ચીનુભાઈ નાયક

અભિનયદર્પણ

અભિનયદર્પણ (ઈ. સ.ની પાંચમી સદી પૂર્વે) : અભિનયને લગતો નાટ્યકળાનો ગ્રંથ. તેના રચયિતા નન્દીકેશ્વર મનાય છે. (પરંપરા પ્રમાણે નન્દી શિવનો શિષ્ય કે ગણ હતો.) તેમનો સમય ઐતિહાસિક દૃષ્ટિએ ચોક્કસપણે નક્કી થઈ શકતો નથી. તેઓ ભરતમુનિ પહેલાં થયા હોવાનું મનાય છે. ‘અભિનયદર્પણ’ સંસ્કૃત પદ્યમાં અનુષ્ટુપ છંદમાં રચાયેલો ગ્રંથ છે. આ આખોય…

વધુ વાંચો >

અવેસ્તા (ઝંદ)

અવેસ્તા (ઝંદ) : જરથોસ્તી ધર્મનો મૂળ ગ્રંથ. ઝંદનો અર્થ ભાષ્ય-ટીકા થાય છે. અવેસ્તાની ગાથા અને ઋગ્વેદના કેટલાક મંત્ર મળતાં આવે છે અને કેટલાંક તો એક જ અર્થનાં છે. મૂળ અવેસ્તા ગ્રંથ ઘણો મોટો હતો, પરંતુ સિકંદરે જ્યારે ઈરાન જીત્યું ત્યારે તેનો ઘણો અંશ નાશ પામ્યો હતો. સાતમી સદીમાં મુસ્લિમોની ચડાઈથી…

વધુ વાંચો >

અસાઇત (ચૌદમી શતાબ્દી)

અસાઇત (ચૌદમી શતાબ્દી) : ગુજરાતના લોકનાટ્ય ભવાઈના સ્થાપક મધ્યકાલીન કવિ. ગુજરાત વિદ્યાસભાના હસ્તપ્રતસંગ્રહમાં એમણે રચેલી ‘હંસાઉલી’ પદ્યવાર્તાની હસ્તપ્રત છે. તેમાંથી એટલું ફલિત થાય છે, કે અસાઇત 1361માં હયાત હતા. એમનો સમય ઈ. સ. 132૦થી 139૦નો માનવામાં આવે છે. એ સમયે ભારત પર તુઘલુક વંશનું શાસન હતું. અસાઇતના જીવન વિશે આમ…

વધુ વાંચો >

અહૂરમઝ્દ

અહૂરમઝ્દ : જરથોસ્તી ધર્મ અનુસાર પરમેશ્વર નામ. ‘અહૂર’ શબ્દનો અર્થ થાય છે ‘નિયંતા’, ‘સ્વામી’. ‘મજ્’ શબ્દનો અર્થ થાય છે ‘મહાન’ અને ‘દ’નો અર્થ થાય છે ‘જ્ઞાન’. તે ઉપરથી અહૂરમઝ્દ એટલે ‘જ્ઞાન આપનાર મહાન નિયંતા’. જરથોસ્તી ધર્મ પ્રમાણે અહૂરમઝ્દ સર્વશક્તિમાન, સર્વવ્યાપી અને મહાન જ્ઞાની છે. સમગ્ર સૃષ્ટિ તેમાંથી પેદા થઈ છે…

વધુ વાંચો >

અંબષ્ઠ

અંબષ્ઠ : પ્રાચીન કાળમાં પંજાબમાં સ્થિર થયેલી એક પ્રજા. તે સમય જતાં બંગાળ અને બિહારમાં પ્રસરી. આ પ્રજાનો સૌપ્રથમ ઉલ્લેખ ઐતરેય બ્રાહ્મણમાં આવે છે. મહાભારત, પુરાણો અને કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં તેમજ ટૉલેમીની ભૂગોળમાં પણ તેના ઉલ્લેખો છે. અંબષ્ઠ નામના રાજવીના નામ પરથી પ્રજા અંબષ્ઠ નામથી ઓળખાઈ. પુરાણો અંબષ્ઠ પ્રજાને ક્ષત્રિય તરીકે…

