જ. મૂ. નાણાવટી

ઇન્ડિયન મ્યુઝિયમ-કોલકાતા

ઇન્ડિયન મ્યુઝિયમ-કોલકાતા : ભારતનું જૂનામાં જૂનું અને મોટામાં મોટું સમૃદ્ધ મ્યુઝિયમ. બે વિભાગોથી શરૂ થયેલું આ મ્યુઝિયમ આજે છ વિભાગો અને અનેક વીથિઓ (galleries) ધરાવે છે. આમાં પુરાતત્વ, કલા, નૃવંશશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર અને પ્રાણીશાસ્ત્રનો સમાવેશ થાય છે. 1865માં તેના નવા મકાનની શિલારોપણવિધિ થઈ અને 1875માં તૈયાર થયેલા મકાનમાં નવી વીથિઓની…

વધુ વાંચો >

કડિયો ડુંગર

કડિયો ડુંગર : ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર પાસે ભરૂચથી 57 કિમી. દૂર ક્ષત્રપકાલીન ગુફાઓવાળો 500 ફૂટ ઊંચો ડુંગર. ડુંગરની તળેટીમાં એક જ પથ્થરમાંથી કોતરી કાઢેલો એક સિંહસ્તંભ છે. આસપાસ ઈંટેરી સ્થાપત્યના અવશેષો છે. ગુજરાત રાજ્ય પુરાતત્વખાતા મારફત પ્રથમ વાર 1966-69માં તપાસ થયેલી. 1969-70માં રાજ્યરક્ષિત પ્રાચીન સ્મારક તરીકે જાહેર થયેલ. ડુંગર ઉપર…

વધુ વાંચો >

કંથકોટ

કંથકોટ : કચ્છમાં ભૂજની 96.65 કિમી. પૂર્વમાં ભચાઉ તાલુકામાં મનફરા ગામ પાસે ટેકરા ઉપરનો ઐતિહાસિક ડુંગરી કિલ્લો. દરવાજા, સૂર્યમંદિર અને જૈનમંદિરના પ્રાચીન અવશેષો, ભગ્ન કિલ્લો આઠમી સદીની કાઠીની રાજધાનીથી માંડીને ચાવડાઓનો અમલ અને ત્યારપછી મુસ્લિમોનો સમય અને કચ્છના રાવના રાજ્યકાળ સુધીના સમયની સાક્ષી પૂરે છે. 950માં તે મૂળરાજ સોલંકીનું આશ્રયસ્થાન…

વધુ વાંચો >

કૅથેરિનનો મહેલ

કૅથેરિનનો મહેલ : પુશ્કિન, લેનિનગ્રાડ ખાતે આવેલી વિશાળ, રમણીય અને ભવ્ય ઇમારત. પુશ્કિન શહેર ઝાર સત્તાધીશોના નિવાસસ્થાન તરીકે અઢારમી સદીમાં વસ્યું અને વિકસ્યું હતું. કૅથરિન પ્રથમ(1684-1727)ના નામ સાથે સંકળાયેલી આ ઇમારત સુશોભિત શિલ્પોની સમૃદ્ધિ માટે જાણીતી છે. ઍમ્બર રૂમ સહિત હારબંધ આવેલા સુંદર સોનેરી ખંડો રશિયાની સુશોભનમંડિત સ્થાપત્યશૈલીના સર્વોત્તમ નમૂના…

વધુ વાંચો >

ખેતીવાડીવિષયક મ્યુઝિયમ, આણંદ

ખેતીવાડીવિષયક મ્યુઝિયમ, આણંદ : ગુજરાતનું કૃષિવિદ્યાનું સંગ્રહાલય. કૃષિધામ સરદાર સ્મૃતિ કેન્દ્ર (મ્યુઝિયમ) આણંદ  ગુજરાત કૃષિ યુનિવર્સિટી હસ્તક છે. સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિ ગુજરાતના કૃષિકારવર્ગમાં ચિરંજીવ રહે; એટલું જ નહિ, પરંતુ નવોદિત યુવાકૃષિવર્ગને પ્રેરણારૂપ બને તે હેતુથી આ મ્યુઝિયમની સ્થાપના 19 ઑક્ટોબર, 1975ના રોજ થઈ હતી. આમાં કૃષિવિજ્ઞાનની માહિતીનો સંગ્રહ છે…

વધુ વાંચો >

ગવર્નમેન્ટ મ્યુઝિયમ ઍન્ડ નૅશનલ ગૅલરી, મદ્રાસ (ચેન્નાઈ)

