ચં. પ્ર. શુક્લ
અગ્નિમાંદ્ય (અજીર્ણ)
અગ્નિમાંદ્ય (અજીર્ણ) : અપચાનો રોગ. જીવનનો આધાર છે આહાર. માણસ જે આહાર લે છે તે દેહમાં પચ્યા પછી, તેમાંથી જ શરીરને સ્વસ્થ અને બળવાન બનાવવા માટે જરૂરી રસ, રક્તાદિ ધાતુઓ તથા ઓજસ્ બને છે. શરીરમાં દાખલ થયેલા આહારને પચાવવાનું મહત્ત્વનું કાર્ય હોજરી, ગ્રહણી તથા આંતરડાંમાં રહેલ ‘જઠરાગ્નિ’ કરે છે. જઠરાગ્નિ…
વધુ વાંચો >અતિસાર યાને પ્રવાહિકા
અતિસાર યાને પ્રવાહિકા (આયુર્વેદ) : રોજિંદી ઝાડે જવાની નિયમિતતાને બદલે વધુ વખત, પીળા-રાતા-સફેદ કે પરુ-લોહીવાળા ઝાડા થવાનું દર્દ. પ્રકારો : આયુર્વેદે અતિસારના કુલ છ પ્રકારો બતાવ્યા છે : 1. વાતાતિસાર (વાયુના ઝાડા), 2. પિત્તાતિસાર (ગરમીનાપિત્તના ઝાડા), 3. કફાતિસાર (શરદી, કફ-જળસના ઝાડા), 4. સંનિપાતાતિસાર (વાયુ, પિત્ત અને કફ ત્રણેય દોષો સાથે…
વધુ વાંચો >અમ્લપિત્ત
અમ્લપિત્ત (આયુર્વેદ) : આહારમાંથી ઉત્પન્ન થતું વિષ પિત્ત સાથે ભળતાં પેદા થતું દર્દ. ખારા, ખાટા, તીખા અને દાહ કરે તેવા ભોજનના વધુ ઉપયોગની ટેવ; વિરુદ્ધ આહારની ટેવ; વાસી, ખાટું, ખરાબ ભોજન; ખૂબ તાપ-તડકામાં રખડપટ્ટી; ખોટા ઉજાગરા; શરદ ઋતુનો પ્રભાવ; માદક પદાર્થોનાં વ્યસન વગેરેથી પિત્તદોષ વિદગ્ધ (કાચો-પાકો) થાય છે અને તેને…
વધુ વાંચો >ઉદર્દ
ઉદર્દ : ત્વચાના ક્ષુદ્ર રોગ શીળસ કે શીતપિત્તને મળતો એક રોગ. શીળસમાં ઠંડા પવનથી કફ અને પિત્તદોષ વિકૃત થઈ, ત્વચા ઉપર આછા ગુલાબી રંગનાં, ઊપસેલાં અને ખૂજલી તથા દાહનાં લક્ષણોવાળાં અનેક ઢીમચાં કે ગાંઠો થાય છે; પરંતુ ઉદર્દમાં ઠંડા પવનથી માત્ર કફદોષ વિકૃત થાય છે, જેમાં હાથ-પગ તથા છાતી-પીઠની ત્વચા…
વધુ વાંચો >કમળો (આયુર્વેદ)
કમળો (jaundice) (આયુર્વેદ) : અતિશય પિત્તકર્તા (ગરમ) આહારવિહાર કરવાથી પિત્તદોષ પ્રકુપિત થવાથી ઉત્પન્ન થતો રોગ.. પિત્તદોષ દર્દીનાં આંખ, નખ, મૂત્ર, મળ અને ત્વચામાં ફેલાઈ જઈ તેને પીળા રંગનાં કરી દઈ, દર્દીને પીળા વર્ણના દેખાવવાળો, નિર્બળ અને પાચનતંત્રના દર્દવાળો બનાવે છે. શરીર દેડકા જેવા ફિક્કા પીળા રંગનું દેખાય છે. દેહની ઇંદ્રિયોની…
