ચીમનલાલ વલ્લભરામ રાવળ
આત્મા
આત્મા એક સ્વતંત્ર ચેતનતત્વ. ચાર્વાક દર્શન સ્વતંત્ર ચેતનતત્વને માનતું નથી અને જ્ઞાનને ચાર ભૂતોના સંયોજનથી ઉદભવતો ગુણ (emergent quality) ગણે છે. અર્થાત્ ચાર ભૂતોથી સ્વતંત્ર, આ ગુણના આશ્રયભૂત ચેતનદ્રવ્ય તેમણે સ્વીકાર્યું નથી. જૈન અને બૌદ્ધ દર્શન જણાવે છે કે જ્ઞાનગુણ ભૌતિક ગુણોથી એટલો વિલક્ષણ છે કે તે ચાર ભૂતોમાંથી ઉદભવી…
વધુ વાંચો >ઈસુ ખ્રિસ્ત
ઈસુ ખ્રિસ્ત (જ. ઈ. પૂર્વે આશરે 4થી 8 વર્ષે બેથલેહેમમાં; અ. આશરે ઈ. સ. 29માં જેરુસલેમમાં) : ખ્રિસ્તી ધર્મના આદ્ય પ્રવર્તક. તેઓ ઑગસ્ટસ અને તિબેરિયસ જેવા રોમન રાજવીઓના રાજ્યકાળ દરમિયાન પેલેસ્ટાઇનમાં જન્મેલા. તેઓ જીસસ ઑવ્ ગૅલિલી અથવા જીસસ ઑવ્ નૅઝરેથના નામે પણ ઓળખાય છે. તેમનાં જીવન અને ધર્મોપદેશ વિશે વ્યવસ્થિત…
વધુ વાંચો >કન્ફેશન
કન્ફેશન : પાપનું પ્રાયશ્ચિત્ત કરવા અંગેનો ખ્રિસ્તી ધર્મનો એક સંસ્કાર. એમાં મનુષ્ય પોતે કરેલાં પાપને કબૂલી, પ્રાયશ્ચિત્ત કરીને ઈશ્વરની ક્ષમા યાચે છે. ખ્રિસ્તી ધર્મમાં પ્રાયશ્ચિતને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. ઈસુએ કહ્યું છે કે જે માનવી પોતાનાં પાપોનું પ્રાયશ્ચિત્ત કરીને સન્માર્ગે વળે છે તેને પ્રભુ ખૂબ જ પ્રેમપૂર્વક આવકારે…
વધુ વાંચો >કૅલ્વિનવાદ
કૅલ્વિનવાદ : યુરોપમાં પ્રવર્તેલ ધર્મસુધારણાના આંદોલનનું એક સ્વરૂપ. ‘લ્યૂથરવાદ’ તથા ‘ઝ્વિંગલીવાદ’(ઝુરિકના પાદરી હુલડ્રિચ ઝ્વિંગલી; 1484-1531)ના એક વિકલ્પ તરીકે અને પ્રૉટેસ્ટન્ટ પંથના એક ફાંટારૂપે ‘કૅલ્વિનવાદ’ પણ તત્કાલીન સ્વિટ્ઝર્લૅન્ડમાં ધર્મસુધારણાનું જે આંદોલન શરૂ થયેલું તેમાં એક મહત્વનું બળ કે પાસું હતો. આ વાદના પ્રેરક હતા ફ્રાન્સના વતની જ્હૉન કૅલ્વિન (1509થી 1564). બિશપ…
વધુ વાંચો >કૉન્ફયૂશિયસ
કૉન્ફ્યૂશિયસ (ઈ. પૂ. 551, યો કે લુ, શાન્તુંગ; અ. ઈ. પૂ. 479, સી રીવર, લુ ) : ચીનના મહાન ચિંતક. તેમનું ચીની નામ કુંગ-ફુ-ત્ઝુ હતું. જગતમાં પોતાની પ્રાચીન સંસ્કૃતિના સમૃદ્ધ વારસાને ટકાવી રાખનાર મુખ્ય બે દેશો છે : એક ભારત અને બીજો ચીન. ચીનમાં પ્રજાસત્તાક રાજ્ય એકસરખું ચાર હજાર વર્ષ…
વધુ વાંચો >કૉન્ફ્યૂશિયસ ધર્મ