ગવર્નમેન્ટ મ્યુઝિયમ ઍન્ડ નૅશનલ ગૅલરી, મદ્રાસ (ચેન્નાઈ) : રાષ્ટ્રીય ખ્યાતિ પામેલું ચેન્નાઈનું વિશાળ મ્યુઝિયમ. 1851માં આ મ્યુઝિયમની સ્થાપના થઈ. 1828થી ચેન્નાઈની લિટરરી સોસાયટીએ ચેન્નાઈમાં ભૂસ્તરશાસ્ત્રનું મ્યુઝિયમ રચવાની શરૂઆત કરેલી અને 1850માં ગ્રીન બેલ્ફેરનાં ખંતભર્યાં સાથ-સંભાળથી ફૉર્ટ સેન્ટ જ્યૉર્જની કૉલેજમાં આ મ્યુઝિયમ શરૂ થયું. મ્યુઝિયમની સ્થાપના સમયે 19,830 નમૂના એકઠા થયા…

વધુ વાંચો >

ગાંધી મેમોરિયલ રેસિડેન્શિયલ મ્યુઝિયમ, પોરબંદર

ગાંધી મેમોરિયલ રેસિડેન્શિયલ મ્યુઝિયમ, પોરબંદર : પોરબંદરમાં શ્રીનાથજીની હવેલી પાછળ આવેલા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના મૂળ મકાન નજીક આવેલું સ્મારક મ્યુઝિયમ. આઝાદી પછી તે ગાંધી મેમોરિયલ રેસિડેન્શિયલ મ્યુઝિયમમાં ફેરવાઈ ગયું છે. કીર્તિમંદિર તરીકે તે જાણીતું છે. આ પ્રકારના સંગ્રહ સ્મારક મ્યુઝિયમમાં આ સ્થળ સર્વાંશે શ્રેષ્ઠ અને સમસ્ત માનવજાતિ માટે પ્રેરણારૂપ છે.…

વધુ વાંચો >

ગાંધી સ્મારક સંગ્રહાલય, અમદાવાદ

ગાંધી સ્મારક સંગ્રહાલય, અમદાવાદ : ગાંધીજીના જીવનકાર્ય સાથે સંકળાયેલું મહત્વનું રાજકીય સંગ્રહાલય. 1918થી 1930 સુધી ગાંધીજી અને કસ્તૂરબાનું સાબરમતી નદીના તટ ઉપરનું નિવાસસ્થાન અને પ્રાર્થનાભૂમિ તથા દાંડીકૂચની પવિત્ર ભૂમિ. તે પાછળથી સત્યાગ્રહ આશ્રમ તરીકે જાણીતી થઈ. તેમના સ્મરણાર્થે રચાયેલું આ ઐતિહાસિક સ્થળ રાષ્ટ્રીય સ્મારક તરીકે આજે મહત્વ ધરાવે છે. આ…

વધુ વાંચો >

ગાંધી સ્મૃતિ સંગ્રહાલય

ગાંધી સ્મૃતિ સંગ્રહાલય : મહાત્મા ગાંધીની સ્મૃતિ પ્રજામાં અકબંધ રાખવા 1955માં અસ્તિત્વમાં આવેલું ભાવનગર ખાતેનું મ્યુઝિયમ. 1948માં સરદાર પટેલે ઇચ્છા વ્યક્ત કરેલી કે ભાવનગરમાં મહાત્મા ગાંધીની સ્મૃતિનું વર્ધન કરવા માટે એક અલાયદું મ્યુઝિયમ સ્થપાવું જોઈએ. આ ઇચ્છાની પૂર્તિ કરવા માટે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ પાંચ લાખ રૂપિયાનું દાન આપ્યું, તથા અબ્દુલ…

વધુ વાંચો >

ગિરધરભાઈ બાળસંગ્રહાલય (અમરેલી)

ગિરધરભાઈ બાળસંગ્રહાલય (અમરેલી) : મુખ્યત્વે બાળકોને અનુલક્ષીને રચાયેલું સંગ્રહાલય. 1934માં સ્થાનિક પુસ્તકાલયના એક ખંડમાં, તેના પુરાતત્વીય સંગ્રહનાં પગરણ થયાં પછી આ મ્યુઝિયમની સ્થાપના 1955માં થઈ. પુરાતત્વ અને મ્યુઝિયમમાં રસ ધરાવનાર પ્રતાપરાય ગિરધરભાઈ મહેતાએ સૌપ્રથમ 1921માં અમરેલીની આ પ્રકારની અગત્ય તરફ સરકારનું ધ્યાન ખેંચ્યું હતું. પરિણામે પુરાતત્વીય ઉત્ખનનમાંથી પ્રાગૈતિહાસિક અને પ્રાચીન…

વધુ વાંચો >