જયંતિલાલ જટાશંકર ત્રિવેદી

અશ્વ અક્ષાંશ

અશ્વ અક્ષાંશ (horse latitude) : ઉ. અને દ. ગોળાર્ધમાં સમશીતોષ્ણ કટિબંધમાં 30° થી 35° ઉ. અને દક્ષિણ અક્ષાંશ વચ્ચેના પટાઓનું ક્ષેત્ર. તે પશ્ચિમી પવનો અને વ્યાપારી પવનો વચ્ચે આવેલું છે. સૂર્યની સાથે આ પટાઓ ઉત્તરદક્ષિણ થોડા સરકે છે. વિષુવવૃત્ત તથા ધ્રુવવૃત્તમાં ગરમ થયેલી હવા અહીં ઊતરે છે. બંને  ગોળાર્ધમાં આવેલાં…

વધુ વાંચો >

અંબર (પ્રાણીશાસ્ત્ર)

અંબર (પ્રાણીશાસ્ત્ર) : સ્પર્મ વ્હેલ(Physeter catodon)ના આંતરડામાં અપાચ્ય ખોરાકની આસપાસ બનતો વિષ્ટારૂપ એક ઘન પદાર્થ. આ પદાર્થનું નિર્માણ એક સામાન્ય જૈવિક ક્રિયાને કારણે છે કે કોઈ વિકૃતિને લીધે છે તે અંગે ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી. અંબર દરિયામાં તરતું, દરિયાકિનારે તથા વ્હેલના પેટમાંથી મળે છે. સામાન્ય રીતે નાના ટુકડારૂપે તે મળે…

વધુ વાંચો >

અંબર (રસાયણશાસ્ત્ર)

અંબર (રસાયણશાસ્ત્ર) : શંકુદ્રુમ (conifers) પ્રકારનાં વૃક્ષોની અશ્મીભૂત રાળ (resin) જેવો કાર્બનિક પદાર્થ. વૃક્ષમાંથી સ્રવતા મૂળ પદાર્થમાંના બાષ્પીય ઘટકો કાળાંતરે ઊડી જતાં અને દટાયેલ સ્થિતિમાં રાસાયણિક રૂપાંતર પછી અવશેષરૂપે અંબર પેદા થાય છે. તે પીળા, લાલ, નારંગી, તપખીરી અને કવચિત્ વાદળી કે લીલા રંગના પારદર્શક કે પારભાસી (transluscent) ટીપારૂપે કે…

વધુ વાંચો >

અંબરચરખો

અંબરચરખો : રેંટિયાનો એક આધુનિક પ્રકાર. ભારતની ધરતી પરથી લગભગ અદૃશ્ય થયેલ રેંટિયાને પુનર્જીવિત કરવાની કલ્પના મહાત્મા ગાંધીજીએ 1908માં ‘હિંદસ્વરાજ’માં કરી હતી. 1915માં સાબરમતી આશ્રમમાં સાળ વસાવી તે પર મિલનું સૂતર વણવાની શરૂઆત કરી. 1918માં આશ્રમનાં એક અંતેવાસી શ્રી ગંગાબહેને માળે ચડાવી દીધેલા રેંટિયાને વિજાપુર ગામમાંથી ખોળી કાઢ્યો ત્યારથી, એના…

વધુ વાંચો >

આઇન્સ્ટાઇનનું દ્રવ્યમાન-ઊર્જા સમીકરણ

આઇન્સ્ટાઇનનું દ્રવ્યમાન–ઊર્જા સમીકરણ : આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદ અનુસાર દ્રવ્ય અને ઊર્જાના પરસ્પર રૂપાંતરણ (interconversion) અંગેનું સમીકરણ E = mc2, જ્યાં m = દળ કિગ્રા., c = વિદ્યુતચુંબકીય વિકિરણનો વેગ (3 x 108 મી. પ્રતિ સેકન્ડ શૂન્યાવકાશમાં), E = ઊર્જા જુલસના એકમમાં. દળ તથા ઊર્જાના સંચય (conservation) અંગેના અલગ નિયમોને બદલે દ્રવ્ય-ઊર્જા-સંચયનો…

