ચિંતન ભટ્ટ

કોરોના વિષાણુ (વાઇરસ)

કોરોના વિષાણુ (વાઇરસ) : કોરોના વિષાણુઓ આરએનએ વાઇરસ જૂથના છે. તેની દેહરચનાને આધારે આ નામ આપવામાં આવ્યું છે. રોમની પ્રાચીન ભાષા-લૅટિનમાં કોરોના એટલે મુકુટ અથવા ગજરો થાય છે. આ શબ્દનો સૌ પ્રથમ ઉપયોગ 1968માં થયો હતો. ઇલેક્ટ્રૉન માઇક્રોસ્કોપથી જોતાં તેના દેહ પર નાની નાની કલગીઓ દેખાઈ હતી જે સૂર્યના આભામંડળ(કોરોના)ને…

વધુ વાંચો >

ચન્દ્રયાન 3

ચન્દ્રયાન 3 : ચન્દ્રયાન 2નું અનુગામી અભિયાન ચન્દ્રયાન 3 છે. તેનો મુખ્ય હેતુ ચંદ્રની સપાટી પર હળવેકથી ઉતરાણ કરવાની સુવાંગ ટેકનોલોજીનું નિર્દેશન કરવાનો તેમજ ચાલણગાડીને (Rover) ચાંદ પર લટાર મારવાની ટેકનોલૉજીનું નિર્દેશન કરવાનો હતો જેમાં 100% સફળતા મળી છે. તેમાં વિક્રમ લેંડર અને પ્રજ્ઞાન રોવર હતા. ચન્દ્રયાન 3નું પ્રક્ષેપણ એલવીએમ-3…

વધુ વાંચો >

ચેટ જીપીટી (ChatGPT)

ચેટ જીપીટી (ChatGPT) : માનવીની જેમ સંવાદ સાધતો ચેટ જીપીટી એક આર્ટિફિશિયલ ઈંટેલિજન્સ ચેટબોટ (ગપસપ કરતો રોબો) છે. રોજિંદા વ્યવહારમાં માનવી ઉપયોગ કરે છે તેવી કુદરતી ભાષા પર તેમાં પ્રક્રિયા કરવામાં આવે છે. તેની પ્રતિરૂપ (Model) ભાષા પ્રશ્નોના ઉત્તર આપી શકે છે. તદુપરાંત વિવિધ લેખ, નિબંધ, સોશિયલ મીડિયા પોસ્ટ, ઈમેલ,…

વધુ વાંચો >

બ્રહ્મોસ (BrahMos)

બ્રહ્મોસ (BrahMos) : બ્રહ્મોસ એ  ભારત અને રશિયાના એક સંયુક્ત સાહસ  પ્રકલ્પ  અંતર્ગત વિકસિત વિશ્વની સૌથી તેજ અને સૌથી વધુ ઘાતક રેમજેટક્રુઝ મિસાઇલ છે. ભારતની નદી બ્રહ્મપુત્ર અને રશિયાની નદી મોસ્કો(Moskva)ના નામોનું સંયુક્ત રૂપ ‘બ્રહ્મોસ’ છે.આ પ્રકલ્પની શરૂઆત 1998માં થઈ હતી. મિસાઇલ નિર્માણ માટે સ્થાપવામાં આવેલી કંપનીમાં 50.5 ટકા હિસ્સો…

વધુ વાંચો >

લાર્સન ઍન્ડ ટુબ્રો લિમિટેડ

લાર્સન ઍન્ડ ટુબ્રો લિમિટેડ (Larsen and Toubro Limited) : સામાન્ય રીતે ‘એલ ઍન્ડ ટી’ તરીકે ઓળખાતી લાર્સન ઍન્ડ ટુબ્રો લિમિટેડ વિવિધ ક્ષેત્રોમાં કામ કરતી ભારતની બહુરાષ્ટ્રીય કંપની છે. મુંબઈમાં મુખ્યાલય ધરાવતી આ કંપની એન્જિનિયરિંગ, બાંધકામ, ઉત્પાદન, ટૅકનૉલૉજી, ઇન્ફર્મેશન ટૅકનૉલૉજી અને નાણાકીય ક્ષેત્રોમાં કાર્યરત છે. તેની સ્થાપના ભારતના બે ડેનિશ શરણાર્થી…

વધુ વાંચો >