આનંદબોધ (પંદરમી અને અઢારમી સદી વચ્ચે ?) : યજુર્વેદની કાણ્વસંહિતાના ભાષ્યકાર. ભાષ્યનું શીર્ષક ‘કાણ્વવેદમંત્રભાષ્ય-સંગ્રહ’. આનંદબોધ એ જાતવેદ ભટ્ટોપાધ્યાયના પુત્ર હતા, એવું ભાષ્યની પુષ્પિકામાંથી સમજાય છે. અલબત્ત તેનો આખરી નિર્ણય થઈ શક્યો નથી.

ગૌતમ પટેલ