જયંતિલાલ પો. જાની

પીણાં-ઉદ્યોગ

પીણાં–ઉદ્યોગ : ઉત્તેજના અને તાજગી પ્રાપ્ત કરવા માટે ઉપભોક્તા દ્વારા ઉપયોગમાં લેવાતા પેય પદાર્થો તૈયાર કરવાનો અને તેનું વિતરણ કરવાનો ઉદ્યોગ. પીણાંના બિનનશાકારક અને નશાકારક/માદક – એમ બે પ્રકારો છે. ચા, કૉફી, કોકો અને અન્ય હળવાં પીણાં જેવાં કે કોકાકોલા, ફૅન્ટા, ગોલ્ડસ્પૉટ, રસના, સોડાવૉટર, લેમન, જિંજર વગેરે બિનનશાકારક અને વાઇન,…

વધુ વાંચો >

શરાફ

શરાફ : ભારતની મૂળ પદ્ધતિ પ્રમાણે થાપણો સ્વીકારનાર અને ધિરાણ કરનાર નાણાવટી. પાશ્ર્ચાત્ય પદ્ધતિ પ્રમાણે સાંપ્રત સમયમાં કામ કરતી વ્યાપારી બૅન્કો ઓગણીસમી શતાબ્દીથી ભારતમાં શરૂ થઈ; પરંતુ તે અગાઉ પણ ભારતમાં સ્વદેશી પદ્ધતિ મુજબ કૌટુંબિક અને વ્યક્તિગત ધોરણે નાણાં ધીરવાની વ્યવસ્થા અસ્તિત્વ ધરાવતી હતી. હાલમાં દેશના જુદા જુદા ભાગોમાં નાણાવટીઓ…

વધુ વાંચો >

શાખધિરાણ સહકારી મંડળી

શાખધિરાણ સહકારી મંડળી : પરસ્પર સહકાર દ્વારા આર્થિક હિત સાધવાના હેતુથી સ્થપાયેલી મંડળી. શાખધિરાણ સહકારી મંડળી એક સ્વૈચ્છિક સંગઠન છે, જેમાં સભ્યોનું આર્થિક હિત કેન્દ્રસ્થાને હોય છે. મંડળીના સભ્યો સામાન્ય રીતે એકબીજાથી પરિચિત હોય છે, એકબીજાની જરૂરિયાતો માટે સભાન હોય છે અને એકમેકની પ્રગતિમાં રસ ધરાવતા હોય છે. મંડળીના સભ્યોમાં…

વધુ વાંચો >

શાખપત્ર (વાણિજ્યિક)

શાખપત્ર (વાણિજ્યિક) : નિકાસકારે નિકાસ કરેલા માલ સામે લખેલી હૂંડી સ્વીકારવાની તેને ખાતરી આપતો અને તેની તરફેણમાં વિદેશી આયાતકારના બૅંકરે લખી આપેલો પત્ર. આયાતકારની સૂચનાને આધારે તેના બૅંકર નિકાસકારને એવી લેખિત જાણ કરે છે કે આયાતકારે ઠરાવેલી શરતો અને મર્યાદા અનુસાર નિશ્ચિત સમયમર્યાદામાં નિકાસ કરવામાં આવનારા માલની નિર્ધારિત રકમની ચુકવણી…

વધુ વાંચો >

સરકારી કંપની

સરકારી કંપની : સરકારની સંપૂર્ણ અથવા આંશિક શૅરમૂડી અને ખાનગી રોકાણકારોની આંશિક શૅરમૂડી વડે કંપની અધિનિયમ-1956 હેઠળ ભારતમાં નોંધણી કરાવીને સ્થાપવામાં આવેલી કંપની. દેશમાં પાયાના ઉદ્યોગોમાં વિપુલ મૂડીરોકાણ કરવું પડે છે, જેનો નફો લાંબા ગાળે મળવાની શક્યતા હોય છે. વળી પાયાના ઉદ્યોગોમાં ઉત્પાદિત વસ્તુઓ મોટા પ્રમાણમાં વેચી શકાય નહિ અને…

વધુ વાંચો >

સરચાર્જ (અધિભાર)

સરચાર્જ (અધિભાર) : ભારતની કેન્દ્ર સરકાર દ્વારા વસૂલ કરવામાં આવતા કેટલાક કરવેરા ઉપર લેવામાં આવતો વધારાનો કર-અધિભાર. ભારતના બંધારણના અનુચ્છેદ (articles) 269થી 271 હેઠળ વિવિધ પ્રકારના કર નાખવાનો અને/અથવા વસૂલ કરવાનો અધિકાર કેન્દ્ર સરકારને આપેલો છે. તેમાંથી અનુચ્છેદ 269 હેઠળ રાજ્ય સરકારોને સોંપેલા (assigned) કરવેરા જેવા કે આંતરરાજ્ય ક્રય અને…

વધુ વાંચો >