ખનિજ ઇજનેરી

આર્સેનોપાયરાઇટ

આર્સેનોપાયરાઇટ (Arsenopyrite, જર્મન પર્યાય Mispickel) : આર્સેનિકનું ખનિજ. રાસાયણિક બંધારણ : FeAsS અથવા FeS2. FeAs2, આયર્ન સલ્ફાર્સેનાઇડ. આર્સેનિક-46.0%, ગંધક-19.7%, લોહ-34.3%. ક્યારેક લોહ, કોબાલ્ટથી વિસ્થાપિત થાય (3થી 4%) તો ખનિજ ડાનાઇટ (danaite) નામે ઓળખાય છે. આર્સેનોપાયરાઇટ ખનિજ ઉંડા કૂવાના પાણીમાં હોવાની શક્યતા છે. આ ખનિજ Toxic (ઝેરી) છે. આથી કૂવાના પાણીને…

વધુ વાંચો >

આંતરવિકાસ કણરચના

આંતરવિકાસ કણરચના (intergrowth texture) : કણરચનાનો એક પ્રકાર. તેમાં બે ખનિજોની અરસપરસ થયેલી ગૂંથણીનું માળખું જોવા મળે છે. મૅગ્માના ઘનીભવન દરમિયાન જુદાં જુદાં ખનિજ દ્રવ્યોના સહસ્ફટિકીભવન(eutectic crystallisation)ને કારણે ઉત્પન્ન થતી સ્ફટિકોની આંતરગૂંથણીભરી સ્થિતિની કણરચના માટે આ પર્યાય વપરાય છે. પર્થાઇટ આ માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે (જુઓ પર્થાઇટ). ગ્રાફિક, માઇક્રોગ્રાફિક, માઇક્રોપૅગ્મૅટાઇટિક…

વધુ વાંચો >

ઇજોલાઇટ

ઇજોલાઇટ (Ijolite) : અંત:કૃત અગ્નિકૃત ખડકો પૈકીનો આલ્કલી સાયનાઇટનો લાક્ષણિક ખડક-પ્રકાર. ફેલ્સ્પેથોઇડ સાયનાઇટનો સમાનાર્થી પર્યાય. સાયનાઇટ ખડકોને બે મુખ્ય સમૂહોમાં વિભાજિત કરેલા છે : (1) ફેલ્સ્પાર અને ફેલ્સ્પેથોઇડવાળા સાયનાઇટ અને (2) ફેલ્સ્પાર રહિત સાયનાઇટ. શાન્ડે આ બીજા સમૂહ માટે સાયનોઇડ નામ સૂચવ્યું છે. સાયનોઇડ સમૂહમાં આ ખડક માત્ર ફેલ્સ્પેથોઇડનો જ,…

વધુ વાંચો >

ઇન્ડિકેટ્રિક્સ

ઇન્ડિકેટ્રિક્સ (Indicatrix) : ખનિજ સ્ફટિકના વક્રીભવનાંકનો ત્રિજ્યા તરીકે ઉપયોગ કરીને એક બિન્દુની આસપાસ રચવામાં આવતી આકૃતિ. કેટલીક વખતે ખનિજ સ્ફટિકોનાં પ્રકાશીય લક્ષણો ઇન્ડિકેટ્રિક્સ (ઇન્ડેક્સ ઇલિપ્સોઇડ) તરીકે ઓળખાતી આકૃતિઓ દ્વારા દર્શાવવાં વધુ અનુકૂળ પડે છે. દ્વિવક્રીભવનનો ગુણ ધરાવતાં વિષમદર્શી (anisotropic) ખનિજો માટે એકાક્ષી તેમજ દ્વિઅક્ષી એ પ્રમાણેની બે પ્રકારની ઇન્ડિકેટ્રિક્સ આકૃતિઓ…

વધુ વાંચો >

ઇન્ડિયન બ્યૂરો ઑવ્ માઇન્સ

ઇન્ડિયન બ્યૂરો ઑવ્ માઇન્સ (IBM) : ભારત સરકારના પોલાદ અને ખાણખાતાના ખાણ અને ખનિજવિભાગની એક વૈજ્ઞાનિક અને ટૅકનિકલ સંસ્થા. કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ તેમજ અણુખનિજો અને કેટલાંક ગૌણ ખનિજો સિવાયની ભારતીય ખનિજ-સંપત્તિના આરક્ષણ તેમજ વૈજ્ઞાનિક વિકાસને વેગ આપવાની આ સંસ્થાની જવાબદારી છે. ખાણોની તપાસ રાખવી, ખાણકાર્યને લગતો અભ્યાસ કરવો,…

