કીર્તિદા શાહ

ઈસરદાસ

ઈસરદાસ (ઈ. 16મી સદી પૂર્વાર્ધ; અ. ઈ. 1566/સં. 1622, ચૈત્ર સુદ 9) : ચારણી કવિ. રોહડિયા શાખાના બારોટ. જન્મ મારવાડમાં જોધપુર તાબે ભાદ્રેસ/ભાદ્રેજ/ભાદ્રેચીમાં. તેમનું વતન લીંબડી હોવાનું પણ નોંધાયું છે; પરંતુ ચારણી પરંપરા એ હકીકતનો સ્વીકાર કરતી જણાતી નથી. એક પરંપરા એમનો જન્મ ઈ. 1459 (સં. 1515, શ્રાવણ સુદ 2,…

વધુ વાંચો >

કોઠારી – જયંત

કોઠારી, જયંત (જ. 28 જાન્યુઆરી 1930, રાજકોટ; અ. 1 એપ્રિલ 2001, અમદાવાદ) : ગુજરાતી ભાષા-સાહિત્યના સંશોધક અને વિવેચક. પિતા : સુખલાલ; માતાનું નામ ઝબક. જ્ઞાતિએ દશા શ્રીમાળી વણિક અને ધર્મે સ્થાનકવાસી જૈન. 1956માં મંગળાબહેન સાથે લગ્ન. 1948માં મૅટ્રિક પાસ કર્યા પછી વતન રાજકોટમાં કટલરીની દુકાન કરેલી અને રેલવે ક્લેઇમ એજન્ટ…

વધુ વાંચો >

બાલાવબોધ

બાલાવબોધ : ગુજરાતીનો મધ્યકાલીન સાહિત્યપ્રકાર. ‘બાલ’ના અવબોધ અર્થાત્ જ્ઞાન કે સમજણ માટે રચનાઓ તે બાલાવબોધ. સંસ્કૃત, પ્રાકૃત, વ્રજભાષાના ગ્રંથોના કે ક્વચિત્ પારસી ધર્મગ્રંથોના અનુવાદ કે ટીકા રૂપે બાલાવબોધ રચાતા રહ્યા છે. બાલાવબોધમાં કેટલીક વાર જે તે કૃતિના સાદી ભાષામાં લેખકે કરેલા સીધા અનુવાદ હોય તો કેટલીક વાર મૂળ ગ્રંથોના અનુવાદને…

વધુ વાંચો >

ભરતેશ્વરબાહુબલિરાસ

ભરતેશ્વરબાહુબલિરાસ : જૈન કવિ શાલિભદ્રસૂરિની ઈ. સ. 1185માં રચાયેલી રાસકૃતિ. તે પ્રાચીન ગૂર્જર ભાષાના પ્રારંભિક તબક્કાની કૃતિ લેખે મહત્વની છે. દુહા, ચોપાઈ, રોળા, સોરઠા વગેરે છંદોની દેશીઓની બનેલી આ રચના 14 ઠવણી(સં. स्थपनिका = સ્થાપના = ખંડ)ની 203 કડીઓમાં વહેંચાયેલી છે. ભિન્ન ભિન્ન ગેય દેશીઓમાં વચ્ચે વસ્તુ છંદ(કડી 16-17, 77-78,…

વધુ વાંચો >

મુક્તાનંદ

મુક્તાનંદ (જ. 1758, અમરેલી, સૌરાષ્ટ્ર; અ. 1830, ગઢડા) : સ્વામિનારાયણ સંપ્રદાયના સંતકવિ. પિતા આનંદરામ. માતા રાધા. સરવરીયા બ્રાહ્મણ. પૂર્વાશ્રમનું નામ મુકુંદદાસ. મહાત્મા મૂળદાસના શિષ્યો પાસેથી સંગીત, વૈદક અને કાવ્યશાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું. માતાપિતાની ઇચ્છાથી લગ્ન કર્યું. પરંતુ નાની ઉંમરથી કેળવાયેલા વૈરાગ્યભાવને લીધે ગૃહત્યાગ કરી ધ્રાંગધ્રાના દ્વારકાદાસના, ત્યાંથી વાંકાનેરના કલ્યાણદાસના અને પછી…

વધુ વાંચો >

મેવાડો, વલ્લભ

મેવાડો, વલ્લભ (જ. 1640 કે 1700; અ. 1751) : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના જાણીતા ગરબાકવિ. કવિનાં જન્મવર્ષ ઈ. 1640 (સં. 1696, આસો સુદ 8) કે ઈ. 1700 અને અવસાનવર્ષ ઈ. 1751 બતાવવામાં આવે છે, પરંતુ તે માટે કોઈ ચોક્કસ આધાર નથી. કવિની એક રચનાની ર. ઈ. 1736 મળે છે. એટલે તેઓ ઈ.…

વધુ વાંચો >

વિવાહલઉ

વિવાહલઉ : મધ્યકાલીન કાવ્યસાહિત્યનું એક સ્વરૂપ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આખ્યાન, રાસ, પદ્યવાર્તા જેવા સાહિત્યસ્વરૂપ જેવું આ સ્વરૂપ છે. ઈ. સ. 1450થી 1550ના સમયગાળામાં અનેક જૈન-જૈનેતર કવિઓએ તે અજમાવ્યું છે. ‘વિવાહલઉ કે વેલિ’ એ લગ્નવિધિ-વિષયક ગેય રચના છે. હિન્દુ સંસ્કૃતિ મુજબ લગ્ન એ સામાજિક વ્યવસ્થાનું અતિ મહત્વનું તત્વ મનાય છે. આ…

વધુ વાંચો >

શામળ

શામળ (ઈ. 18મી સદી) : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના જાણીતા પદ્યવાર્તાકાર. અમદાવાદના વેગનપુર(હાલનું ગોમતીપુર)માં વસેલા માળવા બાજુના શ્રીગોડ બ્રાહ્મણ. પિતા વીરેશ્વર. માતા આણંદબાઈ. કવિ પોતાને ‘શામળ ભટ્ટ’ તરીકે ઓળખાવે છે, પરંતુ તેમાં ‘ભટ્ટ’ શબ્દ કથાકાર બ્રાહ્મણના અર્થમાં પ્રયોજાયો છે. ખરેખર તો કવિની અટક ‘ત્રવાડી’ હતી. તેઓ પોતાને ઘણી વાર ‘સામકી’ (=…

વધુ વાંચો >

સાંડેસરા ભોગીલાલ જયચંદભાઈ

સાંડેસરા, ભોગીલાલ જયચંદભાઈ (જ. 13 એપ્રિલ 1917, સંડેર, તા. પાટણ; અ. 18 જાન્યુઆરી 1995) : વિવેચક, સંપાદક. નિવાસ વડોદરા. જ્ઞાતિએ લેઉઆ પાટીદાર. બચપણથી મુનિશ્રી ચતુરવિજયજી અને એમના વિદ્વાન શિષ્ય પુણ્યવિજયજી પાસે સંસ્કૃત અને પ્રાકૃતનો અભ્યાસ કર્યો. તેરમાચૌદમા વર્ષથી લેખન-પ્રવૃત્તિ. 1935માં મૅટ્રિક. 1935-37 દરમિયાન ‘ગુજરાત સમાચાર’ અને ‘પ્રજાબંધુ’ના તંત્રીખાતામાં. 1941માં ગુજરાત…

વધુ વાંચો >