વધુ વાંચો >કુષ્ઠ (આયુર્વેદ)
કુષ્ઠ (આયુર્વેદ) : શરીરની ત્વચા અને ત્વચાસ્થિત ધાતુઓનો નાશ કરનાર રોગ. આયુર્વેદમાં ચામડીના વિકારોને કૃષ્ઠ કહ્યા છે. कुष्णाति वपुः इति कुष्ठम् પાશ્ચાત્ય વૈદ્યકમાં dermatoses કે disease of the skin તરીકે તેને ઓળખાવે છે. પ્રકારો : કુષ્ઠરોગના મુખ્યત્વે બે પ્રકાર છે : મહાકુષ્ઠ અને ક્ષુદ્ર-કુષ્ઠ. મહાકુષ્ઠના 7 પ્રકાર છે અને ક્ષુદ્રકુષ્ઠના…
વધુ વાંચો >કૃમિ (આયુર્વેદ)
કૃમિ (આયુર્વેદ) : દૂષિત ખોરાક કે પાણી પીવાથી અન્નમાર્ગમાં ચૂંક કે દુખાવાનો રોગ પેદા કરનાર સૂત્રકૃમિ સમુદાયના સૂક્ષ્મ જીવો. બાળકોમાં મુખ્યત્વે કરમિયાનો રોગ આ કૃમિઓ દ્વારા થાય છે. ગંદા આવાસોમાં રહેનારા આ રોગનો ભોગ બને છે. કૃમિના બે પ્રકાર છે : (1) સહજ અને (2) વૈકારિક. સહજ કૃમિ શરીરની સાથે…
વધુ વાંચો >કોઠ
કોઠ : આયુર્વેદ અનુસાર ત્વચાવિકારનું દર્દ. તેમાં ચળ આવે છે અને ત્વચાનો રંગ બદલાય છે. કોઠમાં પિત્તકફદોષની પ્રધાનતા હોય છે. દર્દનાં વિશિષ્ટ લક્ષણો આ મુજબ છે : ઘણીવાર ઊલટી કરાવતાં કે થતાં ઊબળેલાં પિત્ત, કફ અને અન્નદોષના વિકારથી ઊલટી બરાબર ન થતાં શરીર ઉપર ગોળ તથા લાલ રંગનાં પુષ્કળ ચકરડાં…
વધુ વાંચો >ગ્રહણી (સંગ્રહણી)
ગ્રહણી (સંગ્રહણી) : માનવશરીરમાં હોજરીની નીચેનું અને નાના આંતરડાની વચ્ચેનું આઠ આંગળનું અંગ. તેને આયુર્વેદમાં ‘પિત્તધરાકલા’ અને અંગ્રેજીમાં ‘ડ્યુઓડિનમ’ કહે છે. આ અંગનું કાર્ય હોજરીએ પચાવેલ આહારરસમાં અન્ય પાચક રસો (પાચક પિત્ત) ભેળવીને અન્નનું વધુ સારી રીતે પાચન કરવાનું અને આહાર-અંશમાંથી સારભાગરૂપ રસ અને મળને અલગ પાડવાનું છે. ગ્રહણી ગ્રહણ…
વધુ વાંચો >જ્વર (આયુર્વેદ)
જ્વર : (આયુર્વેદ) (તાવ) શરીરનું તાપમાન (temperature) વધવા સાથે શરીરમાં બેચેની, અંગતૂટ, ગ્લાનિ, પરસેવો ન થવો, આખું અંગ જકડાઈ જવું, કોઈ વાતમાં મન ન લાગવું અને શરીરનાં અંગો પોતાનાં નિયત કાર્યો ક્ષમતાપૂર્વક ન કરી શકે, આવાં લક્ષણો દેખાય તેવી શરીરની સ્થિતિ. શરીરનું તાપમાન 37° સે.થી વધારે હોય ત્યારે તાવ આવ્યો…
વધુ વાંચો >