજે 250 જાતિઓ છે, તેમાં 50 જેટલા સાપ ઝેરી છે. ઝેરી સાપોમાં જમીન પર વસતા ઝેરી સાપોની સંખ્યા માત્ર 4ની છે, બાકીના મોટાભાગના દરિયાઈ ઝેરી સાપ…

વધુ વાંચો >

સિંહ (Panthera leo)

સિંહ (Panthera leo) : ‘સાવજ’, ‘કેસરી’ અને ‘વનરાજ’ના નામે જગપ્રસિદ્ધ શિકારી પ્રાણી. આ પ્રાણી ભારતનું અને ખાસ કરીને ગુજરાતનું ગૌરવ છે. તેનું કુદરતી રહેઠાણ સવાના પ્રકારનું જંગલ સૂકું કંટકવન (thorny forest) કે પાનખર ઝાંખરાયુક્ત જંગલ (deciduous shruby forest) છે. ઈ. પૂ. 6000માં ભારતમાં સ્થાયી થયેલ આ સ્થાનાંતર કરતી જાતિ છે.…

વધુ વાંચો >

સુગરી (બાયા) (Weaver bird)

સુગરી (બાયા) (Weaver bird) : પક્ષી-જગતમાં અલૌકિક, કળાકુશળતાથી ભરપૂર ગૂંથણીવાળો માળો બનાવનાર, ચકલીના કદનું અને તેને મળતું આવતું એક પક્ષી. ‘સુગરી’ નામ ‘સુગૃહી’ પરથી ઊતરી આવેલું છે. કેટલાંક તે નામ ‘સુગ્રીવ’ (સુંદર ગ્રીવાવાળું પક્ષી) શબ્દ પરથી ઊતરી આવ્યાનું માને છે. સુગરીની મોટાભાગની જાતિઓ આફ્રિકામાં જોવા મળે છે. તે પૈકી એશિયામાં…

વધુ વાંચો >

હરણ (deer)

હરણ (deer) : ખરીવાળું, વાગોળનારું, સર્વિડી કુળ અને આર્ટિયોડેક્ટિલા શ્રેણીનું સસ્તન પ્રાણી. વન્ય પ્રાણીઓમાં તે ખૂબ નાજુક અને આકર્ષક પ્રાણીઓ પૈકીનું એક છે. આ કુળમાં 17 પ્રજાતિઓ અને 53 જાતિઓ મળી આવે છે. તે ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ, ઍન્ટાર્ક્ટિકા, મધ્ય અને દક્ષિણ આફ્રિકા અને માડાગાસ્કર સિવાયના લગભગ બધા જ પ્રદેશોમાં વિવિધ પ્રકારમાં…

વધુ વાંચો >

હાથી (elephant)

હાથી (elephant) : હાલમાં જોવા મળતું જમીન ઉપરનું સૌથી મોટું પ્રાણી. તેની મુખ્યત્વે બે જાતિઓ જોવા મળે છે : ભારતીય હાથી (Elephas maximus indicus) અને આફ્રિકન હાથી (Loxodonta africana and L. cyclotis). ભારતીય હાથી ભારત ઉપરાંત બર્મા, સિયામ, મલાયા, સુમાત્રા અને શ્રીલંકામાં વસે છે. ભારતીય હાથીની ઊંચાઈ 2.5થી 3 મીટર…

વધુ વાંચો >

હિપોપૉટેમસ (Hippopotamus)

હિપોપૉટેમસ (Hippopotamus) : જમીન ઉપરનું ત્રીજા નંબરનું વજનદાર જીવંત સ્થળચર પ્રાણી. ‘હિપોપૉટેમસ’ શબ્દનો અર્થ છે – ‘નદીનો ઘોડો’. તે પોતાનો મોટા ભાગનો સમય પાણીમાં ગાળે છે. તે પૂર્વ આફ્રિકા અને પશ્ચિમ આફ્રિકાની નદીઓ અને સરોવરોમાં મોટી સંખ્યામાં જોવા મળે છે. તેનું શરીર ગોળ બેરલ (પીપ) જેવું હોય છે અને શીર્ષ…

વધુ વાંચો >