કોંકણી સાહિત્ય

કેની ચન્દ્રકાન્ત

કેની, ચન્દ્રકાન્ત (જ. 1934) : હિંદી, મરાઠી, કોંકણી સાહિત્યકાર. તેમની કૃતિ ‘વ્હંકલ પાવણી’ને ભારતીય સાહિત્ય અકાદમીનો 1988ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. કોંકણી સાહિત્ય અને પત્રકારત્વમાં તેમનું નામ બહુ જાણીતું છે. ગોવા મુક્તિ-આંદોલનના તેઓ સક્રિય કાર્યકર હતા. રાજ્યની ભાષાકીય તથા સાંસ્કૃતિક એકતા સિદ્ધ કરવાના લક્ષ્યથી તેમણે 1963માં ‘રાષ્ટ્રમત’ નામના મરાઠી દૈનિકનું…

વધુ વાંચો >

કોંકણી ભાષા અને સાહિત્ય

કોંકણી ભાષા અને સાહિત્ય : કોંકણ પ્રદેશની ભાષા અને તેમાં રચાયેલું સાહિત્ય. પ્રાચીન કાળથી ઉત્તરે દમણગંગાથી દક્ષિણે ગંગાવલ્લી વચ્ચેના ભારતના પશ્ચિમના દરિયાકાંઠાનો પ્રદેશ તે કોંકા. હાલમાં તે ‘ગોમાંતક’, ‘ગૉય’ અને ‘ગોવા’ નામથી પરિચિત છે. આ પ્રદેશમાં આર્યો આવ્યા તે પૂર્વે કોલ, મુંડરી, નાગા, કુશ વગેરે ટોળીઓના લોકો રહેતા હતા. તેમની…

વધુ વાંચો >

નાયક, પુંડલિક નારાયણ

નાયક, પુંડલિક નારાયણ (જ. 21 એપ્રિલ 1952, વળવઈ, તા. પોન્ડા, ગોવા) : કોંકણીના કવિ, નાટકકાર. માછીમાર કુટુંબમાં જન્મ. માધ્યમિક શિક્ષકની નોકરી કરતાં કરતાં સ્નાતક સુધીનું શિક્ષણ લીધું. પણજી ખાતે ઑલ ઇન્ડિયા રેડિયોમાં કામ કર્યું. 1984માં પૂર્ણ સમયના લેખક બન્યા. એમનાં પત્ની હેમા નાયક પણ લેખિકા છે. ‘રાનસુંદરી’ નામની ગીતકથાને ગોવા…

વધુ વાંચો >

નાયક, હેમા

નાયક, હેમા (જ. 1952, મારગાવ, ગોવા) : કોંકણી નવલકથાકાર અને નિબંધકાર. તેમને તેમની કૃતિ ‘ભોગદંડ’ બદલ 2002ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર સાથે બી.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તેઓ કોંકણી ઉપરાંત મરાઠી, હિંદી અને અંગ્રેજી ભાષાની જાણકારી ધરાવે છે. તેમણે 1975થી 1995 સુધી…

વધુ વાંચો >

પડગાંવકર, પ્રકાશ દામોદર

પડગાંવકર, પ્રકાશ દામોદર (જ. 1948, મુંબઈ) : વિશિષ્ટ શૈલી ધરાવતા કોંકણી કવિ. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘હન્વ મોનિસ અશ્વત્થામો’ માટે 1986ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે પણજી-ગોવામાં શિક્ષણ લીધું હતું. હાલ (2002માં) તેઓ વાસ્કો-ડ-ગામા, ગોવા ખાતે એમ. એમ. ટી. સી. ઑવ્ ઇન્ડિયા લિ.માં કામગીરી કરી રહ્યા છે.…

વધુ વાંચો >

માઉઝો, દામોદર

માઉઝો, દામોદર (જ. 1 ઑગસ્ટ 1944, મજોર્ધ, ગોવા) : કોંકણી ભાષાના નવલકથાકાર અને ટૂંકી વાર્તાના લેખક. તેમની નવલકથા ‘કાર્મેલિન’ને 1983ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે. તેઓ મુંબઈ યુનિવર્સિટીમાંથી વાણિજ્યના વિષયમાં સ્નાતક થયા. પોતાના વતનમાં તેમણે ધંધો શરૂ કર્યો. તેમણે 2 નવલકથાઓ, ટૂંકી વાર્તાના 2 સંગ્રહો અને બાલસાહિત્યનાં 3…

વધુ વાંચો >

મામ્બ્રો, અરવિંદ

મામ્બ્રો, અરવિંદ (જ. 1938) : કોંકણી સાહિત્યકાર. ‘પણજી આતમ મ્હાતારી જાલ્યા’ નામની તેમની કોંકણી કૃતિને 1987ના વર્ષનો સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો. તેમણે પણજી, બેલગામ તથા મુંબઈમાં શિક્ષણ લીધું હતું. મુંબઈ યુનિવર્સિટીમાંથી તેમણે એમ.એ.ની ડિગ્રી મેળવી હતી. થોડો સમય રંગમંચ-કલાકાર તથા આકાશવાણીના કથાલેખક તરીકે પણ કામ કર્યું હતું. 1965થી 1967…

વધુ વાંચો >

વેળુસ્કર, રમેશ ભગવંત

વેળુસ્કર, રમેશ ભગવંત (જ. 1947, પાલેમ, ગોવા) : કોંકણી કવિ અને હિંદી ભાષાના લેખક. તેઓ બૉર્ડ ઑવ્ સ્ટડિઝ ઇન કોંકણી; ગોવા બૉર્ડ ઑવ્ એજ્યુકેશન; એડિટૉરિયલ બૉર્ડ ફૉર ટેક્સ્ટબુક્સ ઇન કોંકણીના સભ્ય રહ્યા હતા તથા અધ્યાપનકાર્ય કર્યું હતું. તેમણે અત્યાર સુધીમાં 7 ગ્રંથો આપ્યા છે. તેમાં 4 કાવ્યસંગ્રહો, 1 નવલકથા તથા…

વધુ વાંચો >

શનૈ ભાંગી, પાંડુરંગ રાજારામ

શનૈ ભાંગી, પાંડુરંગ રાજારામ (જ. 1923, કુંડઈ, ગોવા) : કોંકણી કવિ, અનુવાદક અને સંપાદક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘ચાંફેલ્લી સાંજ’ માટે 2000ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે પોર્ટુગીઝ લિસેયુનો અભ્યાસક્રમ પૂરો કર્યો. તેઓ મરાઠી ભાષાના જાણકાર છે. તેમને અંગ્રેજી તથા હિંદી ભાષાની પણ કાર્યસાધક જાણકારી છે. તેઓ…

વધુ વાંચો >

સરદેસાઈ, મનોહરરાવ એલ.

સરદેસાઈ, મનોહરરાવ એલ. (જ. 18 જાન્યુઆરી 1925, પણજી, ગોવા) : કોંકણી ભાષાના કવિ અને અનુવાદક. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી 1949માં ફ્રેન્ચ અને મરાઠીમાં એમ.એ.ની ડિગ્રી મેળવી. તેઓ 1949-52 સુધી વિલ્સન કૉલેજ, મુંબઈમાં ફ્રેન્ચ ભાષાના અધ્યાપક રહ્યા; 1960માં તેઓ દૂરદર્શન, દિલ્હી(બહારની સેવાઓ)ની સેવામાં; 1960-61 મુંબઈની સોમૈયા કૉલેજમાં ફ્રેન્ચના અધ્યાપક; 1964-70 દરમિયાન કોંકણી…

વધુ વાંચો >