જ્યોતીન્દ્ર ન. દેસાઈ

અરેખીય પ્રકાશિકી

અરેખીય પ્રકાશિકી (non-linear optics) : પદાર્થ અને લેઝર વચ્ચેની પારસ્પરિક ક્રિયામાંથી ઉદભવતી વિશિષ્ટ ઘટના. પ્રકાશતરંગો વીજચુંબકીય તરંગોનો એક સીમિત વિસ્તાર છે. 4 × 1014 હર્ટ્ઝથી માંડીને 1 × 1015 હર્ટ્ઝની કંપનઆવૃત્તિવાળા વીજચુંબકીય તરંગો ‘પ્રકાશ’સ્વરૂપે સમજાય છે. તેમના દોલનશીલ (oscillatory) વિદ્યુતક્ષેત્રની અસર નીચે પદાર્થમાં રહેલા ઇલેક્ટ્રૉન પણ દોલન કરે છે, તેને…

વધુ વાંચો >

આર્દ્રા

આર્દ્રા (Betelgeuse) : મૃગશીર્ષ તારામંડળનો રાતા રંગે ચમકતો તેજસ્વી તારો. આ તારામંડળ માગશર માસ દરમિયાન રાત્રિના પ્રથમ ચરણમાં પૂર્વાકાશમાં ધ્યાન ખેંચે છે. જુલાઈ માસમાં સૂર્ય આર્દ્રાની સમીપ હોવાથી આ નામનું નક્ષત્ર વર્ષાઋતુના આગમન સાથે સંકળાયેલ છે. રાતા રંગનો આ એક મહાવિરાટ (red supergiant) તારો છે. સૂર્ય કરતાં અધિક ભારવાળા તારાના…

વધુ વાંચો >

ઇન્ટરફેરૉમેટ્રી

ઇન્ટરફેરૉમેટ્રી : વ્યતિકરણની ઘટના ઉપર આધારિત સૂક્ષ્મ માપન માટેની પદ્ધતિઓ. જુદા-જુદા સ્રોતમાંથી ઉદભવતા તરંગો તેમના પ્રસારના ક્ષેત્રમાં સંગઠિત અસર ઉપજાવે છે. આવી અસરને તરંગોનું વ્યતિકરણ (interference) કહે છે. વ્યતિકરણને કારણે અમુક સ્થાન આગળ, જ્યાં વ્યતિકરણ ઉત્પન્ન કરતા બે તરંગો વચ્ચે કલા(phase)નો તફાવત 0, 2π, 4π,,…… જેટલો હોય ત્યાં કંપમાત્રા (એટલે…

વધુ વાંચો >

એક્સ અને ગૅમા-કિરણ સ્ફોટકો

એક્સ અને ગૅમા-કિરણ સ્ફોટકો (X and γ-ray bursters) : અવકાશીય સંશોધનની ફલશ્રુતિરૂપ 1971ની આસપાસ શોધાયેલા વિસ્ફોટ કરતા અવકાશી પદાર્થો. અવારનવાર થોડીક ક્ષણો માટે તેમનો વિસ્ફોટ થતાં એક્સ તથા ગૅમા-કિરણો રૂપે પ્રચંડ ઊર્જાનું ઉત્સર્જન થતું હોય છે. તે ઉત્સર્જન સૂર્યમાંથી મળતા આ પ્રકારના ઉત્સર્જન કરતાં લાખોગણું પ્રબળ હોય છે. જોડિયા તારાની…

વધુ વાંચો >

ઑલ્બર્સનો વિરોધાભાસ

ઑલ્બર્સનો વિરોધાભાસ (Olbers’ paradox) : રાત્રે આકાશ તેજસ્વી ન દેખાતાં અંધકારમય કેમ દેખાય છે, તે અંગે બ્રહ્માંડ-વિજ્ઞાન(cosmos)નો એક વિરોધાભાસી કોયડો. બ્રહ્માંડ અસીમ હોય અને તેમાં પ્રકાશિત તારાઓ એકસરખા અંતરે આવેલા હોય તો પ્રત્યેક ર્દષ્ટિરેખા(line of sight)નો અંત છેવટે તો તારાની સપાટીએ આવે. એટલે કે કોઈ પણ દિશામાં નજર કરીએ કે…

