જયકુમાર ર. શુકલ

નૅશનલ આર્કાઇવ્ઝ ઑવ્ ઇન્ડિયા

નૅશનલ આર્કાઇવ્ઝ ઑવ્ ઇન્ડિયા : એશિયાનાં સૌથી મોટાં તથા શ્રેષ્ઠ સાધનસામગ્રી ધરાવતાં દફતર સંગ્રહાલયોમાંનું એક. 11 માર્ચ, 1891ના રોજ શાહી દફતર ખાતા તરીકે તે સમયની ભારતની સરકારનાં જૂના દસ્તાવેજ ઇત્યાદિનાં દફતર સાચવવા માટે તેની કૉલકાતામાં સ્થાપના થઈ  હતી. તેનું કાર્યાલય 1937માં કૉલકાતાથી દિલ્હી લઈ જવામાં આવ્યું. દફતર-ભંડારમાં સરકારી દફતર ઈ.…

વધુ વાંચો >

ન્યૂઝીલૅન્ડ

ન્યૂઝીલૅન્ડ : દક્ષિણ ગોળાર્ધમાં પૅસિફિક મહાસાગરના નૈર્ઋત્ય ભાગમાં આવેલો દેશ. તે ઑસ્ટ્રેલિયાથી આશરે 1,600 કિમી. અગ્નિકોણમાં  અને યુ.એસ.ના કૅલિફૉર્નિયાથી આશરે 10,500 કિમી. નૈર્ઋત્યકોણમાં આવેલો છે. ભૌગોલિક સ્થાનની દૃષ્ટિએ તે 34° 25´ થી 47° 17´ દ. અ. અને 166° 26´ થી 178° 33´ પૂ. રે. વચ્ચે આવેલો છે. આ દેશ પૉલિનેશિયા…

વધુ વાંચો >

બારડોલી સત્યાગ્રહ

બારડોલી સત્યાગ્રહ (1928) : મહેસૂલ-વધારા સામે બારડોલી તાલુકાના ખેડૂતોનો સત્યાગ્રહ. બારડોલી તાલુકામાં મહેસૂલની જમાબંદી 1896માં થઈ હતી. મુંબઈ ઇલાકાની પ્રથા અનુસાર દર ત્રીસ વરસે તેમાં સુધારો કરવામાં આવતો. 1926માં એમાં સુધારો કરવાનો હોવાથી, એક નાયબ કલેક્ટરે બારડોલી અને ચોર્યાસી તાલુકાના મહેસૂલમાં 1925માં સુધારો તૈયાર કર્યો. તે પ્રમાણે બારડોલી તાલુકાના મહેસૂલમાં…

વધુ વાંચો >

મઠ

મઠ : સાધુ, સંન્યાસીઓ અને વૈરાગીઓનું ધાર્મિક નિયમાનુસારનું નિવાસસ્થાન. સાધુ-સંતોનાં રહેઠાણ તથા વિદ્યાર્થીઓના અભ્યાસ દરમિયાન રહેવા માટે વિભિન્ન સંપ્રદાયોના મઠ પ્રાચીન સમયથી બનાવવામાં આવે છે. આવા મઠોમાં કોઈ સંપ્રદાયનું મંદિર, દેવની મૂર્તિ, ધાર્મિક ગ્રંથાગાર વગેરે હોય છે તથા મહન્ત અને શિષ્યો ત્યાં રહેતા હોય છે. મઠની માલિકીની જમીન, સંપત્તિ, મકાનો…

વધુ વાંચો >

મૅસેચૂસેટ્સ (Massachusetts)

મૅસેચૂસેટ્સ (Massachusetts) : યુ.એસ.ના ઈશાન ભાગમાં આવેલું સંલગ્ન રાજ્ય. ભૌગોલિક સ્થાન : 42° 15´ ઉ. અ. અને 71° 50´ પ. રે.. વિસ્તાર : 20,306 ચોકિમી.. યુ.એસ.માં આ રાજ્ય તેના કુદરતી સૌંદર્ય માટે જાણીતું છે. તે ‘બે સ્ટેટ’ (Bay State) અથવા ‘ઓલ્ડ કૉલોની સ્ટેટ’ જેવાં ઉપનામોથી પણ ઓળખાય છે. બૉસ્ટન તેનું…

વધુ વાંચો >

મોરાદાબાદ

મોરાદાબાદ : સ્થાન-સીમા-વિસ્તાર : ઉત્તર પ્રદેશમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 28° 19´થી 29° 16´ ઉ. અ. અને 78° 03´થી 78° 59´ પૂ. રે. વચ્ચેનો 3,718 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેનો મોટો ભાગ રામગંગા નદીના જમણા કાંઠા તરફ વિસ્તરેલો છે. ઉત્તરપ્રદેશના…

વધુ વાંચો >

લૅટવિયા (Latvia)

લૅટવિયા (Latvia) : 1991માં પુન: સ્વાતંત્ર્ય મેળવનાર બાલ્ટિક પ્રદેશમાં આવેલો પૂર્વ યુરોપનો એક દેશ. ભૌગોલિક સ્થાન : તે 57° 00´ ઉ. અ. અને 25° 00´ પૂ. રે. આજુબાજુનો આશરે 63,700 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેનું પૂર્વ-પશ્ચિમ મહત્તમ અંતર 450 કિમી. અને ઉત્તર-દક્ષિણ મહત્તમ અંતર 270 કિમી. છે. તેની…

વધુ વાંચો >

હનુમન્તૈયા કે.

હનુમન્તૈયા, કે. (જ. 1908, લક્કાપ્પનહલ્લી, જિ. બેંગલોર; અ. 1 ડિસેમ્બર 1980) : મૈસૂર રાજ્યના મુખ્ય પ્રધાન. પ્રમુખ, મૈસૂર પ્રદેશ કૉંગ્રેસ સમિતિ, ભારતની બંધારણ સભાના સભ્ય. હનુમન્તૈયા સાધારણ ખેડૂત કુટુંબમાં જન્મ્યા હતા. તેઓ 1930માં મૈસૂર યુનિવર્સિટીની મહારાજા કૉલેજમાંથી સ્નાતક થયા અને 1932માં પુણેની લૉ કૉલેજમાંથી કાયદાની ડિગ્રી મેળવી. તેમના જીવન પર…

વધુ વાંચો >

હસનપુર

હસનપુર : દક્ષિણ ગુજરાતમાં આવેલું હડપ્પીય સંસ્કૃતિનું સ્થળ. દક્ષિણ ગુજરાતના સૂરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં આવેલા હસનપુરમાં હડપ્પીય સંસ્કૃતિનાં જેવાં ચકચકિત લાલ વાસણો તથા અન્ય કાળાં અને લાલ વાસણોના નમૂના મળ્યા છે. તેના પરથી સાબિત થાય છે કે હડપ્પીય સંસ્કૃતિ તથા અન્ય આદ્ય-ઐતિહાસિક સંસ્કૃતિઓનો પ્રસાર દક્ષિણ ગુજરાત સુધીના પ્રદેશમાં પણ થયો…

વધુ વાંચો >