વધુ વાંચો >

આર્યનૈતિક નાટક સમાજ

આર્યનૈતિક નાટક સમાજ: (1915થી 1950) : જૂની ગુજરાતી રંગભૂમિની અગ્રગણ્ય નાટક મંડળી. એની સ્થાપના 1915માં નકુભાઈ કાળુભાઈ શાહે કરેલી. વડોદરામાં એ નાટકમંડળી સ્થપાઈ હોવા છતાં મોટે ભાગે એનાં નાટકો મુંબઈમાં જ ભજવાતાં હતાં. એ માટે મુંબઈમાં બાલીવાલા ગ્રાન્ડ થિયેટર રાખેલું. આમ છતાં એ નાટકમંડળી ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં પણ વારંવાર નાટ્યપ્રવાસ કરતી…

વધુ વાંચો >

એમ. એ. બનાકે ક્યોં મેરી મિટ્ટી ખરાબ કી ? (1908)

એમ. એ. બનાકે ક્યોં મેરી મિટ્ટી ખરાબ કી ? (1908) : ગુજરાતી અને ઉર્દૂ તખ્તાના પ્રસિદ્ધ અભિનેતા અમૃત કેશવ નાયક(1877-1907)ની ‘ગુજરાતી’ સાપ્તાહિકમાં હપતે હપતે પ્રગટ થયેલી સામાજિક નવલકથા. તે ગુજરાતી પ્રેસ તરફથી ગ્રંથ-સ્વરૂપે પ્રસિદ્ધ થઈ હતી. તેને ઘણી લોકચાહના મળી હતી. પચાસ પ્રકરણોમાં વહેંચાયેલી આ નવલકથાનું કથાવસ્તુ શૈક્ષણિક અને સામાજિક…

વધુ વાંચો >

કલિંગ

કલિંગ : પૂર્વ ભારતનું પ્રાચીન રાજ્ય. ભારતનાં નવ પ્રાચીન રાજ્યો પૈકી કલિંગ જનપદ, રાજ્ય અને શહેર છે. તેનું બીજું નામ કક્ષીવાન ઋષિ અને કલિંગની રાણીની દાસીના પુત્રના નામ ઉપરથી ઓરિસા પડ્યું છે. દીર્ઘતમા ઋષિ અને બાણાસુરની રાણી સુદેષ્ણાથી ઉત્પન્ન થયેલ પુત્ર કલિંગે પોતાના નામ ઉપરથી પછી રાજ્યનું નામ કલિંગ પાડ્યું…

વધુ વાંચો >

કલિંગ પ્રજા

કલિંગ પ્રજા : કલિંગ પ્રદેશમાં નિવાસ કરતી પ્રજા. પ્રાચીન ભારતીય સાહિત્યમાં આ પ્રજાના ઉલ્લેખો અંગ અને બંગ સાથે કરવામાં આવેલ છે. મહાભારત અને પૌરાણિક અનુશ્રુતિ પ્રમાણે બલિ રાજાના પાંચ પુત્રો પૈકી કલિંગના નામ પરથી પ્રદેશ અને પ્રજા કલિંગ તરીકે ઓળખાયાં. ભરતમુનિના નાટ્યશાસ્ત્રમાં આ પ્રજાનો રંગ ‘શ્યામ’ કરવા સૂચના આપી છે.…

વધુ વાંચો >

કંચુકી

કંચુકી : કંચુકનો અર્થ છે આવરણ કે વેષ્ટન. કંચુકો શિવને લપેટાઈને તેને જીવ બનાવી દે છે. પરમ શિવને જ્યારે સૃષ્ટિ કરવાની ઇચ્છા થાય છે ત્યારે તેમનામાંથી બે તત્વો ઉત્પન્ન થાય છે – શિવ અને શક્તિ. પરમ શિવ નિર્ગુણ અને નિરંજન છે. શિવ સગુણ અને સિસૃક્ષા(સર્જન કરવાની ઇચ્છા)રૂપી ઉપાધિથી યુક્ત હોય…

વધુ વાંચો >