જાગૃતિ પંડ્યા

ચંદ્રાલોક

ચંદ્રાલોક : ચૌદમી સદીમાં થઈ ગયેલ મમ્મટના અનુગામી આલંકારિક આચાર્ય જયદેવરચિત કાવ્યશાસ્ત્રનો ગ્રંથ. 10 પ્રકરણ – જેને માટે ‘મયૂખ’ નામ પ્રયોજાયું છે-માં વિભાજિત આ સમગ્ર ગ્રંથ કારિકાબદ્ધ છે. તેમાં અનુષ્ટુપ છંદમાં રચાયેલ લગભગ 350 જેટલાં પદ્ય છે. ‘ચંદ્રાલોક’માં નિરૂપાયેલ વિષયનો ક્રમ આ પ્રમાણે છે : (1) વાગ્વિચાર (શ્લોક 16), (2)…

વધુ વાંચો >

મિત્રાવરુણૌ

મિત્રાવરુણૌ : બે પ્રાચીન ભારતીય વૈદિક દેવો. વૈદિક દેવોમાં કેટલાક દેવો યુગલ રૂપે પ્રસિદ્ધિ પામ્યા છે. ઋગ્વેદનાં કુલ સાઠ સૂક્તોમાં આવા બાર દેવોની સ્તુતિ મળે છે. તે પૈકી સૌથી વધુ સૂક્તો (23) મિત્રાવરુણૌનાં છે. તે ઉપરાંત, કેટલાંક સૂક્તોમાં આંશિક રૂપે પણ આ દેવોને સંબોધ્યા છે. ‘દ્યાવાપૃથિવી’ પછી વિશેષ ઉલ્લેખાયેલા યુગ્મદેવો…

વધુ વાંચો >

મૃચ્છકટિક

મૃચ્છકટિક : સંસ્કૃત ભાષામાં પ્રકરણ પ્રકારનું શૂદ્રકે લખેલું પ્રકરણ પ્રકારનું રૂપક. ‘મૃચ્છકટિક’ના ગુજરાતી અનુવાદક શ્રી સુન્દરમ્ જણાવે છે તેમ, તેનું કથાવસ્તુ લોકસંશયવાળું છે અને તેમાં મૂર્ત થતું જનજીવન તેને વૈશિષ્ટ્ય બક્ષે છે, જેને પરિણામે સમગ્ર નાટક આધુનિક રુચિને વિશેષ આસ્વાદ્ય બની રહે તેવું જણાય છે. તેના પ્રથમ અંકમાં ચારુદત્તનું દારિદ્ય્ર,…

વધુ વાંચો >

મેઘદૂત

મેઘદૂત : સંસ્કૃત ભાષામાં મંદાક્રાન્તા છંદમાં કાલિદાસે રચેલું ઊર્મિપૂર્ણ ખંડકાવ્ય. સ્વામી કુબેર દ્વારા શાપ પામી, એક વર્ષ માટે નિષ્કાસિત કરાયેલો એક યક્ષ, અષાઢના પ્રથમ દિવસે રામગિરિ પર્વત પર ઝળૂંબતા મેઘને જોઈ તેને દૂત બનાવી, હિમાલય પર અલકામાં નિવાસ કરતી પોતાની પત્નીને સંદેશ મોકલે છે; જેમાં પોતાની સ્થિતિના વર્ણનની સાથે પ્રિય…

વધુ વાંચો >

રસતરંગિણી

રસતરંગિણી : ભાનુદત્તરચિત કાવ્યશાસ્ત્રનો ગ્રંથ. આ ગ્રંથના લેખક સોળમી સદીમાં થઈ ગયેલા. આ ગ્રંથનું નામ સૂચવે છે તેમ, તેમાં રસની વિવેચના કરવામાં આવી છે. સમગ્ર ગ્રંથ ગદ્ય અને પદ્ય ઉભયરૂપે નિબદ્ધ છે. તે પૈકી સિદ્ધાંત-સ્થાપના માટે ગદ્ય અને તેના સમર્થન માટેનાં ઉદાહરણોમાં પદ્યનો પ્રયોગ કરાયો છે. તેના કુલ આઠ વિભાગો…

