ગૌતમ પટેલ

અથર્વવેદ

અથર્વવેદ : ભારતના પ્રાચીનતમ ઉપલબ્ધ સાહિત્ય – ચાર વેદમાંનો એક વેદ. ઋગ્વેદ 1-8-35માં અથર્વવેદના દ્રષ્ટા અથર્વા ઋષિના નામનો નિર્દેશ છે. ઋગ્વેદ 4-58-3માં ‘ચાર શૃંગ’નું અર્થઘટન કરતી વખતે નિરુક્તના કર્તા યાસ્ક મુનિ ચાર વેદોનો નિર્દેશ જુએ છે (નિરુક્ત 1-7). છાંદોગ્ય ઉપનિષદ અને મુંડક ઉપનિષદમાં પણ વેદોની યાદીમાં અથર્વવેદનો ઉલ્લેખ છે. આથી…

વધુ વાંચો >

આત્માનંદ

આત્માનંદ : ઋગ્વેદના એક ભાષ્યકાર (ચૌદમી સદી પહેલાં). ઋગ્વેદના સુપ્રસિદ્ધ અસ્ય વામીય સૂક્ત (ઋ. વે. 1-164) પર તેમનું ભાષ્ય પ્રાપ્ત થાય છે. સ્કંદ, ઉદગીથ, ભાસ્કર વગેરે ભાષ્યકારોનો તેઓ નામથી ઉલ્લેખ કરે છે, પરંતુ સાયણાચાર્યનો ક્યાંય ઉલ્લેખ કરતા નથી. આથી વિદ્વાનો માને છે કે તેઓ સાયણાચાર્ય પહેલાં એટલે ઈ. સ.ની ચૌદમી…

વધુ વાંચો >

આનંદબોધ

આનંદબોધ (પંદરમી અને અઢારમી સદી વચ્ચે ?) : યજુર્વેદની કાણ્વસંહિતાના ભાષ્યકાર. ભાષ્યનું શીર્ષક ‘કાણ્વવેદમંત્રભાષ્ય-સંગ્રહ’. આનંદબોધ એ જાતવેદ ભટ્ટોપાધ્યાયના પુત્ર હતા, એવું ભાષ્યની પુષ્પિકામાંથી સમજાય છે. અલબત્ત તેનો આખરી નિર્ણય થઈ શક્યો નથી. ગૌતમ પટેલ    

વધુ વાંચો >

આર્ષેય બ્રાહ્મણ

આર્ષેય બ્રાહ્મણ : સામવેદના ઉપલબ્ધ 11 બ્રાહ્મણ ગ્રંથો પૈકીનો ‘સામગાન’ અને ઋષિઓનાં નામ’ વર્ણવતો ગ્રંથ. આર્ષેય બ્રાહ્મણના ત્રણ પ્રપાઠકોના કુલ મળીને 82 (28 + 25 + 29) ખંડો છે. સામાન્ય રીતે બ્રાહ્મણગ્રંથમાં મંત્રની વ્યાખ્યા, આખ્યાનો અને યજ્ઞના વિનિયોગની વાત આવે. આ બ્રાહ્મણની વિશિષ્ટતા એ કે તેમાં સામગાનો તેમજ સામવેદના મંત્રોના ઋષિઓનાં…

વધુ વાંચો >

ઉદ્ગીથ-1

ઉદ્ગીથ-1 (ઈ.સ.ની સાતમી શતાબ્દી) : ઋગ્વેદના એક ભાષ્યકાર. તેમનું ઋગ્વેદસંહિતા પરનું અપૂર્ણ ભાષ્ય ઉપલબ્ધ છે. ઋગ્વેદમંડલ 10-5-4થી 10-12-5 અને 10-83-6 સુધીનું ભાષ્ય હોશિયારપુરથી 1965માં પ્રસિદ્ધ થયેલ અનેક ટીકાવાળા ઋગ્વેદમાં મળે છે. ઉદ્ગીથના ભાષ્યની પુષ્પિકામાં મળતા શબ્દો પરથી વિદ્વાનો તેમને વલભીનિવાસી માને છે. આમ વેદ પર ભાષ્ય રચનાર ગુજરાતી વિદ્વાન તરીકે…

