જયંતિલાલ જટાશંકર ત્રિવેદી

ઍસિડ-બેઝ સૂચકો

ઍસિડ-બેઝ સૂચકો (indicators) : નિર્બળ ઍસિડ કે નિર્બળ બેઝની પ્રકૃતિવાળો અને ઍસિડ અથવા બેઝના દ્રાવણમાં જુદા રંગો આપતો પદાર્થ. આ પદાર્થ સૂચક તરીકે ઉપયોગી નીવડવા માટે ઍસિડ કે બેઝમાંથી એકનો રંગ આપતો હોવો જોઈએ. વળી આ રંગ બને તેટલો ઘેરો હોય તે જરૂરી છે, જેથી દ્રાવણના pHને અસર ન કરે…

વધુ વાંચો >

ઑક્સિજન (O)

ઑક્સિજન (O) : આવર્તક કોષ્ટકના 16મા (અગાઉ VI) સમૂહનું જીવનપોષક તથા ઉદ્યોગમાં ઉપયોગી ઋણવિદ્યુતીય તત્વ. કાર્લ વિલ્હેલ્મ શીલે નામના સ્વીડિશ રસાયણજ્ઞે 1772ના અરસામાં પોટૅશિયમ નાઇટ્રેટ તથા મર્ક્યુરી(II) ઑક્સાઇડને ગરમ કરીને સૌપ્રથમ ઑક્સિજન મેળવ્યો. અંગ્રેજ રસાયણજ્ઞ જૉસેફ પ્રિસ્ટલીએ મર્ક્યુરી(II) ઑક્સાઇડને ગરમ કરીને ઑક્સિજન મેળવ્યો અને આ શોધ 1774માં (શીલેથી પહેલાં) પ્રકાશિત…

વધુ વાંચો >

ઓઝોન (O3)

ઓઝોન (O3) : ઑક્સિજનનું ત્રિપરમાણુક (triatomic) અપરરૂપ (allotrope). વીજળીના કડાકા પછી વાતાવરણમાંની તથા વીજળીનાં યંત્રોની આસપાસ આવતી વિશિષ્ટ વાસ અલ્પ પ્રમાણમાં ઉત્પન્ન થતા ઓઝોનને કારણે હોય છે (સૌપ્રથમ નોંધ 1785). ઓઝોનનું બંધારણ 1872માં નક્કી થયું હતું. શુષ્ક ઑક્સિજનને શાંત વિદ્યુત-ભાર(discharge)માંથી પસાર કરતાં લગભગ 10 % ઑક્સિજનનું ઓઝોનમાં રૂપાંતર થાય છે.…

વધુ વાંચો >

ઓઝોનાઇડ

ઓઝોનાઇડ : ઓઝોનનું સંયોજન. અકાર્બનિક ઓઝોનાઇડમાં  આયન હોય છે. દા.ત., પોટૅશિયમ ઓઝોનાઇડ KO3. અસંતૃપ્ત (unsaturated) કાર્બનિક સંયોજનો ઓઝોન સાથે સંયોજાય છે અને ઘટ્ટ, તૈલરૂપ તથા રૂંધાઈ જવાય તેવી ખરાબ વાસ ધરાવતા ઓઝોનાઇડ બનાવે છે. પાણી કે અપચાયકો (reducing agents દા.ત., Zn + H+) વડે તેમનું વિઘટન કરતાં કાર્બોનિલ સંયોજનો મળે…

વધુ વાંચો >

ઑટોમોબાઇલ ઇજનેરી

ઑટોમોબાઇલ ઇજનેરી : આંતર્દહન એન્જિનથી ચાલતાં મોટરગાડી, બસ, રિક્ષા, મોટરસાઇકલ જેવાં વાહનોના નિર્માણ અંગેની ઇજનેરી વિદ્યાની એક વિશિષ્ટ શાખા. દરેક પ્રકારના મોટરવાહનનું, ખાસ કરીને મોટરગાડીની પાછળ વર્ષોનું સંશોધન, આયોજન અને વિકાસકાર્ય રહેલાં હોય છે. એક નવું મૉડેલ ડિઝાઇન, ઇજનેરી, નિર્માણ સમુચ્ચયન (assembly) અને પરીક્ષણના તબક્કામાંથી પસાર થઈને પ્રદર્શનકક્ષ(show room)માં આવે…