વધુ વાંચો >

આઝટેક તિથિપત્ર

આઝટેક તિથિપત્ર (calendar) : મેક્સિકોની આઝટેક પ્રજાએ તૈયાર કરેલું તિથિપત્ર. આ તિથિપત્રમાં બે પ્રકારનાં વર્ષો ગણવામાં આવતાં : ધાર્મિક વિધિઓ માટેનું અને વહીવટી કામકાજ માટેનું. પહેલું 2૦ દિવસના મહિના લેખે, 13 મહિનાનું 26૦ દિવસનું વર્ષ અને બીજું 2૦ દિવસના 18 મહિનાવાળું વહીવટી સૌર વર્ષ, જેમાં પાંચ દિવસ છૂટના રાખીને 365…

વધુ વાંચો >

આદમ્સ, જૉન કાઉચ

આદમ્સ, જૉન કાઉચ (જ. 5 જાન્યુઆરી 1819, લેનઈસ્ટ, કોનૉવોલ, ઇંગ્લૅન્ડ; અ. 21 જાન્યુઆરી 1892, કેમ્બ્રિજ, કેમ્બ્રિજશાયર) : બ્રિટિશ ગણિતશાસ્ત્રી અને ખગોળવિદ્. નેપ્ચૂનના બે શોધકોમાંના એક. જૉન આદમ્સે કેમ્બ્રિજમાં કેળવણી લીધી હતી અને ત્યાં જ ફેલો, ટ્યૂટર તથા ખગોળ અને ભૂમિતિના પ્રાધ્યાપક તરીકે કામ કરીને 1861માં કેમ્બ્રિજ વેધશાળાના નિયામક બન્યા હતા.…

વધુ વાંચો >

આસિમોવ, આઇઝેક

આસિમોવ, આઇઝેક (જ. 2 જાન્યુઆરી 1920, પેટ્રોવિચી, રશિયા; અ. 6 એપ્રિલ 1992, ન્યૂયૉર્ક સિટી, યુ. એસ.) : વિજ્ઞાનને લોકભોગ્ય બનાવવામાં સફળ નીવડેલા સમર્થ આધુનિક અમેરિકી સાહિત્યસર્જક. તે ત્રણ વર્ષની ઉંમરે અમેરિકામાં આવેલા અને બ્રુકલિનમાં ઊછરેલા. તેમણે 1928માં અમેરિકાનું નાગરિકત્વ સ્વીકાર્યું. કોલંબિયા યુનિવર્સિટીમાંથી 1939માં સ્નાતકની અને 1948માં જીવરસાયણમાં ડૉક્ટરેટની પદવી મેળવીને…

વધુ વાંચો >

ઇલેક્ટ્રમ

ઇલેક્ટ્રમ : ઈસવી સન પૂર્વેના સમયમાં સિક્કા પાડવા માટે સૌપ્રથમ વપરાયેલી સુવર્ણની મિશ્ર ધાતુ. એશિયા માઇનોરમાં આ મિશ્ર ધાતુ મળી આવતી. તેથી કુદરતી રીતે મળતા અનિયમિત આકારના તેના ટુકડાઓ ઉપર છાપ (seal) મારીને ઈ. સ. પૂ. સાતમી સદીમાં લિડિયામાં સૌપ્રથમ સિક્કાઓ ચલણમાં મૂકવામાં આવ્યા હતા. કુદરતી રીતે મળતી આ મિશ્ર…

વધુ વાંચો >

ઇંધનો

ઇંધનો (Fuels) રાસાયણિક કે ન્યૂક્લિયર પ્રક્રિયાથી ઉષ્મા-ઊર્જા (heat energy) પેદા કરવા વપરાતાં દ્રવ્યો. જે દ્રવ્યો મધ્યમ તાપમાને પ્રજ્વલિત થાય, ઠીક ઠીક ઝડપથી બળે અને વાજબી કિંમતે મળી શકતાં હોય તેમને સામાન્ય રીતે ઇંધનો ગણવામાં આવે છે. નાભિકીય (nuclear, ન્યૂક્લીયર) ઇંધનોમાં દહન (combustion) જેવી કોઈ પ્રક્રિયા થતી ન હોઈ તેમને વિશિષ્ટ…

વધુ વાંચો >