વધુ વાંચો >

ઉવટ (ઈ. અગિયારમી સદી)

ઉવટ (ઈ. અગિયારમી સદી) : શુક્લ યજુર્વેદના સુપ્રસિદ્ધ ભાષ્યકાર. તેઓ વજ્રટના પુત્ર હતા અને ઉજ્જયિનીમાં રહીને તેમણે રાજા ભોજના સમયમાં (વિ. સં. 1100) યજુર્વેદ પર ભાષ્યની રચના કરી હતી. (आनन्दपुरवास्तव्यवज्रटस्य च सूनुना । उवटेन कृतं भाष्यमुज्जयिन्यां स्थितेन तु ।।) તેઓ નાગર બ્રાહ્મણ અને આનંદપુર એટલે હાલના વડનગરના વતની હતા. આ…

વધુ વાંચો >

ઋગ્વેદ

ઋગ્વેદ : હિંદુ ધર્મના ચાર વેદમાંનો પ્રથમ. ભારતીય ધર્મ, સંસ્કૃતિ, ઇતિહાસ, સમાજ, ભાષા, તત્વજ્ઞાન અને લોકમાનસના ઘડતરમાં વેદનો ફાળો અત્યંત મહત્વનો મનાય છે. વેદ ચાર છે : ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. ચારે વેદમાં ઋગ્વેદનું મહત્વ પરંપરાથી સવિશેષ સ્વીકારાયું છે. ઋક્ અર્થાત્ ઋચા અને તેનો વેદ તે ઋગ્વેદ. अर्च (પૂજા…

વધુ વાંચો >

ઐતરેય બ્રાહ્મણ

ઐતરેય બ્રાહ્મણ : વૈદિક સાહિત્યનો એક ગ્રંથ. સમગ્ર વૈદિક સાહિત્યને (1) સંહિતા, (2) બ્રાહ્મણ, (3) આરણ્યક અને (4) ઉપનિષદ – એવા ચાર વિભાગોમાં વહેંચવામાં આવે છે. ચાર વેદનાં કુલ અઢાર બ્રાહ્મણો આજે મુદ્રિત સ્વરૂપે પ્રાપ્ત થાય છે. તેમાં ઋગ્વેદનાં (1) ઐતરેય બ્રાહ્મણ, (2) કૌષિતકી બ્રાહ્મણ અને (3) શાંખાયન બ્રાહ્મણ મુદ્રિત…

વધુ વાંચો >

કાલ

કાલ : વૈદિક સંહિતાઓમાં ‘સમય’ના અર્થમાં પ્રયુક્ત થયેલો શબ્દ. ‘અથર્વસંહિતા’(19.53 અને 54)નાં બે સૂક્તો કાલને ઉદ્દેશી રચાયેલાં છે. તેમાં કાલના મહિમાનો થોડોક ખ્યાલ અપાયેલો જોવા મળે છે. ઉપનિષત્ કાલમાં જીવ-અજીવ સૃષ્ટિ પર તેનો અનિવાર્ય પ્રભાવ જોવા મળે છે. ‘શ્વેતાશ્વતર ઉપનિષદ’માં કાલનો પ્રભાવ વર્ણવી કાલ પર પરમેશ્વરની સત્તાનું વર્ણન કરાયેલું છે.…

વધુ વાંચો >

કુમારસંભવ

કુમારસંભવ : મહાકવિ કાલિદાસનાં બે મહાકાવ્યોમાંનું એક. કૃતિના અભિધાન અનુસાર તેમાં શિવ-પાર્વતીના પુત્ર કુમાર કાર્તિકેયની જન્મકથા નિરૂપાઈ છે. મહાકાવ્યનું ‘तत्रैको नायकः सुरः’ – ‘તેમાં કોઈ એક દેવ નાયક હોય છે’ એ લક્ષણ આ મહાકાવ્યના આધારે નિશ્ચિત થયું લાગે છે. કથા અનુસાર બ્રહ્મા પાસેથી વરદાન મેળવી દુર્જય બનેલો તારક નામે અસુર…

વધુ વાંચો >