જગદીપ શાહ
મૂત્રકનલિકાગત અમ્લતાવિકાર
મૂત્રકનલિકાગત અમ્લતાવિકાર (Renal Tubular Acidosis) : મૂત્રપિંડના વિકારને કારણે શરીરમાં અમ્લતાનું પ્રાધાન્ય વધે તેવો વિકાર. કોઈ દ્રાવણમાં જ્યારે વિદ્યુત તરંગ પસાર કરાય ત્યારે તેમાં દ્રવિત થયેલા (dissolved) રસાયણમાંના ધન અને ઋણ આયનો છૂટા પડીને પ્રવાહમાં ડુબાડેલા વીજાગ્રો (electrolytes) તરફ ગતિ કરે છે. આવી રીતે અલગ પડી શકે તેવા રસાયણમાંના ધનાયન…
વધુ વાંચો >મૂત્રપિંડ-નિષ્ફળતા, દીર્ઘકાલી
મૂત્રપિંડ-નિષ્ફળતા, દીર્ઘકાલી (Chronic Renal Failure, CRF) લાંબો સમય ચાલતી મૂત્રપિંડની ક્રિયાનિષ્ફળતા. તેને દીર્ઘકાલી મૂત્રપિંડ અનુપાત અથવા અપર્યાપ્તતા (chronic renal insufficiency) પણ કહે છે. તેના નિદાન માટે મુખ્ય આવશ્યકતાઓ રૂપે કેટલીક સ્થિતિઓ, ચિહનો અને લક્ષણો છે; જેમ કે, મહિનાઓ કે વર્ષો સુધી સતત વધતી જતી નત્રલવિષરુધિરતા (azotaemia), મૂત્રવિષરુધિરતા(uraemia)નાં લાંબા સમય સુધી…
વધુ વાંચો >મૂત્રપિંડરુગ્ણતાઓ, સગુચ્છ
મૂત્રપિંડરુગ્ણતાઓ, સગુચ્છ (glomerulo-nepheropathies) : મૂત્રકગુચ્છ(glomerulus)નો કોઈ ભાગ અસરગ્રસ્ત થવાથી થતા મૂત્રપિંડના રોગો. તેમને ગુચ્છમૂત્રપિંડરુગ્ણતા પણ કહે છે. મૂત્રકગુચ્છના વિવિધ ભાગો અસરગ્રસ્ત થઈ શકે છે; જેમ કે, અધિચ્છદ(epithelium)ના પાદકોષો (podocytes), તલપટલ (basement membrane), કેશવાહિનીઓનું અંતશ્ચછદ (endothelium) અને મધ્યપેશી (mesangium). મોટાભાગે તે શોથ(inflammation)ના વિકાર રૂપે જોવા મળે છે. શોથના વિકારના ભાગ રૂપે…
વધુ વાંચો >મૂત્રપિંડશોથ, અંતરાલીય
મૂત્રપિંડશોથ, અંતરાલીય (Interstitial Nephritis) : તાવ, ચામડી પરનો સ્ફોટ (rash), ટૂંકા સમયથી થયેલી મૂત્રપિંડ-નિષ્ફળતા તથા પેશાબમાં લોહી તથા ક્યારેક પૂયકોષો (pus cells) જતા હોય તેવી સ્થિતિવાળો વિકાર. મૂત્રપિંડમાં બે પ્રકારની પેશી હોય છે : મુખ્ય કાર્ય કરતી પ્રમુખપેશી (દા.ત., મૂત્રક – nephron) તથા મૂત્રકોની વચ્ચે આવેલી અંતરાલીય પેશી (interstitial tissue).…
વધુ વાંચો >મૂત્રપિંડશોથ, સદ્રોણી
મૂત્રપિંડશોથ, સદ્રોણી (Pyelonephritis) : તાવ, કેડમાં દુખાવો તથા પેશાબ કરતી વખતે તકલીફ થાય તેવો મૂત્રપિંડ અને મૂત્રપિંડ-દ્રોણી(renal pelvis)નો ચેપજન્ય વિકાર. મૂત્રપિંડમાં આવેલા મૂત્રકો(nephrones)માં તૈયાર થયેલું મૂત્ર નાની નાની નળીઓ દ્વારા એકઠું થઈને મૂત્રપિંડનળીમાં વહે છે. મૂત્રાશયનળીનો ઉપલો છેડો નાળચા જેવો પહોળો હોય છે. તેને મૂત્રપિંડ-દ્રોણી અથવા મૂત્રપિંડ-કુંડ (renal pelvis) કહે…
વધુ વાંચો >મૂત્રપિંડી, કોષ્ઠીરોગો
મૂત્રપિંડી, કોષ્ઠીરોગો (Cystic Dieases of Kidney) : મૂત્રપિંડમાં થતા પ્રવાહી ભરેલી પોટલી(કોષ્ઠ)વાળા રોગો. મૂત્રપિંડી કોષ્ઠ(renal cyst)માં પ્રવાહી અથવા અર્ધઘન દ્રવ્ય ભરેલું હોય છે અને તેની અંદરની દીવાલ પર અધિચ્છદ(epithelium)નું આચ્છાદન (lining) હોય છે. મૂત્રપિંડમાં અનેક મૂત્રકો (nephrons) હોય છે. તેઓ લોહીની અશુદ્ધિઓને ગાળનારા મુખ્ય એકમો છે. તેના બે મુખ્ય ભાગ…
વધુ વાંચો >મૂત્રપિંડી ગુચ્છી ગલન
મૂત્રપિંડી ગુચ્છી ગલન (Glomerular Filtration) : મૂત્રપિંડમાં આવેલાં મૂત્રકગુચ્છો(glomeruli)માં થતું અશુદ્ધિઓનું ગાળણ અને મૂત્ર બનવાની પ્રક્રિયાનો પ્રારંભ. આ ગાળણના એકંદર દરને ગુચ્છી ગલનદર (glomerular filtration rate, GFR) કહે છે. તે મૂત્રપિંડની ક્રિયાક્ષમતા દર્શાવતો મહત્વનો સૂચકાંક (index) છે. મૂત્રપિંડમાં લોહીની અશુદ્ધિઓને ગાળવાના એકમને મૂત્રક (nephron) કહે છે. તેની શરૂઆતમાં એક ગળણી…
વધુ વાંચો >મૂત્રપિંડી નિષ્ફળતા, ઉગ્ર
મૂત્રપિંડી નિષ્ફળતા, ઉગ્ર (acute renal insufficiency) : મૂત્રપિંડની ક્રિયાક્ષમતામાં અચાનક થઈ આવતો ઘટાડો. હૉસ્પિટલમાં દાખલ થતા 5 % દર્દીઓ અને ઘનિષ્ઠ સારવાર કક્ષ(intensive care unit, ICU)માં દાખલ થતા 30 % દર્દીઓને મૂત્રપિંડની ક્રિયાક્ષમતામાં અચાનક ઘટાડો થયેલો જોવા મળે છે. હૉસ્પિટલમાં દાખલ દર્દીઓમાં પણ 2 % થી 5 %માં તેવો વિકાર…
વધુ વાંચો >