કલ્પના દવે

ઋતુસ્રાવ કષ્ટદાયી

ઋતુસ્રાવ, કષ્ટદાયી (dysmenarrhoea) : દુખાવા સાથે થતો ઋતુસ્રાવ. તેને કષ્ટાર્તવ અથવા દુરઋતુસ્રાવ પણ કહે છે. પહેલાંનાં વર્ષોમાં ઋતુસ્રાવ સમયના દુખાવાનું કારણ નીચલા જનનમાર્ગમાં અવરોધ (obstruction) થાય છે એવું મનાતું હતું. તેથી 1832માં મેકિન્ટોશે ગર્ભાશયગ્રીવા(cervix)ની નલિકાને પહોળી કરીને કેટલાક કિસ્સાઓમાં તેની સફળતાપૂર્વક સારવાર કરી હતી. તેનાં કારણોના અજ્ઞાનને લીધે અંડગ્રંથિ કાઢી…

વધુ વાંચો >

ઋતુસ્રાવ વિકારો

ઋતુસ્રાવ વિકારો (menstrual disorders) : ઋતુસ્રાવ વધુ, ઓછો, સતત, વહેલો, મોડો કે અનિયમિત આવે તે. તેમાં ઋતુસ્રાવ-સ્તંભન (amenorrhoea), ઋતુસ્રાવનિવૃત્તિ (menapause) કે કષ્ટદાયી ઋતુસ્રાવ(dysmenorrhoea)ને આવરી લેવાતા નથી. ઋતુસ્રાવનું પ્રમાણ વધે (અતિઋતુસ્રાવતા, menorrhagia) કે ઘટે (અલ્પઋતુસ્રાવતા, hypomenorrhoea) અથવા તે 3 અઠવાડિયાં કરતાં વહેલો આવે (ત્વરિત ઋતુસ્રાવતા, polymenorrhoea) કે 6 અઠવાડિયાં કરતાં મોડો…

વધુ વાંચો >

ઋતુસ્રાવસ્તંભન

ઋતુસ્રાવસ્તંભન (amenorrhoea) : પુખ્ત સ્ત્રીમાં ઋતુસ્રાવ ન થવો તે. જો ઋતુસ્રાવ 18 વર્ષની વય સુધીમાં શરૂ ન થાય તો તેને પ્રારંભિક (primary) ઋતુસ્રાવસ્તંભન કહે છે. ઋતુસ્રાવચક્રો શરૂ થયા પછી જો ઋતુસ્રાવ બંધ થાય તો તેને આનુષંગિક (secondary) ઋતુસ્રાવસ્તંભન કહે છે. જો ગર્ભાશયગ્રીવા (cervix) અથવા યોનિ (vagina) અવિકસિત કે વિકૃત હોય…

વધુ વાંચો >

કૅન્સર ગર્ભાશય-કાય અને અંડનળીનું

કૅન્સર, ગર્ભાશય-કાય અને અંડનળીનું : ગર્ભાશય-કાય(body of uterus)નું કૅન્સર થવું તે. તેને ગર્ભાશયાંત:સ્તર(endometrium)નું કૅન્સર પણ કહે છે. ગર્ભાશયના મુખ્ય 3 ભાગ છે : મુખ્ય પોલાણવાળો ભાગ અથવા કાય (body), અંડનળીઓ અને ગર્ભાશય-ગ્રીવા (cervix). ગર્ભાશયમાંના પોલાણની આસપાસની સપાટી બનાવતા પડને ગર્ભાશયાંત:સ્તર (endometrium) કહે છે, જ્યારે તેની આસપાસના સ્નાયુવાળા પડને ગર્ભાશય-સ્નાયુસ્તર (myometrium)…

વધુ વાંચો >