વધુ વાંચો >

રુદ્ર

રુદ્ર : વેદોમાં નિરૂપાયેલા દેવ. રુદ્ર અંતરીક્ષસ્થાનના દેવ છે. ઋગ્વેદના રુદ્ર પાછલા સમયના રુદ્રદેવ કરતાં જુદી જ પદવી ધરાવનાર દેવ છે. ઋગ્વેદમાં માત્ર ત્રણ જ સૂક્તોમાં (1.114, 2.33, 7.46) તેમની સ્તુતિ મળે છે, જ્યારે તેમનો નામોલ્લેખ લગભગ 75 વાર પ્રાપ્ત થાય છે. રુદ્રદેવ પ્રકૃતિના કયા પદાર્થનું પ્રતિનિધિત્વ કરે છે તે…

વધુ વાંચો >

રૂપકષટ્ક

રૂપકષટ્ક : સંસ્કૃત કવિ વત્સરાજ-રચિત છ રૂપકોનો સમૂહ. આ છ રૂપકોમાં ‘કિરાતાર્જુનીય વ્યાયોગ’, ‘કર્પૂરચરિત ભાણ’, ‘રુક્મિણીપરિણય ઈહામૃગ’, ‘ત્રિપુરદાહ ડિમ’, ‘હાસ્યચૂડામણિ પ્રહસન’ તથા ‘સમુદ્ર-મંથન સમવકાર’નો સમાવેશ થાય છે. ‘કિરાતાર્જુનીય વ્યાયોગ’ નામે એકાંકી રૂપકમાં અર્જુનની તપશ્ચર્યા તથા કિરાતવેશધારી શિવ સાથેનો મુકાબલો અને છેવટે શિવકૃપાથી મહાસ્ત્રની સિદ્ધિ – એ કથાવસ્તુ નિરૂપાયું છે. ‘કર્પૂરચરિત…

વધુ વાંચો >

લક્ષ્મી

લક્ષ્મી : હિંદુ ધર્મ મુજબ સમુદ્રમાંથી પ્રગટ થયેલ એક દેવી. તે સમૃદ્ધિ અને સૌંદર્યની દેવી છે અને કમળના આસન ઉપર બિરાજેલી હોય છે. તે ધનની અધિષ્ઠાત્રી મનાઈ છે. સૌંદર્ય, સંપત્તિ અને ભાગ્યની દેવી તરીકે તેની સર્વત્ર પૂજા થાય છે. ‘લક્ષ્મી’ શબ્દના અનેક અર્થો છે. તે સર્વમાં અતિમાનુષશક્તિ, સંપત્તિ, શોભા, દૈવી…

વધુ વાંચો >

વાલ્મીકિ

વાલ્મીકિ : સંસ્કૃત ભાષાના આદિકવિ અને ‘રામાયણ’ મહાકાવ્યના રચયિતા મહાકવિ. તેમના જીવન વિશે નિશ્ચિત માહિતી વિરલ છે એટલે તેમના વિશે મળતી અનુશ્રુતિઓ પર આધાર રાખવો પડે તેમ છે. વળી તેમનું ઉપજીવન લેનારા સંસ્કૃત ભાષાના મહાકવિઓ અને નાટ્યકારોએ પણ તેમની ઘણી પ્રશંસા કરી છે. શ્રેષ્ઠ નાટ્યકાર ભવભૂતિ તેમને શબ્દબ્રહ્મના જાણકાર મનીષી…

વધુ વાંચો >

વિદુર

વિદુર : ‘મહાભારત’ મહાકાવ્યમાં કૌરવોના મંત્રીનું પાત્ર. મહાન નીતિવિદ ને ધર્માત્મા. કૌરવોના મંત્રી. વિચિત્રવીર્યની રાણી અંબિકાની દાસીથી જન્મેલા કૃષ્ણ દ્વૈપાયનના ઔરસ પુત્ર તથા ધૃતરાષ્ટ્ર અને પાંડુના નાના ભાઈ. માતા સત્યવતીની આજ્ઞાથી વ્યાસજીના અંબિકા અને અંબાલિકા સાથેના સંબંધથી જન્મેલ પુત્રો – અંધ ધૃતરાષ્ટ્ર અને રોગિષ્ઠ પાંડુ  રાજા થવા માટે અયોગ્ય હતા…

વધુ વાંચો >