વધુ વાંચો >

કણિકાયન

કણિકાયન (granulation) : સૂર્યની સપાટી (photosphere) પર આવેલી અને એકસરખી પ્રકાશિત નહિ તેવી સફેદ કણિકાઓનો સમૂહ. સોલર દૂરબીન વડે, યોગ્ય ન્યૂટ્રલ ડેન્સિટી ફિલ્ટર વાપરી, પ્રકાશની તીવ્રતા અનેકગણી ઘટાડીને અવલોકન કરતાં અથવા આવા દૂરબીન વડે ઉચ્ચ ક્ષમતા ધરાવતા ફોટોગ્રાફ લેતાં કણિકાઓના આ સમૂહને જોઈ શકાય છે. આવી કણિકાઓના સર્જન પાછળનું રહસ્ય,…

વધુ વાંચો >

કાલ-દીપ્તિ નિયમ

કાલ-દીપ્તિ નિયમ (Period Luminosity Relation) : જેમના તેજાંકમાં વધઘટ થતી રહે છે તેવા (cepheid) પ્રકારના રૂપવિકારી તારાના આવર્તકાળના અભ્યાસ ઉપરથી તેમનું અંતર જાણવા માટેનો નિયમ. આ નિયમ હેનરિટા લેવિર નામની વૈજ્ઞાનિક મહિલાએ 1912માં તારવ્યો હતો. આ પ્રકારના તારાઓના તેજાંકમાં થતી વધઘટ નિયતકાલીન (periodic) હોય છે. તેમનો આવર્તકાળ તેમના તેજાંકના સમપ્રમાણમાં…

વધુ વાંચો >

કૃત્તિકા

કૃત્તિકા (pleiades) : કારતક માસની રાત્રીના પ્રથમ ચરણમાં પૂર્વાકાશમાં રોહિણીની સહેજ નીચે અને મૃગશીર્ષની સહેજ ઉપર આવેલું ખાસ ધ્યાન ખેંચતું તારાનું ઝૂમખું. વિવૃત ગુચ્છ (open cluster) કે મંદાકિનીય ગુચ્છ (galactic cluster) તરીકે ઓળખાતા તારાનાં ઝૂમખાંમાં આ ઝૂમખું ઘણું જ જાણીતું છે. ખગોળની ર્દષ્ટિએ નજીકના ભૂતકાળમાં હાઇડ્રોજન વાયુના અણુઓના વાદળનું એકત્રીકરણ…

વધુ વાંચો >

કૃષ્ણન્ કારેઆમ્માનીકમ્ શ્રીનિવાસ (સર)

કૃષ્ણન્, કારેઆમ્માનીકમ્ શ્રીનિવાસ (સર) (જ. 4 ડિસેમ્બર 1898, વત્રપ, રામનાડ જિલ્લો, તામિલનાડુ; અ. 14 જૂન 1961) : દિલ્હીની ‘રાષ્ટ્રીય ભૌતિકી પ્રયોગશાળા’(NPL)ના પ્રથમ નિયામક અને પ્રખર ભૌતિકશાસ્ત્રી. પ્રાથમિક શિક્ષણ તેમના જન્મસ્થળ વત્રપ ગામમાં, માધ્યમિક શિક્ષણ શ્રી વિલ્લીપુત્તુરની ‘હિંદુ હાઈસ્કૂલ’માં અને કૉલેજ શિક્ષણ ‘ક્રિશ્ચિયન કૉલેજ’ અને કોલકાતાની ‘યુનિવર્સિટી કૉલેજ ઑવ્ સાયન્સ’માં લીધું.…

વધુ વાંચો >

કૅર-પોકલ અસર

કૅર–પોકલ અસર : 1875માં જ્હૉન કૅર અને બીજા વિજ્ઞાની પોકલે શોધેલી વૈદ્યુત-પ્રકાશીય (electro-optic) અસર. કૅર અસરમાં કોઈ પારદર્શક પ્રવાહીમાંથી પસાર થઈ રહેલા પ્રકાશની દિશાને કાટખૂણે પ્રબળ વિદ્યુતક્ષેત્ર લગાડતાં, એક વક્રીભૂત કિરણને બદલે બે વક્રીભૂત કિરણો ઉત્પન્ન થઈ, પદાર્થ દ્વિ-વક્રીભવન(double refraction)ની ઘટના દર્શાવે છે. પારદર્શક માધ્યમમાં દાખલ થતું કિરણ કેટલું વંકાશે…

વધુ વાંચો >