જયંતિલાલ જટાશંકર ત્રિવેદી

ઈડ્ઝ, જેમ્સ બુકાનન

ઈડ્ઝ, જેમ્સ બુકાનન (જ. 23 મે 1820, લૉરેન્સબર્ગ; અ. 8 માર્ચ 1887, નસાઉ-બહામા) : પુલો માટેની કેન્ટિલીવર ડિઝાઇનના અમેરિકન શોધક. આગબોટમાં હિસાબનીશ તરીકે જીવનની શરૂઆત. ડૂબકી મારવા માટે ઘંટાકાર સાધન શોધી કાઢીને તેના ઉપયોગથી ડૂબી ગયેલાં વહાણો બહાર કાઢવાના ધંધામાં સારી કમાણી કરી. મિસિસિપી નદીના મુખ આગળ યોગ્ય રીતે ધક્કા…

વધુ વાંચો >

ઈથર (રસાયણ)

ઈથર (રસાયણ) : બે કાર્બન પરમાણુઓ કે કાર્બનિક સમૂહો વચ્ચે ઑક્સિજન પરમાણુ અંત:પ્રકીર્ણિત (interspersed) હોય તેવા કાર્બનિક સંયોજનોના વર્ગનું સંયોજન. જાતિગત (genetic) સૂત્ર ROR. ઈથરમાંનો ઑક્સિજન-પરમાણુ બે કાર્બન સાથે અહીં દર્શાવ્યા પ્રમાણે જોડાયેલો હોય છે : પાણીના બંને હાઇડ્રોજન કાર્બનિક સમૂહો વડે વિસ્થાપિત કરવાથી ઈથર મળે છે : ઈથર પાણી…

વધુ વાંચો >

ઈવાન્સ, ઑલિવર

ઈવાન્સ, ઑલિવર (જ. 13 સપ્ટેમ્બર 1755, ન્યૂયૉર્ક; અ. 15 એપ્રિલ 1819, ન્યૂયૉર્ક) : સતત ઉત્પાદન (continuous production) અને ઉચ્ચ-દબાણવાળા વરાળએન્જિનના અમેરિકન શોધક. 1784માં અનાજ દળવાના કારખાનામાં એક છેડે અનાજ દાખલ કરીને વચ્ચેનાં બધાં જ સોપાને યાંત્રિક યુક્તિઓનો ઉપયોગ કરીને બીજા છેડે તૈયાર લોટ મેળવવાની સતત ઉત્પાદનની પદ્ધતિ તેમણે પ્રથમવાર દાખલ…

વધુ વાંચો >

ઉષ્માનળી

ઉષ્માનળી (heat pipe) : તાપમાનના ઓછા તફાવતવાળા કાંઈક લાંબા અંતરે ઉષ્માના પરિવહન માટે વપરાતી પ્રયુક્તિ. આને એક પ્રકારનું ઉષ્માવિનિમયક (heat-exchanger) ગણી શકાય. આ પ્રયુક્તિના એક પ્રકારમાં બન્ને છેડે બંધ પણ જરૂરી ઉત્કલનબિંદુ ધરાવતા પ્રવાહી વડે અંશત: ભરેલી ઊભી પોલી નળી વપરાય છે. આ નળીનો પ્રવાહીવાળો છેડો વધુ તાપમાન ધરાવતા ક્ષેત્રમાં…

વધુ વાંચો >

ઊર્જા

ઊર્જા વિભાવના : કોઈ પ્રણાલીની કાર્ય કરવાની શક્તિનું પ્રમાણ દર્શાવતો ગુણધર્મ. ભૌતિક વિશ્વને સમજવા માટેની ઊર્જાની વિભાવના ઘણી અગત્યની છે. મૂળ ગ્રીક ભાષાના ‘એનર્જિયા’ (energia) શબ્દ ઉપરથી ઊર્જા શબ્દ યોજાયેલો છે. (en = અંદર અને ergon = કાર્ય). ઊર્જા કાં તો કોઈ ભૌતિક સ્થિર પદાર્થ સાથે (દા. ત., સ્પ્રિંગનું ગૂંચળું)…