વધુ વાંચો >

ઇમારતી પથ્થર

ઇમારતી પથ્થર : ઇમારતી બાંધકામમાં વપરાતા પથ્થર. આ પથ્થર ખરબચડી સપાટી સાથે કે ઘાટ ઘડેલા સ્વરૂપે જુદી જુદી રીતે ઉપયોગમાં લેવાય છે. સામાન્ય રીતે આવા ઇમારતી પથ્થરોનો ઉપયોગ મકાન બાંધવામાં, ઇજનેરી બાંધકામમાં તથા રસ્તા બનાવવાના કામમાં થાય છે. રેતીખડક કે ચૂનાખડક જેવા કેટલાક ઇમારતી પથ્થરો નરમ હોવાથી સારી રીતે ઘડવામાં…

વધુ વાંચો >

ઇલાઇટ

ઇલાઇટ (Illite) : મૃણ્મય નિક્ષેપો સ્વરૂપે વિપુલ પ્રમાણમાં મળી આવતાં મૃદ્-ખનિજોનો સમૂહ. આ ખનિજો જલીય અબરખ પ્રકારનાં હોય છે. આ મૃદ્-ખનિજો મસ્કોવાઇટ અને મૉન્ટોમોરિલોનાઇટ વચ્ચેનું બંધારણ ધરાવતાં હોય છે. તે પૈકીનાં ઘણાં અબરખના આંતરપડવાળાં અને મૉન્ટોમોરિલોનાઇટનાં બનેલાં હોય છે. ઇલાઇટ સમૂહમાં ઇલાઇટ, જલીય અબરખ અને કદાચ ગ્લોકોનાઇટનો પણ સમાવેશ થાય…

વધુ વાંચો >

ઇલ્મેનાઇટ

ઇલ્મેનાઇટ (Ilmenite) : ટાઇટેનિયમ ધાતુ માટેનું મુખ્ય ખનિજ. યુરલ પર્વતમાળાના ઇલ્મેન પર્વતમાં મિઆસ્ક પાસે તે સર્વપ્રથમ મળેલ હોવાથી તેનું ‘ઇલ્મેનાઇટ’ નામ પડ્યું છે. ઇંગ્લૅન્ડના કૉર્નવૉલમાં મિનાક્કન પાસે રેતીના દાણા-સ્વરૂપે મળતું હોવાથી એનું બીજું નામ ‘મિનાક્કાનાઇટ’ (menaccanite) પડેલું છે. ઇલ્મેનાઇટનું રાસાયણિક બંધારણ : FeO-TiO2 અથવા Fe TiO3 છે. એમાં ઑક્સિજન 31.6…

વધુ વાંચો >

ઈક્લોગાઇટ

ઈક્લોગાઇટ (Eclogite) : આલ્મેન્ડાઇન પાયરોપ પ્રકારના ગાર્નેટ અને ઘાસ જેવા તેજસ્વી લીલા ઑમ્ફેસાઇટ પ્રકારના પાયરૉક્સિન ખનિજ-ઘટકોના આવશ્યક બંધારણવાળો મોટા કણકદનો દાણાદાર વિકૃત ખડક. અનુષંગી ખનિજ-ઘટકો પૈકી ઍમ્ફિબોલ, સ્ફીન, ઝોઇસાઇટ, રુટાઇલ, એપેટાઇટ અને મૅગ્નેટાઇટનું ગૌણ પ્રમાણ હોઈ શકે છે. આ ઉપરાંત ક્વાર્ટ્ઝ, ફેલ્સ્પાર, બ્રૉન્ઝાઇટ, કાયનાઇટ, સિલિમેનાઇટ અને ઑલિવિન પૈકીનાં કેટલાંક ખનિજો…

વધુ વાંચો >

ઈડર ગ્રૅનાઇટ

ઈડર ગ્રૅનાઇટ (Idar Granite) : ગુજરાત રાજ્યની ઈશાન સરહદે આવેલા સાબરકાંઠા જિલ્લાના ઈડરની આજુબાજુના કેટલાયે ચોરસ કિલોમીટરમાં પથરાયેલી ટેકરીઓ ‘ગ્રૅનાઇટ’ નામના અંત:કૃત પ્રકારના અગ્નિકૃત ખડકની બનેલી છે. ઈડરમાં અને તેની આસપાસના કેટલાક વિસ્તારોમાં સર્વસામાન્યપણે આ જ પ્રકારનો ખડક મળી આવતો હોવાથી ‘ઈડર ગ્રૅનાઇટ’ એવું નામ તેને આપવામાં આવેલું છે. ઈડર…

વધુ વાંચો >