કૉન્ફ્યૂશિયસ ધર્મ : ચીનમાં પ્રચલિત ધર્મ. ઈ. પૂ. છઠ્ઠી શતાબ્દી સમગ્ર વિશ્વમાં આધ્યાત્મિક નવચેતના અને વિચારક્રાંતિ લાવનાર શતાબ્દી તરીકે પ્રસિદ્ધ છે. આ સમય દરમિયાન ચીનમાં લાઓત્સે અને કૉન્ફ્યૂશિયસ થયા, ગ્રીસમાં પાર્મેનિડીઝ અને એમ્પીડોક્લીઝ થયા, ઈરાનમાં અષો જરથુષ્ટ્ર થયા અને ભારતવર્ષમાં ભગવાન બુદ્ધ અને મહાવીર થયા. અંતરના આ અક્ષય અને અમૂલ્ય…
વધુ વાંચો >ખ્રિસ્તી ધર્મ
ખ્રિસ્તી ધર્મ સેમેટિક ધર્મો પૈકીનો એક ધર્મ. આ ધર્મની સ્થાપના ઈસુ ખ્રિસ્તે કરી હતી. ખ્રિસ્તી ધર્મ યહૂદી ધર્મમાંથી પ્રગટ્યો હતો. એટલે કહેવાય છે કે, Christianity was a child of Judaism. શરૂઆતમાં રોમન સામ્રાજ્ય તરફથી ખ્રિસ્તી ધર્મને ઘણી કનડગત સહેવી પડી; પરંતુ ઈ.સ. 314માં સમ્રાટ કૉન્સ્ટન્ટાઇને ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો ત્યારથી તે…
વધુ વાંચો >ગુજરાત (ધર્મ અને સંસ્કૃતિથી ગુજરાતી ભાષા અને સાહિત્ય)
ગુજરાત ધર્મ અને સંસ્કૃતિ ધર્મ–સંપ્રદાય ગુજરાતમાં આનર્ત, સુરાષ્ટ્ર, લાટ અને તેની દક્ષિણે અપરાન્ત સુધીના પ્રદેશનો સમાવેશ થતો હતો. ભારતની પશ્ચિમેથી આથર્વણો અને પશ્ચિમોત્તર દિશામાંથી શર્યાતો અહીં આવ્યા ત્યારે સંભવત: વૈદિક ધર્મનાં છૂટાંછવાયાં કેન્દ્રો ઉત્તર ગુજરાત, લાટ અને નર્મદાતટ તથા કચ્છ-સુરાષ્ટ્રમાં હતાં. શર્યાતિએ તેના પુત્ર આનર્તને આ પ્રદેશનું રાજ્ય સોંપ્યું ત્યારથી…
વધુ વાંચો >ગ્રીક તત્વચિંતન
ગ્રીક તત્વચિંતન સૉક્રેટિસ પૂર્વેના પ્રાચીન ગ્રીસના ચિંતકોની, સૉક્રેટિસની પોતાની અને ગ્રીક સ્ટોઇકવાદી ચિંતકોની વિચારસરણી. આ વિચારસરણી પ્લેટો, ઍરિસ્ટોટલ, થિયોફ્રેસ્ટસ, હિપ્પોલિટસ, સેક્સ્ટસ, એમ્પિરિક્સ, વગેરેની રજૂઆતોને આધારે જ સમજી શકાય છે, કારણ કે આ ચિંતકોએ જ તેમનાં વાક્યખંડો, સૂત્રો, પંક્તિઓ કે ટૂંકા ફકરાઓને તેમની કૃતિઓમાં નોંધ્યાં છે. ઈ. સ. પૂ. પાંચમા સૈકામાં…
વધુ વાંચો >જીવ
જીવ : ભારતીય દર્શનોનાં કેન્દ્રભૂત ત્રણ વિચારણીય પ્રધાન તત્વો – ઈશ્વર, જીવ અને જગત – એમાંનું એક. જીવ એટલે વ્યક્તિગત ચૈતન્ય (individual soul). તે અંતરાત્મા (inner self) કે દેહાત્મા (embodied soul) પણ કહેવાય છે. તે અહંપ્રત્યયગોચર એટલે કે ‘હું’ એવી પ્રતીતિનો વિષય છે. કોઈ દર્શનમાં તેને પરમ ચૈતન્ય કે પરબ્રહ્મનું…
વધુ વાંચો >