કોંકણી સાહિત્ય

સરદેસાઈ, લક્ષ્મણરાવ

સરદેસાઈ, લક્ષ્મણરાવ (જ. 1904, સવાઈવેરમ, ગોવા; અ. ?) : કોંકણી ભાષાના જાણીતા વિવેચક, નવલકથાકાર અને નિબંધકાર. તેમને તેમના નિબંધસંગ્રહ ‘ખબરી’ માટે 1982ના વર્ષનો સાહિત્ય અકાદમી ઍવૉર્ડ મળ્યો. તેમણે લિસિયમ ખાતે મરાઠી, કોંકણી અને પોર્ટુગીઝ ભાષાનો અભ્યાસ કર્યો તેમજ ફ્રેન્ચ, લૅટિન અને અંગ્રેજીમાં વિશેષજ્ઞતા મેળવી પછી અલમૈડા કૉલેજમાં શિક્ષક તરીકે જોડાયા.…

વધુ વાંચો >

સલ્દાન્હા, વિન્સેંટ જૉન પીટર

સલ્દાન્હા, વિન્સેંટ જૉન પીટર (જ. 9 જૂન 1925, ઑમઝૂર, મેર્મજાલ, દક્ષિણ કન્નડ, કર્ણાટક) : કોંકણી લેખક. ‘ખંડાપ’, ‘કોંકણકુમાર’ તેમનું તખલ્લુસ છે. તેમણે મૈસૂર યુનિવર્સિટીમાંથી એમ.એ.; એમ.ડી.(એ.એમ.)ની પદવી મેળવી. પછી એમસીસી બૅંક લિ., મૅંગલોરના નિયામક તરીકે જોડાયા. 1950-58 દરમિયાન મુંબઈથી પ્રગટ થતા અઠવાડિક ‘પોઇન્નારી’ના સ્થાપક-સંપાદક; 1960-65 દરમિયાન મૅંગલોરમાંથી પ્રગટ થતા દૈનિક…

વધુ વાંચો >

સુખથનકર દત્તારામ કૃષ્ણ

સુખથનકર, દત્તારામ કૃષ્ણ (જ. 11 ડિસેમ્બર 1924, મર્સેલા, ગોવા) : જાણીતા કોંકણી નિબંધકાર અને હાસ્યકાર. તેમને તેમના નિબંધસંગ્રહ ‘મન્ની પુનાવ’ (‘માલિની પૂર્ણિમા’) (1977) માટે 1978ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો છે. તેમણે ગોવામાં પંજીમ ખાતેની એસ્કોલા મેડિકા નામની તબીબી કૉલેજમાંથી 1952માં તબીબી ક્ષેત્રે ‘મેડિકો સિરુર્જીઆઓ’ની ડિગ્રી મેળવી. ત્યારબાદ…

વધુ વાંચો >

સુખમની

સુખમની (આશરે 1604) : ‘આદિ ગ્રંથ’માં સમાવિષ્ટ એક દીર્ઘ કાવ્યરચના. ‘આદિ ગ્રંથ’ના સંકલનકાર અને સંપાદક પાંચમા શીખ ગુરુ અર્જુન દેવ(1563-1606)-રચિત ‘સુખમની’ તેમની શ્રેષ્ઠ કૃતિ ગણાય છે. ‘ગ્રંથસાહિબ’માંની તેમની રાગ માઝમાં રચેલી દીર્ઘ કાવ્ય-રચનાઓને મુખ્ય ત્રણ વર્ગમાં વિભાજિત કરી શકાય : (1) ‘સુખમની’ (‘પીસ ઑવ્ માઇન્ડ’ અથવા ‘ધ જૂઅલ ઑવ્ પીસ’);…

વધુ વાંચો >

હિમાલયન્ત (1976)

હિમાલયન્ત (1976) : કોંકણી સાહિત્યકાર રવીન્દ્ર કેલકર (જ. 1925, ગોવા) રચિત કૃતિ. તેમની આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીના 1977ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો હતો. તેઓ નામી નિબંધકાર અને ગદ્યલેખક છે. રામ મનોહર લોહિયાનાં પ્રેરણા-પ્રોત્સાહનથી તેઓ 1946માં ગોવાના મુક્ત આંદોલનમાં જોડાયા અને શિક્ષણ અધૂરું છોડવું પડ્યું. 3 વર્ષ સુધી તેમણે આંદોલનમાં ભાગ…

વધુ વાંચો >