વધુ વાંચો >

ઊંજકો

ઊંજકો (lubricants) : યંત્રોના ઊંજણ માટે વપરાતા પદાર્થો. આદિમાનવ કાદવ અને બરૂનો ઉપયોગ સ્લેજગાડી (sledge) તથા ભારે વજન ઘસડવા માટે કરતો હતો તેમ માનવાને કારણ છે. યંત્રોના વિકાસ સાથે વિશિષ્ટ ગુણધર્મો ધરાવતાં વિવિધ પ્રકારનાં ઊંજકો ઉપયોગમાં આવ્યાં છે. ઝડપી યંત્રોનો ઉપયોગ શક્ય બનાવવામાં ઊંજકોનો ફાળો ઘણો અગત્યનો છે. ઊંજકો તરીકે…

વધુ વાંચો >

એગ્રિકોલા, જ્યૉર્જિયસ

એગ્રિકોલા, જ્યૉર્જિયસ (જ. 24 માર્ચ 1494, ક્લોશાઉ, સેક્સની, જર્મની; અ. 21 નવેમ્બર 1555, શેમ્નિટ્ઝ) : જર્મન વિદ્વાન, વૈજ્ઞાનિક અને ચિકિત્સક. તેમને આધુનિક ખનિજશાસ્ત્રના પિતા ગણવામાં આવે છે. 1514થી 1518 દરમિયાન લાઇપ્ઝિગ યુનિવર્સિટીમાં શિષ્ટ સાહિત્ય, તત્વજ્ઞાન અને ભાષાવિજ્ઞાનનો અભ્યાસ કર્યો. 1523માં ઇટાલી જઈને ઔષધશાસ્ત્ર, વિજ્ઞાન અને તત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો અને વેનિસમાં…

વધુ વાંચો >

એન્થ્રેસીન ગ્લાયકોસાઇડ સંયોજનો

એન્થ્રેસીન ગ્લાયકોસાઇડ સંયોજનો : વનસ્પતિજ પેદાશોમાં મળી આવતાં રેચક ગુણો ધરાવતાં સંયોજનો. આ સંયોજનો એન્થ્રાક્વિનોન ગ્લાયકોસાઇડ્ઝ તરીકે કે એન્થ્રેસીનોસાઇડ્ઝ તરીકે પણ ઓળખાય છે. મીંઢીઆવળ (Cassia angustitolia vahl), (Cascara sagrada), રેવંચીની (Rheum pahmatum Lin) કુંવારપાઠું (Aloe barbadensis mill) તથા તેમાંથી મળતો એળિયો (aloe) વગેરેમાં આ સંયોજનો મળે છે. તેમનું જલવિઘટન કરતાં…

વધુ વાંચો >

ઍમિનો બેન્ઝોઇક ઍસિડ, પેરા (PABA)

ઍમિનો બેન્ઝોઇક ઍસિડ, પેરા (PABA) : કેટલાક પ્રકારના સૂક્ષ્મ જીવાણુઓ માટેનો જરૂરી વૃદ્ધિઘટક. સૂત્ર : p-H2NC6H4COOH. ગ.બિં. 186o. સલ્ફાનિલ એમાઇડ (સલ્ફા ઔષધોનો પાયાનો એકમ) અને PABAના અણુઓ વચ્ચે બંધારણીય સામ્ય છે. સૂક્ષ્મ જીવાણુઓ પોતાને જરૂરી ફૉલિક ઍસિડ PABAમાંથી બનાવી લે છે. સલ્ફાનિલ એમાઇડ અને PABA વચ્ચેના સામ્યને કારણે સૂક્ષ્મ જીવાણુઓ…

વધુ વાંચો >

એલ્નિકો

એલ્નિકો (Alnico) : ચિરસ્થાયી ચુંબક બનાવવા માટેની મિશ્રધાતુઓ. આ મિશ્રધાતુઓમાં આયર્ન (લોહ), ઍલ્યુમિનિયમ, નિકલ, કોબાલ્ટ અને તાંબું હોય છે. કોઈ વાર ટાઇટેનિયમ અને નિયોબિયમ પણ ઉમેરાય છે. ઍલ્યુમિનિયમ, નિકલ અને કોબાલ્ટ ઉપરથી એલ્નિકો નામ પડ્યું છે. વધુ વપરાતી મિશ્રધાતુ એલ્નિકો-5માં 24 % Co, 14 % Ni, 8 % Al, 3…

વધુ વાંચો >