વધુ વાંચો >

ઑસ્મિયમ

ઑસ્મિયમ : આવર્તક કોષ્ટકના VIIIમા (પ્લૅટિનમ) સમૂહનું સૌથી વધુ ઘનતા ધરાવતું રાસાયણિક ધાતુતત્વ. સંજ્ઞા Os. અંગ્રેજ રસાયણજ્ઞ સ્મિથસન ટેનન્ટે 1904માં પ્લૅટિનમની ખનિજના અમ્લરાજમાં અદ્રાવ્ય અવશેષમાંથી ઇરિડિયમની સાથે ઑસ્મિયમ સૌપ્રથમ મેળવ્યું હતું. પ્રાપ્તિ : ઑસ્મિયમ એ વિરલ ધાતુ છે. પૃથ્વીના પોપડામાં તેનું પ્રમાણ 10–7% જેટલું છે. તે સિસેસ્કૉઇટ (80 % Os),…

વધુ વાંચો >

કોલસો

કોલસો વનસ્પતિદ્રવ્યમાંથી તૈયાર થયેલો કાર્બનદ્રવ્યનો સ્તરબદ્ધ જથ્થો. કોલસો ઘનખનિજ બળતણ છે અને ગરમી તેમજ ઊર્જાપ્રાપ્તિ માટેનું સર્વસામાન્ય ઇંધન છે. આધુનિક સમયમાં યાંત્રિક સંચાલન માટે ઉપયોગમાં લેવાતા ઊર્જાસ્રોતો સૂર્યગરમી, પવન, ભરતીમોજાં, અણુશક્તિ, જળવિદ્યુત, કુદરતી વાયુ, ખનિજતેલ અને કોલસા પૈકી કોલસો ઓછી ઊંડાઈએથી વિપુલ પ્રમાણમાં મળી રહેતો હોવાને કારણે ઇંધન તરીકે તેને…

વધુ વાંચો >

ખાણ-અવતલન

ખાણ-અવતલન (mine subsidence) : કુદરતી અથવા માનવપ્રેરિત ભૂવૈજ્ઞાનિક પરિબળોની અનુક્રિયા(response)રૂપ પૃથ્વીની સપાટીનું બેસી જવું તે. ભૂગર્ભીય (underground – U.G.) ખાણોમાંથી ખનિજનું નિષ્કર્ષણ પોલાણ (void) સર્જે છે આથી સપાટી પરની જમીન અથવા સંરચના(structure)ને ધરતીના પ્રચલન-(movement)ને કારણે થતી હાનિ(damage)ને ખાણ-અવતલન કહે છે. આને કારણે ખાણોમાં થતા અકસ્માતોને પરિણામે ખનિજનો સારો એવો જથ્થો…

વધુ વાંચો >

ખાદ્ય પદાર્થોનું વિશ્લેષણ

ખાદ્ય પદાર્થોનું વિશ્લેષણ : પોષણની ર્દષ્ટિએ અગત્યના ખાદ્ય ઘટકોનું પ્રમાણ, ખાદ્ય પદાર્થોનું પરિરક્ષણ કરવા માટે તથા તેમને વધુ આકર્ષક બનાવવા માટે ઉમેરાતા સુવાસિત પદાર્થો તથા ખાદ્ય રંગકો માન્ય (permitted) પ્રકારના છે કે નહિ અથવા ખાદ્ય પદાર્થોમાં બીજી ભેળસેળ (adulteration) થયેલ છે કે કેમ વગેરે શોધી કાઢવાની પદ્ધતિઓ ધરાવતી રાસાયણિક પૃથક્કરણની…

વધુ વાંચો >